________________
૪૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ત્યાં રહેલા મનુષ્યો બોલતા હતા અને જૈનધર્મ કરતા હતા.
તે પછી રાજાના આગ્રહથી આચાર્ય ભગવંતે કેટલાક શ્રેષ્ઠ સાધુઓને અનાર્ય દેશમાં મોક્લ્યા. અનાર્ય મનુષ્યો પણ સાધુઓને આવેલા જોઇને તેઓને આદરપૂર્વક નિર્દોષ ભક્ત–પાન આદિ આપવા લાગ્યા. તે પછી બુદ્ધિયુક્ત પોતાની શક્તિવડે સંપ્રતિ રાજાવડે અનાર્ય દેશો પણ સાધુના વિહારને યોગ્ય કરાવાયા. પૂર્વ જન્મનું સ્મરણ કરતો રાજા દુ:ખી આદિજીવોના સુખને માટે દાનશાલાઓ કરાવે છે. તે દાનશાલાઓમાં જધન્ય–મધ્યમ અને ઉતમ લોકો હંમેશાં ભોજન અને પાણીરૂપી ભોજનને મેળવે છે. ભક્તિવાલા મનુષ્યોને વિષે સંપ્રતિરાજાએ શુદ્ધ અન્ન આપ્યું. અને તે સુહસ્તિસૂરિના સાધુઓને અપાવતો હતો. સુહસ્તિસૂરિના સાધુઓ નિર્દોષ આહાર જાણીને ખાતાં નિરંતર પોતાનાં ચારિત્રને શુદ્ધ માનવા લાગ્યા. દાનશાલાઓમાં સુહસ્તિસૂરિના સાધુઓને અન્નગ્રહણ કરતાં જોઇ આર્ય મહાગિરિગુરુએ સુહસ્તિને કયું અનેષણીય એવું રાજાનું અન્ન કેમ ગ્રહણ કરો છે ? સુહસ્તિએ ક્હયું કે હે ભગવંત! ખરેખર આ અન્ત શુદ્ધ છે. રાજાનું અનુકરણ કરવામાં તત્પર એવા નગરજનો સાધુઓને આદરપૂર્વક નિર્દોષ અન્ન આપે છે. ત્યાં ખેદ શા માટે ? તે પછી અત્યંત કોપ પામેલા આર્યમહાગિરિએ ક્હયું કે હે સુહસ્તિસૂરિ ! તું સિદ્ધાન્તના અર્થને પણ જાણતો નથી, કહયું }:
આધાકર્મી – ઔદ્દેશિક – પૂતિકર્મને મિશ્રજાતિ ઇત્યાદિ ઔદ્રેસા ઓવિભાગથી પોતાની જાતે જે ઓધ આરંભ કરે તે કેટલીક ભિક્ષા લ્પે છે. જે તેને આપવા માટે આવે. બાર પ્રકારના વિભાગમાં ઉદ્દિષ્ટ કૃતને કર્મ, તે ઉદ્દેશ-સમુદ્દેશ આદેશ અને સમાદેશના ભેદવડે છે. જેટલો ઉદ્દેશ પાખંડીઓને તે સમુદ્દેશ, સાધુઓને આદેશ થાય, અને નિગ્રંથોને સમાદેશ થાય. ઇત્યાદિ દોષ યુક્ત આહાર જિનેશ્વરોએ નિષેધ કરેલો છે તો હિતના ઇચ્છુક એવા તમારાવડે ક્યા કારણથી ગ્રહણ કરાય છે ? આવી રીતે ઘેષથી દૂષિત એવો આહાર નિષેધ કરાયો હોવા છતાં પણ હે આચાર્ય તમે રાજાસંબધી અન્નને ગ્રહણ કરો છો એથી હે સુહસ્તિ આચાર્ય ! ઘણા ઘેષનો સંભવ હોવાથી આપણા બન્નેનું રહેવું એક સ્થાનમાં થશે નહિ. હવે પછી આપણા બન્નેની સ્થિતિ (રહેવું) જુદી થાઓ. કારણ કે તમો જિનેશ્વરે વર્જન કરેલું અંગીકાર કરો છો.. આર્યમહાગિરિગુરુની વાણી સાંભળીને સુહસ્તિસૂરિ વિચારવા લાગ્યા કે નિષેધ કરેલું હોવાથી મારાવડે જિનેશ્વરની આજ્ઞા લોપ કરાય છે. સુહસ્તિસૂરિ ઊભા થઈને ગુરુનાં બે ચરણોમાં લાગીને પોતાના કાર્યની નિંદા કરતાં પોતે કરેલાં પાપની ક્ષમા માંગી. યું છે કે :
सापराधोऽस्मि भगवन् - मिथ्यादुः कृतमस्तुमे । ક્ષમ્યતામપરાધોડ્યું, રિષ્યે નેતૃશં પુનઃ
શા
હે ભગવન ! હું અપરાધી છું. તમને મારું મિથ્યાદુષ્કૃત હો. મારો અપરાધ ક્ષમા કરો. ફરીથી હું આવા પ્રકારનું કરીશ નહિ. તે પછી મહાગિરિએ ક્હયું કે હમણાં તમારો ષ નથી. પહેલાં ભગવાન વીર સ્વામીએ પણ જણાવ્યું કે મારા શિષ્યની પરંપરામાં સ્થૂલભદ્ર મુનિથી પછી સાધુઓની સામાચારી પડતાં પ્રર્ક્સવાલી થશે.
એક વખત સંપ્રતિરાજાએ સુહસ્તિસૂરિની પાસે આદરપૂર્વક આપ્રમાણે શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય સાંભલ્યું.