Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 506
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની ક્યા જા एग दिवसेण जीवो - पवजमुवागओ अनन्नमणो। जइ नवि पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ। એક દિવસે દીક્ષાને પામેલો, નથી બીજામાં મન જેનું એવો જીવ જો મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક થાય ગ્રહણ કર્યો છે સંયમ જેણે એવા જીવને અહીં ધ્યાનના વિશેષથી સ્વર્ગ અને મોક્ષનાં સુખ થાય છે. એમાં સંપાય નથી. આ પ્રમાણે ગુસ્ના મુખેથી સાંભળીને સંપ્રતિ રાજાએ કહ્યું કે હમણાં ગુરુઓએ સામાયિનું સત્યફલ હયું. હે ઉત્તમ ગુરુ મેં પૂર્વભવમાં શું પુણ્ય કર્યું? કે જેથી અહીં આવા પ્રકારનું રાજ્ય પામ્યો? તે હો. આચાર્ય મહારાજે ઉપયોગ કરીને (જ્ઞાનનો ઉપયોગ મૂકીને) રાજાને કહયું કે સ્વર્ગપુરી સરખી કૌશાંબી નામે નગરી શોભે છે. ત્યાં લોકોને ભયંકર દુઃખ આપનારો દુષ્કાલ થયો. મનુષ્યો લક્ષ્મીવડે પણ દુર્લભ એવા ધાન્યને પામી શકતા નથી. ત્યાં એક વખત ઘણા સાધુઓ સાથે વિહાર કરતા સુહસ્તિ સૂરિરાજ તે પૃથ્વીપર ભવ્યજીવોને પ્રગટપણે પ્રતિબોધ કરવા માટે આવ્યા. તેવા પ્રકારનો દુષ્કાળ પડયો ત્યારે અમારા ઉપર ભક્તિવાળો લોક વિશેષ કરીને ભોજન આદિ આપવા માટે પ્રયત્ન કરતો હતો. એક વખત સાધુઓ એક શેહ્ના ઘરે ભિક્ષા માટે ગયા. તેલામાં તેઓની પાછળ રંક (ભિખારી) લાગ્યો. નહિ નહિ એ પ્રમાણે સાધુઓ કરતે છતે શ્રાવકોએ તે વખતે ઘણી વિશુદ્ધ ભિક્ષા આપી. એ પછી ગ્રહણ કર્યું છે ભોજન જેણે એવા સાધુઓ જલદી માર્ગમાં પાછા વળ્યા. તેઓને જોઈને તે રંક દીનવચન બોલતો ભોજન માંગે છે. કહયું છે. मानं मुञ्चति गौरवं परिहर त्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रयत्यकरणं, नीचत्वमालम्बते। भार्याबन्धुसुहृत्सुतेष्वपकृती र्नानाविधा चेष्टते, હિં કિં યજ્ઞ રતિ રિન્દ્રિતમ પ્ર સુથાપતિઃ ! શા. ભૂખથી પીડાયેલો એવો પ્રાણી માન મૂકી દે છે. ગૌરવનો ત્યાગ કરે છે. દિનભાવને પામે છે. લજજાને છોડી દે છે. નિર્દયપણાનો આશ્રય કરે છે. નીચપણાનું આલંબન લે છે. સ્ત્રી–બંધુ- મિત્ર અને પુત્રને વિષે પણ જુદા જુદા પ્રકારના અપકારો કરે છે. અને કઈ કઈ નિંદિત વસ્તુઓને કરતો નથી?તે પછી તે સાધુઓએ હયું કે– ખરેખર અમારા ગુરુ જાણે. અમે તો ગુરુને અધીન છીએ. માટે કંઈ આપી શકાય નહિ?તે પછી તે રંક તે યતિઓની સાથે ભોજન માંગતો હર્ષિત ચિત્તવાલો ધર્મસ્થાનકમાં (ઉપાશ્રયમાં) ગયો. તે રંક ગુરુને વંદન કરીને દીનવાણીવડે ભોજન માંગે છે. ગુરુ કહે છે કે આ ભોજન સાધુઓનેજ અપાય. જે સાધુઓ અસંયમીજનને દાન આપે છે. તે દુઃખ અને દુર્ગતિ આદિ

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522