Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 504
________________ ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની થા માતા–પિતા અને ગુરુઓની આજ્ઞાનું જે પુરુષો પાલન કરે છે. તેઓને આ લોક ને પરલોકમાં પણ સુખની પરંપરા થાય છે.’” મૌર્યરાજાના વંશમાં કોઇપણ (રાજપુત્ર) પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારો નથી. જો અહીં રહેલો હું પિતાની આજ્ઞાનો લોપ કરું તો મારાવડે કરાયેલો માર્ગ બીજાઓને પણ થશે. આથી મારે દુ:ખમાં અથવા સુખમાં પિતાની આજ્ઞા પાલન કરવી જોઇએ. પિતાની આજ્ઞાના ભંગના ભયથી કુણાલે પોતાનાં બન્ને નેત્રો એક્દમ– તીક્ષ્ણ સળીવડે તે વખતે કાઢી નાંખ્યાં (ફોડી નાંખ્યાં) લેખથી પુત્રને અંધ થયેલો જાણીને દુ:ખી થયેલો રાજા પણ વિચારવા લાગ્યો કે મેં લેખવડે પુત્રને આ જણાવ્યું ન હતું. મારાવડે અધીયતાના સ્થાને અંધીયતામ્ શું લખાયું હતું ? આથી અંધપણાના કારણથી ખરેખર હું પાપી થયો. જેવા પ્રકારનો આ પુત્ર- પ્રગટપણે રાજ્યને યોગ્ય છે. તેવા પ્રકારનો બીજો પુત્ર નથી. મારે શું કરવું? વિધાતાએ શ્રેષ્ઠ પદાર્થમાં ક્લેક્તિપણું ર્યું છે. જે કારણથી ચંદ્રને વિષે લાંછન અને સમુદ્રમાં વિધાતાવડે ખારાશ કરાઇ છે. ક્હયું છે કે : શિનિવૃત્તુત, - ટા: પદ્મનાત, जलधिजलमपेयं पण्डिते निर्धनत्वम् । स्वजनजनवियोगो दुर्भगत्वं सुरुपे, ધનપતિપળત્વ, રત્નોવીવૃતાન્ત: શા ૪૫૯ ચંદ્રને વિષે શંક – કમલના નાલમા કાંટા– સમુદ્રનું પાણી ન પીવા લાયક– પંડિતને વિષે નિર્ધનપણું– સ્વજન નો વિયોગ– સારારૂપવાલાને વિષે દુર્ભાગીપણું– ધનવાનને વિષે કૃપણપણું આ પ્રમાણે યમરાજા (વિધાતા) રત્નને ઘેષ કરનારો છે. (૧) જે રાણીવડે કપટથી તે વખતે કુણાલ અંધ કરાયો. તેના પુત્રને કપટ આર્દિન નહિ જાણનારા રાજાએ અવંતિ આપી. અને કુણાલપુત્રને (રાજાને ) આજીવિકા માટે ચંદ્રપુર નામનું શ્રેષ્ઠ ગામ આપ્યું. ગામનું રક્ષણ કરતા કુણાલની શરશ્રી નામની શ્રેષ્ઠ સ્રીએ ઉત્તમલગ્નને વિષે ઉત્તમલક્ષણથીયુક્ત પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મોત્સવ કરીને કુણાલ હદયમાં વિચારવા લાગ્યો કે જો રાજા મારી ઉપર ને મારાપુત્રઉપર તુષ્ટ થાય તો મારાવડે તુષ્ટ કરાયેલો રાજા આ પુત્રને સત્કર્મના ઉદયથી સારાદિવસે રાજ્ય આપે. આ પ્રમાણે વિચારીને તેજ વખતે પાટલીપુત્ર પત્તનમાં આવીને પડદાના આંતરાવડે રાજાની આગળ કુણાલ પ્રગટપણે ગાય છે. તે વખતે મંદ્ર–મધ્ય- આદિ સુંદર ગીતો વડે કુણાલે રાજાને તે વખતે ખુશ કર્યો. જેથી તુષ્ટ થયેલા રાજાએ આ પ્રમાણે ક્હયું: भोगायन कलागारः, त्वं याचस्व यथेप्सितम् । तुष्टो भूपो यथानृणां, दारिधं द्यति निश्चितम् ॥ તું ક્લાનો ભંડાર છે. ભોગ માટે નથી. તું ઇચ્છા મુજબ માંગ કારણ કે તુષ્ટ થયેલો રાજા મનુષ્યોના દાદ્ધિને નિશ્ચે કાપે છે. તે પછી કુણાલે કહયું કે હે રાજન્ ! જો તમે તુષ્ટ થયા છે તો તમારે મારું હેલું મારાપુત્રને આપવું તે પછી રાજાએ ક્હયું કે તારો પુત્ર માંગે તે નિશ્ચે હું આપીશ. તે પછી કુણાલે રાજાની આગળ કહયું હે રાજન ! ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર– બિંદુસારનો પૌત્ર– અને અશોકનો પુત્ર એવો આ કાણિી માંગે છે. રાજાએ કહ્યું કે હે કુમાર અહીં કાણિી

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522