________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની ક્યા
सद्भिः संसिच्यमानोऽपि, शान्तिवाक्यैर्जलैरिव । प्लुष्टपाषाणवद्दुष्टः, स्वभावं नैव मुञ्चते ॥२॥
૪૫૭
વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયા છતાં પણ જે ખલ (દુર્જન) છે તે ખલજ છે. (જુઓ) ચંદનમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ. (૧) સજજનોવડે શાંતિના વાક્યરૂપી પાણીવડે સિંચન કરાયેલો એવો પણ બળીગયેલા પથ્થરના જેવો દુષ્ટ પોતાના સ્વભાવને છોડતો નથી. (૨) આ બાજુ ચાણક્યના સેવકે ચાણક્યની આગળ આ પ્રમાણે હયું કે તમારો મિત્ર સુબંધુ નિશ્ચે તમને હણવાને ઇચ્છે છે. હે ચાણક્યા વિશ્વાસનો ઘાત કરનાર એવા તેનો વિશ્વાસ કરતા નહિ. આ બાજુતે સુબંધુએ રાજાને કાન ભંભેરાણી કરી કે આ ચાણક્ય દુષ્ટ છે. “આ દુષ્ટ આત્માએ તમારી માનું પેટ ખરેખર ચીરી નાંખ્યું છે.” તેથી બિન્દુસાર રાજા ચાણક્યઉપર કોપ પામ્યો. કેપપામેલા રાજાને જાણીને ચાણક્ય ચિંતા સહિત થયો. કૃતઘ્ન એવા સુબંધુએ મારા અને રાજાની વચ્ચે ખરેખર ભેદ કરાવ્યો છે. તે ખરેખર દુ:ખદાયક થશે. મારાવડે આ (સુબંધુ) પહેલા મંત્રીપણામાં કરાવાયો. તે મારા અપકારને માટે થયો. તે તેના કુલને ઉચિત છે. માટે હવે રાજ્યની ચિંતાવડે સર્યું. કારણ કે જે નરને આપનારી છે. આથી હવે હું સુખને માટે પરલોક સાધું. તેથી હું એવી રીતે કરું કે જેથી આ સુબંધુ મરે અથવા સાધુપણું ગ્રહણ કરે. એ પ્રમાણે ચાણક્યે વિચાર્યું. આ પ્રમાણે વિચારી દેદીપ્યમાન ગંધવડે લખેલા અક્ષરપૂર્વક દાભડો સૂક્ષ્મ એવા ઘેરાવડે બાંધીને તે મંત્રીએ તે દાભડાને ાળવડે લેપીને સારી બુદ્ધિવાલા એવા તેણે પેટીમાં મૂક્યો. અને તે પેટીને સો તાલાંવડે બંધ કરી અને તે પેટી ઘરના મઘ્યમાં મૂકીને દીનજનોને આદરથી દાન આપીને સાતક્ષેત્રમાં ધન વાપરીને તેણે અનશન લીધું. યું છે કે :–
कारणात् प्रियतामेति, द्वेष्यो भवति कारणात् ।
स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित् कस्यचित् प्रियः ॥ १ ॥
કારણથી મિત્રપણાને પામે છે. કારણથી શત્રુ થાય છે. આ જીવલોક સ્વાર્થનો અર્થી છે. કોઇ કોઇને પ્રિય નથી.
तावच्चिय सयलजणो, नेहं दरिसइ जाव नियकज्जं; નિયને સવિત્તે, વિજ્ઞાનેઠું પવદંતિનાશા
જ્યાં સુધી પોતાનું કાર્ય હોય ત્યાં સુધીજ સધળો લોક સ્નેહ બતાવે છે. પોતાનું કાર્ય પૂર્ણ થયે તે વિરલ પુરુષો સ્નેહ રાખે છે. (૧)
કોઇની પાસેથી મંત્રીએ અનશન સ્વીકારેલું જાણીને ત્યાં જઈને રાજાએ હર્ષથી મુખ્યમંત્રી ચાણક્યને ખમાવ્યો. તમે મને રાજ્ય આપવાથી જે ઉપકાર કર્યો છે મૂઢ બુદ્ધિવાલા એવા મારાવડે તે હમણાં ભૂલી જવાયો. ઘણાં પુણ્યવાલા– સર્વને ઉપકાર કરનારા એવા તમારા વિષે મૂઢ બુદ્ધિવાલા મારાવડે જે અપરાધ કરાયો જેથી કરીને અધમએવા મારી હમણાં ઘણાં દુ:ખની પરંપરાને આપનારી નરકગતિ થશે. એમાં સંશય નથી.