________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની કથા
૫૫
એક-તેજ- બીજુ લજજા-ત્રીજુ બુદ્ધિ ચોથું- જ્ઞાન અને પાંચમું કામ (૧) આ બળેલા પેટને માટે કોઇ કૃપણતા કરાતી નથી, કોના ઉમરા ઉલ્લંઘન નથી કરાયા? ઈનાટિકા ભજવાઈનથી? તમે બને ઘણે અન્ન હોવા છતાં અન આપતા નથી. તેથી આ બન્ને એક્કમ મરણ પામશે. ઘણું ધન હોવા છતાં પણ જે દાન આપતો નથી. તે અંતકાલે પોતાની લક્ષ્મીને છોડતાં નિચ્ચે શોક કરે છે. કહયું છે કે :
क्लेशाय विस्तराः सर्वे, सक्षेपास्तु सुखावहाः। परार्थं विस्तराः सर्वे, त्यागमात्महितं विदुः॥१॥ अनन्तै: पार्थिवैर्भुक्ता, कालेनोर्वी धनानिच। मेलितानि परं त्यक्त्वा, गतास्ते स्वकृतैः समम्॥२॥ गोशतादपि गोक्षीरं - मानं मूढशतादपि। मन्दिरे मञ्चकः स्थानं - शेषा परपरिग्रहाः ॥३॥
સર્વ વિસ્તાર એ ક્લેશને માટે થાય ને સર્વસંક્ષેપ એ સુખને પમાડનાર છે. સર્વવિસ્તાર એ પારકાના ઉપકાર માટે છે. અને ત્યાગ એ આત્માને હિતકારી છે. (૧) કાળે કરીને અનંત રાજાઓએ પૃથ્વીને ભોગવી છે. ધન ભેગાં કર્યા છે. પરંતુ તેઓ છોડીને પોતાના કર્મની સાથે (પરલોકમાં) ગયા છે. (૨) સો ગાયો કરતાં પણ એક ગાયનું દૂધ, સેંકડો મૂઢા કરતાં પણ એક માન, મણ) (અનાજ), ઘરમાં ખાટલા સરખું સ્થાન પોતાનું સ્થાન છે. બાકીનો પરિગ્રહ પારકા માટેનો છે. (૩) તે પછી ચાણક્ય અને રાજા ગુરુનાં ચરણોને ખમાવીને કહેવા લાગ્યા કે તે બન્ને મુનિવરવડે મારા. ઘરમાં શુદ્ધ અન્નગ્રહણ કરાઓ. ચાણક્ય કહયું કે હે રાજન આપ ભાગ્યશાળી થયા. કારણકે આ બન્ને મુનિઓવડે ભોજન ખાવાથી તમે નિષ્પાપ કરાયા છે. ત્યારથી માંડીને ચાણક્ય અને રાજા ભક્તિપૂર્વક ગુરુઓને શુદ્ધ અન્ન પડિલાભીને પછી તે બને જમતા હતા. કહયું છે કે:
पढमं जइण दाऊणं, अप्पणा पणमीऊण पारेइ। असईअ सुविहियाणं, भुंजेइ अ कयदिसालोओ॥१॥
પહેલાં પોતાની જાતે સાધુઓને આપી, પ્રણામ કરી, પછી પચ્ચકખાણ પારે. જો સુવિહિત સાધુ (નો યોગ) ન હોય તો દિશાઓમાં તપાસ કરી પછી જમે. (૧)
वंसहीसयणासण भत्तपाण भेसज्जवत्थपत्ताई। जइविन पज्जत्तघणो, थोवाउ वि थोवयं देइ ॥१२॥
વસતિ (ઉપાશ્રય) શયન-આસન- ભોજન પાણી– ઔષધ-વસ–પાત્ર- જો ઘણું ન હોય તો થોડામાંથી થોડ પણ આપે. (૧૨) ચાણક્યની બુદ્ધિથી અનેક દુ:શક્ય એવા પણ શત્રુઓ પાસે રાજાએ પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી.