________________
ધર્મની પ્રભાવના કરનાર શી સંપતિ રાજની કથા
૪૫૩
હતો, કહ્યું છે કે – એક યોજન જતાં હાથીના પગલાં પ્રમાણ સોનું અને એક દિવસે ઉત્પન્ન થયેલા જાતિવંત અશ્વો વગેરે તે પછી તે પૈસાદારે તેટલી લક્ષ્મી રાજાને આપી કે જે લક્ષ્મીવડે તેજ ક્ષણે રાજાનો ખજાનો ભરાઈ ગયો.
આ પ્રમાણે ચાણક્ય વડે ચંદ્રગુપ્ત રાજાનો ભંડાર સોના-સ્પા વગેરે અને વસ્ત્ર આભૂષણના સમૂહવડેભરી દેવાયો. તે દેશમાં બારવર્ષનો દુકાળ પડ્યો ત્યારે ધનનાં મૂલ્યોવડે કોઈ ઠેકાણે થોડું પણ ધાન્ય મેળવાતું નથી.
माता पुत्रं प्रिया कान्तं, कान्त: पत्नी वरामपि। त्यक्त्वा गच्छन्ति दूरे तु, न कोऽपि कस्य विद्यते॥
માતા-પુત્રને પ્રિયા પતિને, પતિ શ્રેષ્ઠ એવી પણ પત્નીને છોડીને દૂર જાય છે. કોઈ કોઈનું થતું નથી. ચંદ્રગુપ્ત રાજાના ગુરુ સુસ્થિત નામના આચાર્ય તે વખતે અન્નના અભાવથી પોતાના ગણને દૂરદેશમાં મોકલ્યો. પૂજય-ગુસ્ના વિયોગને સહન નહિ કરતા સોમ અને શુભંકર નામના બે નાના સાધુઓ શ્રીગુસ્ની સેવામાટે ત્યાં રહયા. કહયું છે કે –
श्लाघ्यन्ते गुरवः शश्वत् - सूत्रार्थयोः प्रकाशकाः। याम्यां विज्ञायते सर्वं हिताहितादि सर्वतः ॥१॥ જાય તેવા સર્વિઃ, મવતિ પુરવ: સલા ત: સેવ્યા: સલા સદ્ધિ - રવો હિમચ્છમ: રા
હંમેશાં સૂત્ર અને અર્થને પ્રકાશ કરનારા ગુઓ વખાણાય છે. જેમની પાસેથી ચારે તરફથી સર્વ હિતાહિત આદિ જણાય છે. (૧)સર્વર (ભગવંત) હંમેશાં હોતા નથી.ગુઓ હંમેશાં હોય છે. આથી હિતને ઇચ્છનારા સપુષોએ હંમેશાં ગુરુની સેવા કરવી. (૨) ગુએ કે હમણાં અહીં રહેલા તમે સારું નથી કર્યું. ખરેખર તમે બન્ને દુઃખરૂપી સમુદ્રમાં પડશો. તો પણ શ્રેષ્ઠ આરાયવાલા તે બન્ને નાના સાધુઓ ગુરુ મહારાજની ભક્તિથી ત્યાં રહયા. ભોજન પાણી આપવાવડેશ્રી ગુનાં ચરણોની સેવા કરે છે. અલ્પએવી ભિક્ષાવડે દુઃખી થતા તે બન્નેનાના સાધુઓએ એકાંતમાં વિચાર કર્યો કે ભિક્ષા વિના મરી જવાશે. એક વખત એકાંતમાં ગુવડે સાધુઓને કહેવાતું અદેયપણાને કરનારું દિવ્ય અંજન તે બન્ને નાના સાધુઓએ સાંભળ્યું. ભૂખ્યા થયેલા તે બન્ને નાના સાધુઓ તે અંજનવડે નેત્રને આંજીને નથી ઓળખાયાં અંગ જેનાં એવા (ત) હંમેશાં ચંદ્રગુપ્ત રાજાના ભોજનમાં ખાવા લાગ્યા. આ પ્રમાણે હંમેશાં તે બન્ને જમતા હતા ત્યારે રાજા ઉણોદરીપણાને ભજનારો દુઃખી તપસ્વી પેઠે કૃશ થયો. ક્યું છે કે:- કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ ધીમે ધીમે ચંદ્રગુપ્તરાજા તે બન્ને વડે આંચકી લેવાયું છે ભોજન જેનું એવો રાજા થયો. કહયું છે કે:
लज्जामुज्झति सेवतेऽन्त्यजजनं, दीनं वचोभाषते, कृत्त्याकृत्य विवेकामाश्रयति नो नापेक्षते सद्गतिम्। भण्डत्वं विदधाति नर्तनकलाभ्यासं समभ्यस्यते, दुष्पूरोदरपूरणव्यतिकरे किं किं न कुर्याजन: ? ॥१॥