Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૪૫૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર યાચકોને ઇચ્છા મુજબ દાન આપ્યું. તે પછી નંદરાજાના આવાસમાં ચંદ્રગુપ્તને પર્વતરાજા બેઠા અને નંદરાજાની લક્ષ્મી પરસ્પર વહેંચવા માટે શરૂઆત કરી. નંદરાજાના ઘરમાં દેવાંગના સરખી એક ક્યા હતી. તેના સ્વરૂપને નહીં જાણતાં પર્વતરાજાવડે વરાઇ, (પરણાઈ) તેનો ન્યાનો હાથ લાગે ક્ષે એક્રમ પર્વતરાજા દાહજવરથી વ્યાપ્ત થયેલો મરણાભિમુખ થયો. પ્રયત્નથી ઘણા ઉપચાર ક્ય તો પણ પર્વતરાજા કર્મયોગથી મરણ પામ્યા.
श्रियो विद्युल्लोलाः कतिपयदिनं यौवनमिदं, सुखं दुःखाघ्रातं वपुरनियतं व्याधिविधुरम्। दुरापा: सत्पत्न्यो बहुभिरथवा किं प्रलपितै - रसारः संसारस्तदिह निपुणं जागृत जनाः ! ॥ माता पिता भैषजमिष्ट देवो, विद्या प्रिया नन्दनबन्धवाश्व। गजाश्वभृत्या बलपद्मवासे - नेशाजनं रक्षितु मन्तकाले॥
લક્ષ્મી વીજળી સરખી છે. આ યૌવન કેટલાક દિવસનું છે. સુખ એ દુ:ખથી વ્યાપ્ત આ શરીર અસ્થિર છે. અને વ્યાધિથી વ્યાપ્ત–ભરેલું છે. ઉત્તમ પત્નીઓ દુઃખે કરીને મળી શકે એવી હોય છે. અથવા તો તે મનુષ્યો ઘણું બોલવાવડે શું ? આ સંસાર અસાર છે. જેથી તમે નિપુણપણે જાગો. માતાપિતા-ઔષધઈષ્ટદેવ વિદ્યા -પ્રિયાપુત્ર- બાંધવ- હાથી– ઘોડા–ને સેવકો મૃત્યુ સમયે અંતકાલે રક્ષણ કરવા માટે સમર્થ ન થયા. અર્ધરાજયને લેનારો પર્વતરાજા જલદી ચંદ્રગુપ્તના પુણ્યના ઉદયથી એક્ટમ મૃત્યુ પામ્યો. હયું છે કે
सत्तुं शरीरायत्तुं, दैवायत्तिरिद्धि, इक्कलउ बहुहिं भिडइ, जिहां साहस तिहा सिद्धि ॥१॥ खेडी म खूटा टालि, खूटा विणु वाखइ नहीं; साहसी हुतउ हलि वहइ-देवह तणइ कपाली॥२॥ उद्यमं कुर्वतां पुंसां, भाग्यं सर्वत्र कारणम् समुद्र मथनाल्लेभे, हरिर्लक्ष्मी हरो विषम्॥३॥
શત્રુ શરીરને અધીન થાય છે. ઋફ્રિભાગ્યને અધીન થાય છે. એક્લો ઘણાની સાથે લડે છે. જ્યાં સાહસ હોય છે ત્યાં સિદ્ધિ થાય છે. (૧) ખૂટાને ખેડતો નહિ ને મૂંટાને ટાલ્યા વિના રહેતો નથી. જે સાહસી હોય છે તે ભાગ્યના કપાળમાં હલ વહન કરે છે. (૨) પુરુષને ઉદ્યમ કરતે ને સર્વ કાણે ભાગ્ય કારણ છે. સમુદ્ર મંથનથી વિષ્ણુએ લક્ષ્મીને મેળવી અને શાંકરે ઝેર મેળવ્યું. (૩) બે રાજ્ય થયે છતે મંત્રી વગેરેએ હર્ષથી ચંદ્રગુપ્ત રાજાનો રાજયાભિષેક કર્યો. ચાણક્ય વિશેષ કરીને સર્વરાજ્યની ચિંતા કરતો આત્માની જેમ સતત રાજાને અત્યંત વલ્લભ થયો. હયું છે કે –
महावीरस्य देवस्य मुक्तेः वर्षशते गते। पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवनृपः॥१॥