Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ધર્મની પ્રભાવના કરનાર શ્રી સંપ્રતિ રાજાની ક્યા
૪૪૯
પક્ષીઓ ફલ વગરના વૃક્ષને છેડી દે છે. સારસ પક્ષીઓ સુકાયેલા સરોવરને છેડી દે છે. ભમરાઓ વાસીફૂલને છેડી દે છે. મૃગો બળેલા વનના છેડાને છેડી દે છે. વેશ્યાઓ ધન વગરના પુરુષને છોડી દે છે. સેવકો ભ્રષ્ટ થયેલા રાજાને છેડી દે છે. સર્વ લોકો કાર્યના વણથી જ અહીં આનંદ પામે છે. કોઈ કોઈને વહાલો નથી. (૧) ચાણક્યના વચનથી ચંદ્રગુપ્ત ને પર્વતરાજા જયારે (પાછા) ખસીને રહયા ત્યારે લોકો ચાણક્યનો આશ્રય કરવા લાગ્યા. કહયું છે કે
मायाशीलह माणुसह, किम पत्तिजणु जाइ। नीलकंठ महुरं लवइ, सविषभुयंगम खाइ॥१॥
માયાશીલ મનુષ્યનો કઈ રીતે વિશ્વાસ કરી શકાય? મોર મીઠું બોલે છે. અને ઝેરવાળા સર્પને ખાઈ જાય છે. (૧) ચાણક્ય કહેલા સમયે ચંદ્રગુપ્ત અને પર્વતરાજા ચિંતવાયા વગરના (ઓચિંતા) ગુપ્તપણે સેનાસહિત નગરમાં આવ્યા. ક્ષીણ થયો છે ખજાનો જેનો એવો નંદરાજા તે વખતે ચાણક્યવડે આ પ્રમાણે કહેવાય કે હે રાજા ! હમણાં તારાગ્રહો પ્રતિક્ત છે. હમણાં તમારાવડે ઉપાયપૂર્વક પ્રાણો રક્ષણ કરી શકાય. તે પછી આગળ તમારા જીવતાં અથવા મરતાં ક્યાંય લ્યાણ નથી. નંદરાજાએ કહયું કે હમણાં મારા વડે કઇરીતે રક્ષણ કરાય? તે પછી ચાણક્ય ધ્યાન કરીને તે રાજાને હયું.
હે રાજન! બે સ્ત્રી સહિત ને કંઇક ધનસહિત ધર્મદ્ધારરૂપી રથવડે કરીને તું હમણાં નીકળી જા હે રાજન ! ધ્યાન કરતે ણે મારા દ્રષ્ટિગોચરપણામાં કોઈ બલવાન રાજા તને વિળ કરશે નહિ. નંદરાજા બે સ્ત્રી અને એક પુત્રી લઈને જયારે નીકળે છે. તે વખતે નંદપુત્રી પણ નીકળી. ચંદ્રગુપ્ત રાજાને જોઈને નંદની પુત્રી રમા તે કામદેવ સરખા તેને વરવા માટે અત્યંત કામાતુર થઈ. પુત્રીનહૈિયામાં રહેલા ચંદ્રગુપ્તને જાણીને પિતાએ કહયું કે હે પુત્રી ! પોતાની ઈચ્છા મુજબ તું જા. અને ચંદ્રગુપ્ત રાજાને વર કયું છે કે :
वरीतुं तु वरं कन्या, स्वान्तचिन्तितमेव हि। ईहते तु विशेषण, क्षत्रियस्य च कन्यका॥१॥
ન્યા પોતાના હૈયામાં ચિંતવેલા વરને વરવા માટે ઇચ્છે છે. ને વિશેષ કરીને ક્ષત્રિય ક્યા ઇચ્છે છે. તેથી તેનાથી ઉત્પન્ન થયેલી–નંદની પુત્રી–રથમાંથી વેગથી ઊતરીને ચંદ્રગુપ્તના રથમાં ચઢી ગઈ. તે વખતે તે રથના નવઆરા ભાંગી ગયા. ચંદ્રગુપ્ત ચાણક્યને કહયું કે આ કન્યા સારી નથી. ચાણક્યે હયું કે પાપ વગરની આ ન્યા-તારી થશે. હે રાજના તારાવડે આ ન્યા- પરણાશે ત્યારે નવરાજા સુધી તારું રાજ્ય અખંડ થશે. જે કારણથી રાજાઓ હાથી ઉપર ચઢતા નથી. પણ રથનો આશ્રય કરનારા હોય છે. આવેલી તે ન્યા ચંદ્રગુપ્ત વડે પરણાઈ–ચાણક્ય કહયું કે હે સ્વામિ શરૂઆતમાં સ્વયંવરા એવી લક્ષ્મી આવી. આથી તમારું વૃદ્ધિપામતું મોટું રાજય થશે.
તમારે સર્વસ્ત્રીઓમાં આને મુખ્ય કરવી. તે પછી તે શ્રેષ્ઠરાજ્યઉપર સારા ઉત્સવપૂર્વક ચંદ્રગુપ્ત બેઠે. અને