Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
માણસને પ્રપંચથી પૂછીને આવતો જાણ્યો. તેનું પેટ ચીરીને જલદી દૂધ વગેરે લઇને પાત્રમાં નાંખીને ચાણક્ય ચંદ્રગુપ્ત પાસે આવ્યો. ચાણક્યે સ્વામીભક્તિથી દૂધ વગેરે ચંદ્રગુપ્તને ખવરાવીને જલદી સ્વચ્છ પાણી પાયું. તે પછી સ્વસ્થ થયેલા ચંદ્રગુપ્તે ચાલતાં ચાણક્ય મંત્રીને કહયું કે હું તમારા ઉપકારથી ક્યારે છૂટીશ. તે પછી પોતાનું પેટ ભરવા માટે નગરમાં ભમતા ચાણક્યે કોઇના ઘરમાં આવા પ્રકારનું વચન સાંભળ્યું. હે બાલકા ઊની રાબમાં ચાણક્યની (જેમ) હાથને નાંખતો પહેલાં નંદના નગરને વીંટવાથી ચાણક્ય જેવો ન થા. પહેલાં બહાર રહેલી રાબ ધીમે ધીમે ખાવી જોઇએ. પછી વચ્ચેની રાબ– અવિરતપણે ખા.
૪૪૮
આ સાંભળી ચાણક્યે વિચાર્યું કે આ સ્રી મને અત્યંત ઠપકો આપે છે. શરુઆતમાં મારે ચારે તરફનાં ગામોને મજબૂતપણે સ્વીકાર કરવાં. તે પછી સુખપૂર્વક પાટલી પુત્ર-શહેર ગ્રહણ કરાય. તે પછી મારાવડે નિશ્ચે નંદરાજા પણ સુખવડે હણાય. નંદરાજાનું રાજ્ય ચંદ્રગુપ્તને અપાશે. તેથી પોતાનો મનોરથ નિશ્ચે પૂર્ણ થશે. તે પછી હિમવંતના શિખરપર જઇને ચંદ્રગુપ્ત સહિત ચાણક્યે પર્વતરાજાસાથે ગાઢમૈત્રી કરી. ચાણક્ય ગુરુની જેમ ચંદ્રગુપ્તની આનંદથી સેવા કરે છે. નંદના રાજ્યઉપર ચંદ્રગુપ્તને સ્થાપવાને ઇચ્છતા બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ચાણક્યે પર્વતરાજાને કયું: જો તું મારું યું કરે તો હમણાં જલદી નંદરાજાનું અર્ધરાજ્ય તને અપાશે. ને પ્રપંચથી ચંદ્રગુપ્તને મારે અર્ધું રાજ્ય આપવાનું છે.
પર્વતરાજાએ કબૂલ કર્યું ત્યારે ચાણક્ય મંત્રીશ્વર પર્વતરાજા સહિત નંદના દેશમાં આવ્યો. ચારે તરફનાં ગામો નગર ને હ્લિાઓને બુદ્ધિથી વશકરતો અનુક્રમે ચંદ્રગુપ્ત પર્વતરાજા સહિત ગયો. ઘણી સેનાનીસાથે પાટલીપુત્રના છેડા સુધી જઇને નંદને જીતવા માટે ચાણક્ય સહિત ચંદ્રગુપ્ત રહયો. ચંદ્રગુપ્તના સૈન્યવડે પાટલીપુત્ર ઘેરાયે તે પ્રજા સહિત નંદરાજા વિશેષ વ્યાકુલ થયો. ચંદ્રગુપ્તે નંદની સાથે તેવીરીતે યુદ્ધ કર્યું કે જેથી નગરીનાં દ્વારો બંધ કરીને નંદરાજા યુદ્ધમાં તત્પર રહયો. જ્યારે ચંદ્રગુપ્તવડે પાટલીપુર ગ્રહણ કરાતું નથી. ત્યારે ચાણક્ય માતૃકાઓનું અદ્ભુત બલ જાણ્યું. પોતાના હાથમાં પુસ્તક કરીને ચાણક્ય નગરની અંદર જઈને લોકોવડે પુછાયેલો ચૌટામાં કંઇક કંઇક બોલે છે. લોકોવડે પૂછાયું કે– આ નગર ઘેરામાંથી ક્યારે છૂટશે? ચાણક્યે ક્હયું કે ભયપામતાં એવા મારાવડે હેવું શક્ય નથી. લોકોએ કહયું કે તમને કોનાથી ભય છે તે હો! ચાણક્યે ક્હયું કે– માતૃદેવીઓની પાસેથી ભય છે. લોકોએ ક્હયું કે તમારાવડે અમારી આગળ હમણાં જે જે ક્લેવાશે તે તે અમારાવડે દુષ્કર પણ સુકર કરાશે. ક્ષણવાર ઘ્યાનનું નાટક કરીને ચાણક્યે કહયું કે દેવમંદિરમાં આગળ જે સાત માતાઓ રહી છે. તેઓને જો બીજા દેવમંદિરમાં સ્થાપન કરવામાં આવે તો બધા લોકોને નિશ્ચે સુખ થશે. તે પછી નગરજનોએ તે માતૃમંડળને ઉખેડી નાંખ્યું. અને નગરના સુખનેમાટે બીજા (દેવ) ઘરમાં મૂક્યું મનુષ્ય પોતાના માટે શું શું અકાર્ય કરતો નથી? તે વખતે મનમાં અત્યંત હર્ષપામેલા ચાણક્યે ક્હયું કે
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कंसर: सारसा:, पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः । निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टंनृपं सेवकाः ; सर्वं कार्यवशाज्जनोऽत्र रमते नो कस्य को वल्लभः ॥ १ ॥