________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર ચાણક્ય ગયો ત્યારે રાજા વિચારવા લાગ્યો કે આઠ નંદરાજાઓએ આઠ સુવર્ણ પર્વતો (ટેકરીઓ) નિચે ક્ય છે. હું હમણાં નવમો સોનાનો પર્વત જલદી કરું? પછી તે નંદે પણ સોનાનો પર્વત કરાવ્યો. તે નગરમાંથી નીકળીને કપરૂપી અગ્નિવાળો ચાણ ક્ય વિચારવા લાગ્યો. બિંબથી અંતરાલ રાજા થઈને હું રાજ્ય કરું.
कइ अप्पण पइ थाइ, कइ प्रभु कीजइ हाथि। कज्जकरे वा मानुसह, बीजआ माग न अत्थि॥१॥
કેટલાક મનુષ્યો) પોતાના હાથે સ્વામી થાય છે. કેટલાક (મનુષ્યો) પ્રભુના હાથે સ્વામી ાય છે. મનુષ્યને કાર્ય કરવામાં બીજો માર્ગ નથી (૧) રાજયયોગ્ય માણસને જોવા માટે ભ્રમણ કરતો ચાણક્ય બ્રાહ્મણ નંદરાજાના મયૂરનામના ગામમાં આવ્યો. ત્યાં રાજાના ગરાસને ખાતો મયૂરપોષક મયૂરોને તેની રક્ષા કરવાથી પોષણ કરતો હતો. ત્યાં ઘરે ઘરે ભિક્ષાને માટે ભ્રમણ કરતો ચાણક્ય તે મયૂરપોષકના ઘરે આવ્યો. તે મયૂર પોષકની પુત્રી રૂપસંજુષા ગર્ભવાલી થઈ ત્યારે ચંદ્રનું પાન કરવા માટે દોહદ થયો. ચાણક્ય મોરપોષક્ની પાસે આદરપૂર્વક પૂછ્યું કે ક્યા કારણથી કાળું મુખ જોવાથી તારું દુઃખ દેખાય છે? મયૂરપોષકે પુત્રીનો હદ ધો ત્યારે ચાણક્ય કહયું કે, તમારે જલદી ઉપચાર કરવો જોઇએ. જો દેહદ પૂરવામાં નહીં આવે તો તેનું જલદી મરણ થશે. મયૂરપોષકે કહ્યું કે તો ઉપચાર કરો. ચાણક્ય કહયું કે- જો તમે ઉત્પન્ન થયેલા બાળકને મને આપો તો હમણાં દેહદપૂર્ણ થાય. જો એમ નહિ કરે તો તમારી પુત્રી જલદી મરી જશે. તે પછી માતા-પિતાએ ભયથી તેનું વચન માન્યું. ચાણક્ય છિદ્ર સહિત અદ્ભુત મંડપ કરાવ્યો. તેની નીચે ઊંચા મુખવાલી સ્ત્રીને સુવડાવી. પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રીએ આકાશની મધ્યમાં ચંદ્ર હતો ત્યારે ચાણક્ય તેને (ત સ્ત્રીને) ચંદ્રનું બિંબ બતાવ્યું. તેના (ચંદ્રના) મુખ ઉપર સાકર મિશ્રિત દૂધ નાખવાથી ચંદ્રના અમૃતના પાનની ઈચ્છા બુદ્ધિના બલથી પૂર્ણ થઈ.
અનુક્રમે ચંદ્ર આગળ ગયો ત્યારે લોકો આ પ્રમાણે હેવા લાગ્યા કે આ સ્ત્રીએ હમણાં નિચ્ચે અમૃતથીપૂર્ણ એવા ચંદ્રનું પાન ક્યું. તે પછી મયૂરપોષની પુત્રી અત્યંત સ્વસ્થ થઈ. સુખને પામેલી એવી તેણીએ સુંદર વેલાએ પુત્રને જન્મ આપ્યો. આનો દેહદ ગુપ્ત ચંદ્રથી તેનું પાન કરવાથી પૂર્ણ થયો. આથી પિતાએ હર્ષથી તેનું ચંદ્રગુપ્ત એવું નામ આપ્યું.
આ બાલને હું અવસરે અંગીકાર કરીશ. આથી હમણાં ધન ઉપાર્જન કરવા માટે હું પૃથ્વીતલમાં ભયું. આ પ્રમાણે વિચારીને તે ચાણયે ગામે ગામે અને નગરે નગરે ધાતુના જાણકારોને પૂછીને તેણે ધનમાટે ધાતુવાદ ક્ય.
આ તરફ બધા બાળકો સાથે ચંદ્રગુપ્ત દિવસે દિવસે રાજરોજ) ક્રીડા કરતો પોતે જાતે નિષ્ણે ગામનો- નગરનો સ્વામી થાય છે. તે બાળકોને હાથી કરીને ઘોડા કરીને તેની ઉપર ચઢતો હતો. ઘણું કરીને પોતપોતાનાં કાર્યથી ભાવિનું સ્વરૂપ જણાય છે. બનાવટી હાથી-ઘોડા આદિવડે રાજ્ય સ્થિતિ કરતાં ચંદ્રગુપ્તને જોઈને ચાણક્ય કહયું કે હે કુમાર મને અશ્વ વગેરે આપ. તે પછી કુમાર બોલ્યો કે તમે અસ્વ હસ્તિ આદિ ધન ઈચ્છા મુજબ ગ્રહણ કરશે. ચાણક્ય વિચાર્યું કે આ મહાપુરુષ દાનમાં પરાક્રમી છે. તે પછી બાળકની આગળ પોતે કરેલો પૂર્વનો ઉપકાર @યો. જો તું મારી સાથે