Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 490
________________ ધર્મની પ્રભાવના કરનાર થી સંપ્રતિ રાજાની ક્યા વાદળાંઓ વિશાખાના અંત સુધી હોય છે. રાજ્ય નરના છેડાવાળું કહેવાય છે. પ્રાસાદ ધ્વજના છેડા સુધી હોય છે. ને મુક્તિના છેડા સુધી સુખ કહેવાય છે. પુત્ર રાજય ન પામે એ માટે ચણી બ્રાહ્મણે તે બાલકના સર્વદાંતોને કર્કશ એવા પથ્થરવડે અત્યંત ઘસી નાખ્યા. પિતાએ દાંતો ઘસવાનો વૃત્તાંત ો ત્યારે તે મુનિએ ક્હયું કે દાંત ઘસવાથી આ (પુત્ર) બિંબાન્તરિત રાજા થશે. પિતાએ ત્યારે તે બાલકનું ચાણક્ય એ પ્રમાણે નામ આપ્યું અને અનુક્રમે પંડિત પાસે પુત્રને શાસ્ત્રો ભણાવ્યાં. કૃષ્ણ બ્રાહ્મણની કુંતી નામની પુત્રીને બ્રાહ્મણોમાં ઉત્તમ એવા ચણીએ બીજા સારા દિવસે પુત્રની સાથે પરણાવી. ચણીના ઘરમાં દુ:ખદાયક એવું દારિદ્રય હતું., તેથી પગલે પગલે સતત અપમાન મળે છે. દારિદ્રના સાથે છે ઉદય અને નાશ જેનો એવા પાંચ સેવકો છે. પહેલું દેવું– બીજું ધૈર્ભાગ્ય– ત્રીજું આળસ– ચોથું ભૂખ અને પાંચમું પુત્રની પરંપરા– વિવાહ હતો ત્યારે જ્યારે ચણીની ભાર્યા પિતાના ઘરે ગઇ ત્યારે ઘણા સજ્જનો આવ્યા. સુંદર–દિવ્ય વસ્રો અને આભૂષણથી ભૂષિત એવી બહેનો પણ આવી. ખરાબ આભૂષણવાળી ચણીની પત્નીની ઘણી હાંસી કરી. કહયું છે કે: જે વિદ્યાવડે વૃદ્ધ છે. જે તપથી વૃદ્ધ છે. જે બહુશ્રુત (જ્ઞાન) વૃદ્ધ છે. તે સર્વે ધનવૃદ્ધના (ધનવાનના) દ્વારમાં ચાકરોની જેમ ઊભા રહે છે. ૪૪૫ ચણીની પ્રિયા વિચારવા લાગી કે આ સંસાર અસાર છે. કારણ કે ખરાબ વસવાલી એવી મને બહેનોએ પણ હાંસી કરી. ક્હયું છે કે:– જેની પાસે ધન છે. તે મનુષ્ય કુલવાન છે તે પંડિત છે. તે જ્ઞાની છે. તે ગુણને જાણનારો છે. તે જ વક્તા છે. તે જ માન કરવા લાયક છે. સર્વેગુણો સોનાનો આશ્રય કરે છે. પોતાના ઘરે આવેલી કરમાયેલા મુખવાલી પોતાની શ્રેષ્ઠ પ્રિયાને જોઇને ચણી બ્રાહ્મણે ક્હયું કે હે પ્રિયા! તું હમણાં કેમ દુ:ખી થઇ છે ? પત્નીએ પોતાના દુ:ખનું સ્વરુપ કહતે છતે ચણીએ ક્હયું હે પ્રિયા ! દુઃખ ન કરવું. તને સુખ થશે. न ह्येक दिशया कालो - गमिष्यति नृणां क्वचित् । यतोऽर्के द्वादशावर्यावर्योऽवस्था क्रमात् पुनः ।। મનુષ્યોનો કાલ (સમૂહ) કોઇ ઠેકાણે એક દિશાએ જશે નહિ. કારણ કે સૂર્યને બાર શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ અવસ્થા અનુક્રમે હોય છે. પાટલિપુત્ર નગરમાં યાચકોને ધન આપતા નંદરાજાને આદરપૂર્વક સાંભળીને ત્યાં ચાણક્ય ગયો. રાજાના સેવકોએ આસનો શોભાવ્યાં. ત્યારે તે બ્રાહ્મણ મૂલ આસનપર પોતાની ઇચ્છાપૂર્વક સિંહની જેમ બેો. પુત્ર સહિત નંદે આવીને બ્રાહ્મણવડે મૂલ આસન રોકાયેલું જોઇને રોષવડે મોટા અવાજપૂર્વક ચાકરોને કહયું. આ દુષ્ટ બ્રાહ્મણને મૂલ એવા આસન ઉપરથી ઉઠાડી મૂકો. તે પછી રાજસેવકે ચાણક્ય બ્રાહ્મણને ાં આ આસન ઉપરથી ઊભો થા. બીજા આસન ઉપર બેસ. ત્યારે ઉઠાડાતાં એવા તે બ્રાહ્મણે બીજા આસન ઉપર પોતાનું કમંડલું મૂક્યું. દંડવડે ત્રીજું આસન, જપમાલાવડે ચોથું આસન અને જનોઇવડે પાંચમું આસન રોક્યું. બળાત્કારે ઊભા કરાતા ચાણક્ય. રાજાને ક્હયું કે પુત્રસહિત આપને હું રાજ્ય ઉપરથી દૂર કરીશ. રાજાએ ક્હયું કે આ બિચારો દિવસના અંતે ખાલી જગ્યામાં (ખુલ્લી જગ્યામાં) સૂઇ ગયો હશે. તેથી વાયડો થયો છે. તેથી હમણાં આ પ્રમાણે બોલે છે.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522