________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
संपद-विक्कम-बाहड-हालपलित्तामदत्तरायाई। जं उद्धरिहंति जयउ - तं सित्तुंजय महातित्थं ॥२९॥
ગાથાર્થ સંપ્રતિ રાજા- વિક્રમરાજા- બાહડમંત્રી- શાતવાહન રાજા – પાલિપ્તસૂરિ– આમરાજા-દરરાજા વગેરે જેનો ઉદ્ધાર કરશે તે શત્રુંજયતીર્થ જય પામો. (૯)
ટીકાર્થ: સંપ્રતિરાજા (કુણાલકુમાર) વિક્રમાદિત્યરાજા– બાહડમંત્રી શાતવાહનરાજા- પાદલિપ્તસૂરિ– આમરાજા– દત્તરાજા વગેરે ઘણા રાજાઓ જે તીર્થનો ઉદ્ધાર કરશે તે મહાતીર્થ જગતના મનુષ્યોની મધ્યમાં વર્તે છે. તેમાંથી પ્રથમ સંપ્રતિરાજાનો સંબંધ લખાય છે. તે આ પ્રમાણે.
OUULAA
ધર્મની પ્રભાવના કરનાર શી સંપ્રતિ રાજાની ક્યા
| | | | | | | |T
GEEEEEEEEH
પાટલીપુર નામના નગરમાં પહેલા આઠ નંદરાજાઓ થયા. જેમણે પોતાની ભુજાના બલવડે અનેક રાજાઓને વશ ર્યા હતા. તેઓનાં આઠ ચરિત્રો- સુવર્ણમય પર્વતો (ટરી)ની રચના વગેરેપ તે તે શાસ્ત્રોમાંથી જાણવાં. નવમા નંદનું કાંઈક સ્વરૂપ સંક્ષેપથી કહેવાય છે.
આ બાજુ ગોલ્લ નામના દેશમાં ચણક નામના ગામમાં ચણી નામે બ્રાહ્મણ-જૈન ધર્મની ક્યિામાં કર્મઠ (સમર્થ) હતો. તેને ભદ્રસ્વભાવવાળી ચણેશ્વરી નામે શ્રેષ્ઠ પત્ની હતી. તે બ્રાહ્મણ કુળમાં આવેલા ધર્મને એક ક્ષણ પણ છેડતી ન હતી. કહયું છે કે: ધર્મ એ ધનને ઇચ્છનારાઓને ધન આપનારો છે. કામને ઇચ્છનારાઓને કામ આપનારો છે. અને પરંપરાએ ધર્મ મોક્ષને સાધનારો છે. અનુક્રમે શીલથી શોભતી ચણેશ્વરીએ સારા દિવસે જેમ પૃથ્વી અભુત નિધાનને ઉત્પન્ન કરે છે તેમ પુત્રને જન્મ આપ્યો. પિતાએ જન્મવખતે પુત્રના મુખમાં દાંતોને જોઈને તે વખતે સાધુઓને પૂછયું કે આ પુત્રને વિષે શુભ અથવા અશુભ શું થશે? મુનિએ કહ્યું કે તારો આ પુત્ર અનુક્રમે રાજા થશે, (પિતા) ચણીએ વિચાર્યું કે આ પુત્ર રાજયથી નરકમાં જશે. કહયું છે કે –
विशाखान्ता घना राज्यं, नरकान्तं निगद्यते। प्रासादः स्याद् ध्वजान्तोहि, मुक्त्यन्तं सातमुच्यते॥१॥