Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 487
________________ ૪૨ શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર તેવા પ્રકારની બીજી કથા લ્યાણ નગરમાં વસેન રાજાના ઘરમાં-પ૬– ટંક હતા. આ બાજુ ચંદ્રપુર નગરમાં વીરરાજાને પાંચ લાખ શ્રેષ્ઠ સુભટો ને એક લાખ ઘોડા હતા. દર વર્ષે વીરરાજા લ્યાણનગરને ભાંગીને જયપતાકા મેળવે છે. પણ વૈભવ ને પામતો નથી. સિપાઈઓ હંમેશાં માણસોનાં મસ્તકો લાવે છે. તેને રાજા એક હજાર ટંક આપે છે. ક્ષીણ બલવાલા થઈને આવતા એવા તે શત્રુ-રાજાએ મંત્રીને કહયું કે આ વસેન ધી રીતે જિતાશે?તે પછી મંત્રીએ કહયું કે મને નગરજન અને પૃથ્વીની સાક્ષીએ પોતાના દેશમાંથી કાઢી મુકો. તે પછી ભગવાન એવો તે મંત્રી અનુક્રમે કાઢી મુકાયો. ભગવાન નામને ધારણ કરનારો તે વજસેન રાજાને મળ્યો. રાજાએ મંત્રીશ્વરનું ઘણું માન કર્યું. અનુક્રમે ધર્મદેશના ના કપટથી તે ભગવાને કહયું કે વાવ-કૂવી-તલાવ ને નુભવનને ધનના વ્યયથી જે રાજા અથવા બીજો માણસ સારાભાવથી કરાવે તેને સ્વર્ગ અને મોક્ષનાંસુખો ખરેખર હાથમાં થાય છે. (૧) આ સાંભળીને રાજાએ વાવ-તળાવ-ને નુભવના આદિ કરાવતાં કેટલાક કાળે ખજાનાને દ્રવ્યથી ખાલી ર્યો વસેન રાજા અલ્પ દ્રવ્યવાળો થયે છતે તે મંત્રીએ સ્વામીની પાસે આવીને શત્રુનું સ્વરૂપ કહયું. તે પછી વીરરાજાએ સર્વસૈન્ય સાથે જઈને મંત્રીની બુદ્ધિથી શત્રુને જીતીને પોતાના નગરમાં આવ્યો. મોટો સંઘ (ભેગો) કરીને શ્રી શત્રુંજય પર્વત ઉપર જઈને શ્રી ઋષભદેવ પ્રભુની પૂજા કરી. રાજાએ ધ્વજ આદિ કાર્યો ક્ય. રાજાએ ગુફાના મહિમાને સાંભળીને અલક્ષદેવના ઘરમાં મંદિરમાં) હયા પ્રમાણે તપ કર્યું. અક્રમના અંતે કપદિયક્ષે આવીને કહયું કે હું તારા તપવડે તુષ્ટ થયો છું. તું મારી પાછળ આવ. હું ગુફામાં શ્રી આદિનાથ જિનેશ્વરનાં તેને વંદન કરાવીશ. રાજાએ કહયું કે યક્ષરાજ ! તમે હમણાં મારા વાંછિતને પૂરો. તે પછી કપર્દિયક્ષ રાજાને ગુફાની અંદર લઈ જઈને હર્ષવડે આદરપૂર્વક નાભિરાજાના પુત્રને (ઋષભદેવને) વંદન કરાવે છે. તે પછી ઉજજયંતગિરિ ઉપર જઈને શ્રી નેમિનાથ જિનેશ્વરને નમીને રાજા જુદા જુદા ઉત્સવપૂર્વક પોતાની નગરીમાં ગયો. (ત પછી) રાજા લાંબાકાળસુધી રાજ્ય કરી મરણ પામી પાંચમા દેવલોકમાં સુખ ભોગવીને તે પછી ભીમપુરમાં રાજાનો પુત્ર થયો. ગુરુની પાસે ધર્મ સાંભળી સારાભાવથી દીક્ષા લઈ સર્વકર્મનો ક્ષયકરી રાજા મોલમાં ગયો. ગુફામાં રહેલા પ્રભુનાં દર્શન કરનારની બીજી કથા. * * * * * * '' ''' ' ''' ''' s x

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522