Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust

Previous | Next

Page 485
________________ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર ટીકાર્થ: આ બે ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે:– બહેડાનું જે ઝાડ તેજ છે ફ્લુ જેનું એવું જે વૃક્ષ તેની સમીપમાં અલખા નામની દેરી છે. તેની નજીકના પ્રદેશમાં મોક્ષના દ્વાર જેવું જે ગુફાનું દ્વાર છે તે ઉઘાડીને અઠ્ઠમતપવડે તુષ્ટ થયેલો કપયિક્ષ જ્યાં ભરતરાજાએ કરાવેલા પ્રાસાદમાં ભરતે કરાવેલ શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાને અઠ્ઠમતપ કરનારને વંદન કરાવે છે. તે શત્રુંજય મહાતીર્થ જ્ય પામો. ૪૦ ગુફામાં રહેલા શ્રી ઋષભદેવને નમન કરવાથી ત્રણ ભવમાં મુક્તિએ જનાર નંદભ્રૂપની કથા. ઉજયિની નગરીમાં વીરસેન નામે રાજા હતો. તેને વીરમતિ નામે પ્રિયા હતી. તેને મદન અને નંદ નામના બે પુત્રો. હંમેશાં માત-પિતાની ભક્તિ કરનારા હતા. એક વખત પત્નીએ પતિના માથામાંથી શ્વેત (ધોળા) એવા વાળને લઇને પતિના હાથમાં મૂક્યો. તે વખતે પત્નીએ આ પ્રમાણે ક્હયું. वृद्धत्वानलदग्धस्य, सारयौवनवस्तुनः । दृश्यते देहगेहेषु भस्मे पलितच्छलात् ॥ पटु रति पलितदूतो - मस्तकमासाद्य सर्व लोकस्य । परिभवति जरामरणं, कुरू धर्म्म विरम पापेम्य: ॥ ત્યારે વૃદ્ધપણારૂપી અગ્નિથી બળેલા શ્રેષ્ઠ યૌવનરૂપી વસ્તુની ભસ્મની જેમ ધોળા વાળના બહાનાથી દેહરૂપી ઘરમાં જોવાય છે. “ધોળાવાળ–રૂપી દૂત સારી રીતે રટન કરે છે કે સર્વલોક્ના મસ્તકને પામીને જરા અને મરણરૂપ પરાભવ કરે છે. માટે ધર્મ કરો (ને) પાપોમાંથી અટકો. હે સ્વામી ! આ શ્વેતવાળ હમણાં તમને જણાવે છે કે તમે જલદી રાજ્યને બ્રેડી ઘે. કારણકે રાજ્યથી નરક થાય છે.” નથી કર્યું પુણ્ય જેણે એવા મનુષ્યને યમની જેમ ગ્રહણ ર્યો છે દંડ જેણે એવું ઘડપણ રોગવાળા સિંહની જેમ, ચંદ્રની જેમ વક્ર (મુખવાલા) ને શંભુની જેમ વિપપણાને કરે છે. “ પત્નીનું વચન સાંભળીને પુત્રને રાજ્યઉપર સારા ઉત્સવપૂર્વક સ્થાપન કરી સ્રી સહિત રાજા એક્દમ તાપસ થઇ ગયો. તે વખતે રાણીએ ગર્ભ હયા સિવાય પતિની સાથે મોક્ષ માટે જલદી તાપસી થઇ. અનુક્રમે પુત્રીનો જન્મ થયે તે વીરમતિ જલદી મરણ પામી. સુંદરઆકૃતિવાલી તે હોવાથી પિતાએ તેનું નામ સુંદરી આપ્યું. અનુક્રમે યૌવન પામેલી તે હંમેશાં પિતાને લાકડાં વગેરે લાવવાવડે વિસામો આપતી હતી. એક વખત મોહથી વ્યાપ્ત થયેલો તે તાપસ પુત્રીને આશ્લેષ આપવા માટે ઘેડતો અકસ્માત પડી ગયો. અને તેના દાંતો જલદી ભાંગી ગયા. તે પછી તે તાપસ વિચારવા લાગ્યો કે આ લોક સંબંધી આવું લ થાય. પરલોકમાં કેવું ફ્લુ થાય ? તે મારા

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522