Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
મોક્ષગમન સાંભળ્યું. તે પછી પોતાનાં કર્મના સમૂહનો ક્ષય કરવા માટે શ્રી સિદ્ધગિરિ ઉપર જઇ વિવિધ પ્રકારનાં તપો ર્યાં. ક્ષમાના ભંડાર એવા સર્વે પાંડુપુત્રો માતા સહિત અનશન ગ્રહણ કરીને અનુક્રમે ઘાતિકર્મોનો ક્ષય કર્યો. પાંચેય પાંડુપુત્રો વીશક્રોડમુનિઓ અને કુંતી સાથે સર્વકર્મનો ક્ષય કરી મોક્ષમાં ગયાં.
૪૩૮
સાડા પાંચસો રાજપુત્રો શ્રી શત્રુંજયગિરિઉપર પાંડુપુત્રોની પાછળ (પછી) કર્મક્ષય કરી મુક્તિમાં ગયા. ત્યાં તપ તપતી દ્રૌપદી જીવિતના અંતને વિષે પાંચમા દેવલોકમાં ગઇ. અનુક્રમે મુક્તિ જશે. યુધિષ્ઠિરનો પુત્ર વેરિમર્દન રાજા મથુરા નગરીમાં રાજાઓવડે સારા ઉત્સવપૂર્વક અભિષક કરાયો. તેની પત્ની સુશીલાએ સારા દિવસે પુત્રને જન્મ આપ્યો. અને તેનું નામ ચંદ્ર–એ પ્રમાણે રાજાએ સજજનોની સાક્ષીએ આપ્યું. તેને સુમતિનામે મંત્રી હતો. તે બુદ્ધિશાળી ને રાજાને વલ્લભ હતો. તે મંત્રી તેવી રીતે રાજ્યનું કાર્ય કરતો હતો કે જેથી રાજા હર્ષ પામ્યો. એક વખત તે દેશના સીમાડામાં હર નામનો રાજા હાથી—ઘોડા–સુભટ અને ગાડાંઓવડે શોભતો આવ્યો.
તે વખતે નગરીની બહાર જઇને વૈરિમર્દન રાજાએ તેવી રીતે યુદ્ધ કર્યું કે જેથી શત્રુ વેગથી યમરાજાના મંદિરમાં ગયો. તે પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા વૈરિમર્દન રાજાએ તે શત્રુની નગરીમાં જઈને સર્વપ્રજાપાસે પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી યું છે કે:
रम्यं रूपं करणपटुताऽऽरोग्यमायुर्विशालं, कान्तारूपानमितरतय: सूनवो भक्तिमन्तः । षट्खण्डोर्वीतलपरिवृढत्वं, यशः क्षीरशुभ्रं, सौभाग्यश्रीरिति फलमहो ! धर्मवृक्षस्य सर्वम् ॥
સુંદરરૂપ–ઇન્દ્રિયોની સુંદરતા–આરોગ્ય- વિશાલ (લાંબું) આયુષ્ય રૂપવડે નમાવી છે રતને જેણે એવી સ્ત્રીઓ–ભક્તિવાળા પુત્રો- છ ખંડ પૃથ્વીતલનું સ્વામીપણું ને દૂધ જેવો શ્વેત યશ. આવા પ્રકારની સૌભાગ્યલક્ષ્મી તે સર્વ ધર્મરૂપીવૃક્ષનું ફલ આશ્ચર્યકારક છે.
એક વખત તે ઉદ્યાનમાં જ્યારે સાધુવડે સેવાયેલા ધર્મસૂરીશ્વર આવ્યા ત્યારે રાજાએ નમસ્કાર કરવા માટે જઈને તેઓને નમન કર્યું. તે વખતે આચાર્ય મહારાજે કહ્યું કે જિનેશ્વરે વ્હેલો– (ને) કરાયેલો ધર્મ જ ભવ્યપ્રાણીઓને મોક્ષસુખ માટે થાય. વિશેષે કરીને શ્રી સિદ્ધગિરિપર્વતઉપર જઇને જે ભક્તિવડે શ્રી ઋષભદેવ પ્રભુને પૂજે છે તે જલદી મોક્ષસંપત્તિ મેળવે છે. ક્હયું છે કે :–
पदे पदे विलीयन्ते - भवकोटि भवान्यपि । पापानि पुण्डरीकाद्रे-र्यात्रां प्रति यियासताम् ॥ एकैकस्मिन् पदे दत्ते पुण्डरीकगिरिं प्रति । भवकोटिकृतेभ्योऽपि, पातकेभ्य: स मुच्यते ॥ प्रत्यहं पुण्डरीकाद्रिं, ध्यायेद् यस्तु सुवासनः । संसारतापमुत्सृज्य प्राप्नोति सः परं पदम् ।।