________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
હયું છે કે:— જેનાથી વિઘ્નની પરંપરા નાશ પામે છે. દેવતાઓ દાસપણું કરે છે. કામ શાંત થાય છે. ઇન્દ્રિયોનો સમૂહ દમન થાય છે. ક્લ્યાણ વિસ્તાર પામે છે. મોટી ઋદ્ધિ વિશ્ર્વર થાય છે. કર્મનો સમૂહ વિનાશ પામે છે. સ્વર્ગને મોક્ષ સ્વાધીન થાય છે. તે તપ કેમ વખાણવા લાયક નથી?
શ્રી નેમિનાથ ભગવંતે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છાવાલા પાંડવોના મનને જાણીને ધર્મઘોષ મુનિને પ્રતિબોધ કરવા મોક્લ્યા. પાંડવો પણ ધર્મઘોષસૂરીશ્વરને ઉત્તમભક્તિથી નમસ્કાર કરી તેમની પાસે ધર્મ સાંભળવા બેઠા. કહયું છે કે ઃ
अनित्यानि शरीरणि, विभवो नैवशाश्वतः । नित्यं सन्निहितो मृत्युः कर्त्तव्यो धर्मसंग्रहः ॥ १ ॥
૪૩૭
શરીર અનિત્ય છે. વૈભવ શાશ્વત નથી. મૃત્યુ હંમેશાં નજીક રહેલું છે તેથી ધર્મનો સંગ્રહ કરવો જોઇએ. હવે ધર્મ સાંભળીને તેઓએ પૂછ્યું કે– અમે ગયા ભવમાં શું પુણ્ય કર્યું હતું? તેથી જ્ઞાની એવા ધર્મઘોષસૂરિએ આ પ્રમાણે કહયું. તમે પૂર્વભવમાં અચલ ગામમાં સુરભિ–શાન્તનુ દેવ–સુમતિને સુભદ્રક– એ પાંચ ભાઇઓ હતા.દારિદ્રથી અત્યંત પરાભવ પામેલા ખેતી કરતા ઉદ્વેગ પામેલા તમે પાંચે ભાઇઓએ યશોધર મુનિપાસે વ્રતગ્રહણ કર્યું.કહયું છે કે:
यावत् स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा, यावच्चेन्द्रिय शक्तिर प्रतिहता, यावत् क्षयो नाऽऽयुषः । आत्मश्रेयसि तावदेव विदुषा, कार्यः प्रयत्नो महा, नादी भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥ १ ॥
જ્યાં સુધી આ શરીરૂપીઘર સ્વસ્થ હોય. જ્યાં સુધી જરા- ઘડપણ દૂર હોય. જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ન હણાઇ હોય. જ્યાં સુધી આયુષ્યનો ક્ષય ન થયો હોય ત્યાં સુધી વિદ્વાને આત્મક્લ્યાણ કરવામાં મોઢે પ્રયત્ન કરવો જોઇએ. જયારે ઘર સળગે છે ત્યારે કૂવો ખોદવારૂપી ઉદ્યમ શું કામ લાગે ? (૧) પોતાના દેહમાં નિસ્પૃહ, ગુરુની વૈયાવચ્ચનું કાર્યકરનાર સુમતિ મુનિએ ક્નકાચલ નામે ઉત્તમતપ કર્યો. બીજામુનિએ રત્નાવલિનામનું, ત્રીજામુનિએ મુક્તાવલિ નામનું, ચોથાએ સિંહર્નિક્તન અને છેલ્લાએ આયંબિલ વર્ધમાન તપ ર્ક્યુ. (પછી થયેલાં તપો પ્રગટપણે કહેવાં)
આ પ્રમાણે તપતપી મરીને અનુત્તર દેવ અને ત્યાંથી ચ્યવીને તમે હમણાં પાંડુરાજાના પુત્રો થયા, પૂર્વભવ સાંભળીને રાજ્યઉપર પરીક્ષિત નામના પુત્રને સ્થાપન કરીને દ્રૌપદી ને કુંતી સહિત પાંડવોએ તે વખતે વ્રત (દીક્ષા) લીધી. હંમેશાં ગુરુની પાસે ભક્તિવડે જિનાગમને ભણતાં તેઓ અગિયાર અંગવાળા અને તપ કરવામાં તત્પર થયા, (પાંડવોએ જેવી રીતે તીવ્ર તપ કર્યું. તે બીજા ગ્રંથોમાંથી ક્લેવું.)
લોકોને પ્રતિબોધ કરતાં પાંડવોએ હસ્તિષ્પક નામના નગરમાં મનુષ્યના મુખેથી શ્રી નેમિનાથ ભગવાનનું