________________
૪૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર પોત્તર-રાજા શત્રુઓને આવેલા જાણીને સેવકો સહિત જયારે યુદ્ધ કરવા માટે નગરીમાંથી નીકળ્યો ત્યારે તે શત્રુ સાથે શરૂઆતમાં યુદ્ધ કરતા પાંડવો ભાંગી નંખાયા, (પછી) તેઓ કૃષ્ણની પાસે શરણે આવ્યા. ભાંગી નંખાયેલા પાંડવોને જોઈને કૃણ તે ક્લિા ઉપર ચઢીને ભયંકર નરસિંહનું રૂપજ્યું. તેણે તેના પગવડે ક્લિાને કંપાવતા પૃથ્વીને તેવી રિતે કંપાવી કે જેથી તડ તડ કરતા ઘરની ભીત વગેરે અત્યંત પડવા લાગી.
કૃષ્ણને આવેલા જાણીને ભય પામતો પોત્તર રાજા દ્રૌપદીને લઈને નિર્મલ ભક્તિને ધારણ કરતો કૃણને નમ્યો. તે વખતે વિષ્ણુના (કૃષ્ણના) શંખનાદને સાંભળીને પદ્મનામના નગરમાં પદ્મતીર્થકરની પાસે વીર નામના વાસુદેવે આ પ્રમાણે હયું. મારા શંખના શબ્દની પેઠે હમણાં શંખ કોણે વગાડ્યો? તે વખતે તે જિનેશ્વરે ભારતમાંથી કૃષ્ણનું આગમન કહયું, વીર વાસુદેવે હયું કે તેને હું મળીશ. જિનેશ્વરે કહયું કે બે વાસુદેવનું મિલન થઈ શકે નહિ. આ પ્રમાણે અરિહંત કહયે તે વીર વાસુદેવ જેટલામાં જલદી ત્યાં ગયો, તેટલામાં કૃષ્ણ સમુદ્રમાં પાણીમાં અત્યંત દૂર ગયા. તે પછી તે વખતે તે બન્ને વાસુદેવનો શંખનો સુંદર શબ્દ બને વાસુદેવવડે પરસ્પર સંભળાયો.
હોડીવડે ગંગા નદીને ઊતરીને પાંડુપુત્ર કૃષ્ણના બલની પરીક્ષા માટે હોડીને પાછી ન મોક્લી. તે વખતે કૃષ્ણ એક્કમ ગંગાનદીને બે હાથ વડે ઊતરીને પાંડવોએ હદયમાં ચિંતવેલ ને જાણીને શેષ પામેલો કૃષ્ણ બોલ્યો. પોત્તર રાજાથી જિતાઈ ગયેલા તમારાવડે તમે મારું અને પોતાનું બલ તે નગરની પાસે જોવાયું નહિ? રોષ પામેલા કૃષ્ણ હસ્તિનાપુરી લઈને કુંતીના વચનથી અનુક્ત થયેલા તેણે દક્ષિણ મથુરા આપી. હંમેશાં ભાઈઓ અને પત્ની સહિત યુધિષ્ઠિર દિવસે દિવસે વિશેષથી જૈન ધર્મ કરવા લાગ્યો.
એક વખત પાંડુપુત્રોની પાસે આવીને જરાકુમારે તેજ વખતે દ્વારિકાના દાહનો સંબંધ કહયો. તે વખતે જરાકુમારે યુધિષ્ઠિરને–સ્કુરાયમાણ કાંતિવાલા- શ્રેષ્ઠ આકારવાલા ઉજજવલ એવા કૌસ્તુભ મણિને બતાવ્યો. તે જોઈને પાંડવો શેક કરીને હદયમાં વિચારવા લાગ્યા. જો દીક્ષા ગ્રહણ કરીએ તો સારું થાય. શત્રુઓ સાથે યુદ્ધ કરતાં આપણા વડે દુર્યોધન વગેરે અનેકજીવો હણાયા છે. ઘણા કાલ સુધી રાજ્ય ક્યું. હમણાં જો તે નહિ છોડીએ તો તે રાજય આપણને અહીં નકના અંતવાલું થાય
विना न तपसा पाप-शुद्धिर्भवति कर्हिचित्। वसनं मलिनं शुद्धं - वारिणा नैव जायते॥
તપવિના કોઇ ઠેકાણે પાપની શુદ્ધિ થતી નથી. મલિનવસ્ત્ર પાણી વિના શુદ્ધ થતું નથી.
यस्माद्विघ्नपरंपरा विघटते दास्यं सुराः कुर्वते; कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति। उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंसं चयः कर्मणां, स्वाधीनं त्रिदिवं शिवं च भवति श्लाघ्यं तपस्तन्न किम् ? ॥