________________
ગુફામાં રહેલા પ્રભુને નમસ્કાર કરનાર દેવમંગલ પંડિતની થા.
ગુફામાં રહેલા પ્રભુને નમસ્કાર કરવા સંબંધી દેવમંગલ પંડિતની કથા
૪૪૩
શ્રી બૃહત તપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિ થયા તેની પાટઉપર શ્રેષ્ઠ એવા દેવેન્દ્રસૂરિ થયા. તેની પાટઉપર શ્રેષ્ઠ બુદ્ધિવાળા ધર્મઘોષ નામના આચાર્ય થયા. તેની પાટઉપર સોમપ્રભ આચાર્ય થયા. તેની પાટઉપર સોમતિલક શ્રેષ્ઠ ગુરુ થયા. તેની પાટઉપર દેવસુંદર નામે આચાર્ય થયા. તે પછી તેમનાથી શ્રેષ્ઠ પ∞ સાધુઓ થયા (ને) પંચાશી પંડિતો અનુક્રમે ભવ્યજીવોને પ્રતિબોધ કરતા હતા. એક વખત શ્રી સિદ્ધગિરિ ઉપર દેવમંગલ નામના પંડિત શ્રી યુગાદિવને નમસ્કાર કરવા માટે સાધુઓ સહિત આવ્યા. અને શ્રી યુગાદિવને નમસ્કાર કરી. ક્ષુલ્લક (ચિલ્લણ) નામના સરોવરની પાસે દેવોને નમસ્કાર કરવા માટે બહેડાંના ઝાડની પાસે– અલક્ષ દેવકુલિકાની પાસે આવ્યા.
ભરતરાજાવડે કરાવેલા ગુફામાં રહેલા શ્રી આદિનાથજિનના બિંબને નમસ્કાર કરવા માટે ચિત્તને સ્વસ્થ કરીને રહેલા તે દેવમંગલ પંડિત કહયું કે હે કપર્દાિ હે ઉત્તમદેવ ! તું મને પ્રથમ બોધિને આપનાર જિનેશ્વરને વંદન કરાવ. જ્યારે તું વંદન કરાવીશ ત્યારે મારે ઉપવાસનું પારણું કરવાનું છે.
ત્રણ ઉપવાસના અંતે કપર્દિ યક્ષરાજ તે વખતે પંડિતને ઉપાડીને શ્રી આદિજનેશ્વરની પાસે લઇ ગયો. કપર્દિ યક્ષરાજે કહયું કે હે પંડિતોમાં ઉત્તમ એવા દેવમંગલ! ભરતરાજાએ કરાવેલા આદિજનને વંદન કરો. તમે એકાવતારી હોવાથી મારાવડે અહીં લવાયા છો. તે પછી પંડિત દેવમંગલ સારા આદરપૂર્વક યુગાદિ દેવને નમ્યા. પોતાની કેડના ઘેરા વડે– (ઘેરાવડે) પ્રભુના અદભુત અંગૂઠાને વીંટીને પંડિત દેવમંગલે (પ્રતિમાને) માપ્યાં. સાથળ પ્રમાણ શાલિ ચોખાને દેવતાઓ વડે ભેટ કરાયેલા જોઇને તે પંડિત આનંદ પામ્યા. દેવે કરેલા મણિમય દીપકોને સ્વામીની આગળ પ્રકાશ કરતાં પંડિત દેવમંગલે જોયા. ઉદાર એવા સ્તવનોવડે ઘણી ભક્તિથી ભાવિત મનવાલા પંડિત દેવમંગલે પ્રથમ જિનેશ્વરની સ્તુતિ કરી. તે પછી પંડિત પ્રભુની આગળ જેટલામાં ઘ્યાન કરવા માટે રહયા તેટલામાં યક્ષવડે ઉપાડીને પાછા પોતાના સ્થાનમાં લઇ જવાયા. જેટલામાં પંડિત જુએ છે તેટલામાં બિંબને જોતા નથી, પરંતુ બે આંખમાં અલક્ષ નામે દેવકુલ જોયું. (પછી) ત્યાંથી ઊઠીને મુખ્ય શ્રી આદિજનેશ્વરના મંદિરમાં આવીને પ્રથમ જિનેશ્વરને ભક્તિવડે નમીને પંડિત ગિરિ ઉપરથી નીચે ઊતર્યા.
અઠ્ઠમના અંતે પંડિત પાદલિપ્ત નામના નગરમાં પોતાની જાતે વિહાર કરીને (આવીને) સંસારને તારનારું પારણું ર્યું. આ સર્વ (હકીક્ત) ત્યાંથી આવીને પંડિત દેવમંગલે શ્રી દેવસુંદરસૂરિ પાસે ક્હી. તેથી આજે પણ તેની પ્રસિદ્ધિ વર્તે છે.
આ પ્રમાણે દેવમંગલ પંડિતનો દેવને નમસ્કાર કરવાનો સંબંધ સંપૂર્ણ