________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુનિગમન
૪૫
પાસે અદ્ભુત શંકુ કરાવ્યો. યુધિષ્ઠિરે મધ્યમાં રહેલું છે શંકુ જેમાં એવા લેયમય બિંબને કરાવીને તેના હૃદયપર તે મણિને સ્થાપન ક્ય.
શ્રી નેમિનાથ પ્રભુના પ્રથમગણધર શ્રી વરદત્ત સ્વામીએ શ્રેષ્ઠ દિવસે પાંડવોએ કરાવેલા ચૈત્યને વિષે તે બિંબની પ્રતિષ્ઠા કરી. સંઘસહિત યુધિષ્ઠિરે અષ્ટપ્રકારી પૂજા કરીને તે ચૈત્યને વિષે સારા ઉત્સવપૂર્વક મોટો ધ્વજ ચઢાવ્યો. શઆતમાં આરતી કરી પછી મંગલદીપક કરી યુધિષ્ઠિરે શ્રી વરદત્ત ગુરુની પાસે ધર્મને સાંભલ્યો. જે પ્રાણીએ એક પુષ્પવડે પ્રભુની પૂજા કરી હોય તેની હથેળીમાં ક્રીડાવડે સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી આવે છે. તે પછી દ્વારિકા નગરીમાં જઈને જિનેશ્વરને નમી યુધિષ્ઠિર સારા ઉત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો.
એક વખત આવેલા નારદને જોઈને જ્યારે દ્રૌપદીએ તેમનું ગૌરવ ન ક્યું. ત્યારે નારદ રોષ પામ્યા. તે પછી ધાતકી ખંડમાં અપરકંકા નામના નગરમાં પલ્મોત્તર રાજા પાસે જઈને નાદે કહયું કે આજ ભારતમાં હસ્તિનાપુર નગરમાં પાંડુરાજાના પુત્રો છે. તેઓને જેવા પ્રકારની દ્રોપદી નામે શ્રેષ્ઠ પત્ની છે. તેવા પ્રકારની એક પણ પત્ની તારા અંતઃપુરમાં નથી. આ પ્રમાણે સાંભળી– પલ્મોનર દ્રૌપદીને હરણ કરવાની ઈચ્છાવાળો થયો. તે પછી ભક્તિપૂર્વક એક દેવની આરાધના કરી. પોત્તર રાજા – દ્રૌપદીને પોતાના અંતઃપુરમાં એકાંતમાં લઈ ગયો. પલ્મોનર રાજાએ દ્રોપદી પાસે ભોગની માંગણી કરી. તે બોલી સજજનોએ આવા પ્રકારનું અજ્ઞાનમય વચન ન બોલવું જોઈએ.
अलसा होए अकज्जे, पाणिवहे पंगुला सयाहोइ। परतत्तीसु अ बहिरा, जच्चंधा परकलत्तेसु॥१॥
સજજન પુરુષો અકાર્ય કરવામાં આળસુ હોય છે. પ્રાણી વધ કરવામાં હંમેશાં પાંગળા હોય છે. પરનિદા સાંભળ વામાં બહેરા હોય છે, અને પરસ્ત્રીને વિષે જન્માંધ હોય છે. (૧) જે પરસ્ત્રીને જુએ છે તેણે આત્માને ધૂળવડે મલિન ક્ય છે. સ્વજનોઉપર ક્ષાર નાંખ્યો છે, ને પગલે પગલે તેણે માથું ઢાંકવું પડે છે. (૨) નીચ માણસ પોતાની) સ્ત્રી સ્વાધીન હોવા છતાં પણ પરસ્ત્રીમાં લંપટ થાય છે. તળાવ ભરેલું હોવા છતાં પણ કાગડો કુંભના પાણીને પીએ છે. (૩) હું સતી છું. તારે જરાપણ યાચના ન કરવી જોઈએ. સતીના સત્ત્વનો ભંગ કરવામાં નરકમાં જ ગતિ થાય છે. એમાં સંશય નથી. પદ્મોત્તર રાજાની સ્ત્રીઓવડે દિવસે દિવસે (રાજરોજ) સમજાવવા છતાં પણ તે મનમાં મેરુપર્વતના શિખરની જેમ જરાપણ ચલાયમાન ન થઈ.
આ બાજુ દ્રૌપદીનું અપહરણ સાંભળીને પાંડુપુત્રોએ સર્વ ટેકાણે તપાસ કરી. જયારે દ્રૌપદી ન મળી ત્યારે પાંડવો દ્વારિકા નગરીમાં કૃષ્ણની પાસે જઈને ગુપ્તપણે તેઓએ દ્રૌપદીના હરણનો વૃતાંત éયો. તે પછી કૃષ્ણ પણ સર્વ ઠેકાણે ઘણા સેવકોને મોકલીને તેણે દ્રૌપદીની તપાસ કરાવી. પરંતુ તે વખતે કોઈ ઠેકાણે જણાઈ નહિ. આ બાજુ ત્યાં આવેલા નારદને કૃણે પૂછ્યું. ત્યારે તેણે કહયું કે ધાતકી ખંડમાં રહેલા સુંદર અપરકંકા નામના નગરમાં પોત્તર રાજાના અંત:પુરમાં હે કૃષ્ણ શિયલરૂપી રત્નના સમુદ્રસરની દ્રૌપદી સમાન સ્ત્રી છે. તે પછી પાંડુપુત્રો સાથે સ્વસ્તિક (સુસ્થિત) દેવને આરાધના કરીને તેણે આપેલા માર્ગમાં સમુદ્રમાં કૃણ તે વખતે રથમાં રહેલો ચાલ્યો. જુદા જુદા રથમાં રહેલા તે કૃષ્ણ આદિ છ –જલદીથી સમુદ્રમાં ચાલતાં અપરકંકા નગરની પાસે ગયા.