________________
૩૧૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
પાંડવો બારવર્ષ ગુપ્તપણે રહીને હમણાં કૃષ્ણની પાસે આવીને સુખપૂર્વક રહે છે. ત્યાં યદુવડે સન્માન કરાયેલા પાંડુરાજાના પુત્રો – પાંડવોએ જેમ ચકોર ચદને યાદ કરે તેમ સતત પોતાના રાજ્યને યાદ ક્યું. દુર્યોધન પાસે પાંડવોએ દૂત મોક્લીને સ્નેહના વાક્યપૂર્વક સ્પષ્ટ રીતે પોતાનું રાજય માંગ્યું. જ્યારે દુર્યોધને પાંડવોને રાજય આપ્યું નહિ ત્યારે તેઓએ એકદમ ઘણા સુભટોને ભેગા કર્યા. દુર્યોધને પણ બખ્તર ધારણ કરી પોતાની છાવણી તૈયાર કરી. તેઓ સાથે વેગથી યુધ્ધ કરવા માટે આવી રહ્યો છે. આ સાંભળીને જરાસંધ ઘણું સૈન્ય ભેગું કરીને શત્રુ એવા કૃષ્ણને હણવા માટે રાજગૃહી નગરથી ચાલ્યો. તે વખતે દુર્યોધને જરાસંધ પાસે આવીને કહયું કે જ્યાં સુધી હું પાંડવોને મારું ત્યાં સુધી તમે સ્થિર રહો. તે પછી પાંડુપુત્રો – પાંડવો સાથે યુધ્ધ કરતો દુર્યોધન રણભૂમિમાં પોતાના ભાઇઓ સાથે પરલોકમાં ગયો.
(આ સંબંધ તેના ચારિત્રમાંથી વિસ્તાર પૂર્વક જાણી લેવો. )
તે પછી પાંડવોડે દુર્યોધન રાજાને યમમંદિરમાં મોક્લાવાયેલો સાંભળીને મગધાધીશ જરાસંધ હૃદયમાં ખિન્ન થયો. તે પછી જરાસંધ રાજાએ પોતાના સેવકોની આગળ આ પ્રમાણે કહયું કે શ્રેષ્ઠ સેવક એવો દુર્યોધન પાંડુપુત્રો વડે હણાયો. આથી પાંડુપુત્રો સાથે કૃષ્ણ જલદીથી હણાશે ત્યારે શુભના ઉદયથી મારા ચિત્તમાં શાંતિ થશે. આ પ્રમાણે પોતાના સેવકો સાથે જરાસંધ રાજાએ વિચાર કરીને સ્પષ્ટશબ્દવાલા મદનનામના શ્રેષ્ઠ દૂતને શિખવાડીને કૃષ્ણની પાસે મોલ્યો અને તે બોલ્યો કે હે રાજા ! હું જરાસંધ રાજાનો દૂત છું, જરાસંધ રાજાએ મારા મુખેથી હેરાવ્યું છે કે મારો જમાઈ કંસ તમારાવડે હણાયો તે સારું નથી થયું. અર્જુનના સારથિ થઈને નાના ભાઈઓ સાથે મારો સેવક દુર્યોધન મૃત્યુ પમાડાયો તે સારું થયું નથી. દૂતના મુખેથી જરાસંધનું કહેલું સાંભળીને કૃષ્ણ તેનો ધિકકાર કરીને તેને વેગથી પાછો મોલ્યો. તે પછી તે દૂત જરાસંધની પાસે જઈને આ પ્રમાણે બોલ્યો કે પાંડુપુત્રોવડે અને સૈન્ય વડેયુક્ત કંસનો શત્રુ કૃણ બળવાન છે. તેઓ તમને અને બીજા રાજાઓને ઘાસની જેમ પણ માનતા નથી.
ક્રોધ પામેલો જરાસંધ યુધ્ધ કરવા માટે સજજ થયો. તેટલામાં કૃષ્ણ પણ બખ્તર ધારણ કરીને રસ્તામાં પ્રયાણ કર્યું. ગૂર્જરદેશના આભૂષણરૂપ વઢિયાર દેશમાં જરાસંધ અને કૃષ્ણનું સૈન્ય ભેગું થયું, જરાસંધ રાજાએ હિરણ્યનાભ રાજાને સેનાપતિ કરીને યુધ્ધ કરવા માટે જલદી ગરુડ યૂહ કર્યો. કષ્ટથી શ્રેષ્ઠ પરાક્રમવાલા અનાવૃષ્ટિને સેનાપતિ કરીને પાત્રને હણવા માટે યુધિષ્ઠિર આદિ સહિત કૃણ ચાલ્યો. ઘોડાઓના હેષારોવડે- હાથીઓના ગર્જરવોવડે અને સુભટોના સિંહનાદવડે તે વખતે આકાશ બહેરું થયું. મહાનેમિ અને ધનંજયે - ગરુડબૂહને તોડીને અને અનાવૃષ્ટિએ ઘણા શત્રુઓને યમના ઘરમાં મોલ્યા, હવે રુકિમ મહાનેમિ સામે – શિશુપાલ ધનંજય સામે હિરણ્યનાભ – અનાવૃષ્ટિ સામે યુદ્ધ કરવા માટે ક્રોધથી ચાલ્યા. બાણને વર્ષાવતાં તે છએ રાજાઓનો તે વખતે પરસ્પર અત્યંત અસહય ભયંકર સંગ્રામ થયો. એવો કોઇ ઘોડેસવાર નથી, એવો કોઈ હાથીસવાર નથી, એવો કોઇ પદાતી નથી. ને એવો કોઈ રથી નથી કે જે રણભૂમિમાં મહાનેમિનાં બાણો તેની ઉપર ન પડતાં હોય. મહાનેમિનાં બાણોવડે ઢંકાયેલા રુકિમરાજાનું રક્ષણ કરવા માટે જરાસંધ રાજાની આજ્ઞાવડે વેણુ વારિ વગેરે સાત રાજાઓ રહ્યાં.
મહાનેમિએ તે આઠે રાજાઓનાં બાણોને લઘુહસ્તપણાથી ભેદી નાંખ્યાં. જેમ સૂર્ય જ્યોતિષના બીજા ગ્રહોને