Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજયની યાત્રામાં દાનરુપી ફ્લને વિષે કુલધ્વજ કુમારની કથા
સજજનો અકાર્ય કરવામાં આળસુ હોય છે. જીવહિંસા કરવામાં પાંગળા હોય છે, પારકાની નિંદા સાંભળવામાં બહેરા હોય છે, અને પરસ્ત્રીને વિષે જન્માંધ હોય છે. જે સ્વદારાથી સંતોષી હોય છે, અને વિષયોમાં વિરાગી હોય છે તે ગૃહસ્થ હોવા છતાં પણ પોતાના શીલવડે સાધુ સરખો હોય છે. તે પછી તેણીએ રોષથી તેના તરફ વિદ્યા મૂકી. જેથી તે સુકાયેલા વૃક્ષની જેમ મૂર્છા પામેલો પૃથ્વીપર પડયો. તે પછી સચેતન થયેલા તેને દૃઢપણે તે સ્રીએ ક્હયું કે જો તું મને ભોગનું સુખ આપે – તો તને સુખ થાય. તે પછી તેણીએ ભયંકર રૂપ કરીને તેને હાથમાં પકડીને ક્હયું કે મારું વચન માન નહિતર હમણાં તું મરી ગયેલો છે. નહિ બોલતાં એવા તે કુમારને ઉપાડીને જેટલામાં સમુદ્રમાં નાંખ્યો, તેટલામાં જલદેવીવડે તે હાથમાં ધારણ કરાયો. તે દેવીએ કહ્યું કે હે મનુષ્ય ! હું તારા પર તુષ્ટ થઇ છું. તું મનગમતા એવા વરદાનને માંગ. કુમારે ક્હયું કે પહેલાં મારી ભાર્યા સાથેનો યોગ કરાવ. દેવીવડે તે કુમાર ઉપાડીને જલદી પત્ની પાસે લઇ જવાયો. અને તે બોલ્યો કે હે દેવી ! તું મારા ઘોડાને સજ્જ કર. તે વખતે કાષ્ઠમય અશ્વ સજજ કરાયો ત્યારે તેના પર ચઢેલો આકાશમાં જતો તે શ્રેષ્ઠ એવા ચંદ્રપુર નગરમાં ગયો, ત્યાં ચંદ્રરાજાની પુત્રી શ્રેષ્ઠ રૂપવતીને તે કુમાર વિવિધ ઉત્સવપૂર્વક પરણ્યો.
આ બાજુ શંખ રાજા અવધિ પૂર્ણ થઇ ત્યારે પુત્ર નહિ આવે તે વધ કરવા માટે સુથાને પોતાના સેવકો મારફત મંગાવ્યો.
रुष्टो राजा यमाभः स्यात्, सर्वद्रव्यापहारत: । तुष्टो धनदतुल्य: स्याद्, भूरिलक्ष्मीप्रदानतः ॥
૩૬૭
રોષ પામેલો રાજા સર્વદ્રવ્યને અપહરણ કરવાથી યમરાજા જેવો થાય છે, અને તુષ્ટ થયેલો રાજા ઘણી લક્ષ્મી આપવાથી કુબેર સરખો થાય છે. ક્રૂરચિનવાલા રાજાના સેવકો જેટલામાં શૂળીઉપર નાંખે છે તેટલામાં કુમાર આવ્યો. સુથારને શૂળી ઉપરથી રાજપુત્રે કાઢી નાંખીને નિર્મલ મનવાલો તે આવીને પિતા તથા માતાનાં ચરણોમાં નમ્યો. યું છે કે :–
ते पुत्रा ये पितुर्भक्ता, स पिता यस्तुपोषकः । तन्मित्रं यत्र विश्वासः, साभार्या यत्र निर्वृत्तिः ॥
પુત્રો તે છે કે જે પિતાના ભક્ત હોય. પિતા તે છે કે જે પોષણ કરે. મિત્ર તે છે કે જેની ઉપર વિશ્વાસ હોય. સ્ત્રી તે છે કે જ્યાં શાંતિ હોય. તે પછી રાજાએ નગરની અંદર વિવિધ ઉત્સવ કરાવતાં રાજાએ પુત્ર સહિત જિનમંદિરોમાં જિનેશ્વરની પૂજા કરી. તે વખતે તેણે રાજા પાસેથી સુથારને ઘણું સન્માન આપી ૧૦૦ ગામ અપાવ્યાં. સુથાર લાકડાંઓથી આકાશગામી અશ્વોને કરીને હંમેશાં રાજાને ભેટ કરે છે. તેથી રાજા પણ હંમેશાં હર્ષિત થાય છે. તે રાજા પુત્રને રાજ્ય આપીને વીરસૂરીશ્વર પાસે વ્રત ગ્રહણ કરી તપ તપી સ્વર્ગનું સુખ પામ્યા.