________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુનિગમન
જરપ
હવે કૃષ્ણ અભિમન્યુ સાથે દ્વારિકામાંથી પાંડવોને મલવા માટે શ્રેષ્ઠ મત્સ્યપુરમાં આવ્યા. વિરાટરાજાએ સારાં ભોજન – પાણી આપવાથી શ્રેષ્ઠ ઉત્સવ કરતાં પોતાની પુત્રી ઉત્તરા અભિમન્યુને આપી. કૃષ્ણ વિરાટરાજાને પૂછી માતા સહિત પાંડવોને પોતાની નગરીમાં સારા ઉત્સવપૂર્વક લઈ ગયા. યાદવોની સુંદર એવી ચાર ન્યાઓને સુંદર ઉત્સવપૂર્વક ચાર પાંડુપુત્રો સારા દિવસે પરણ્યા, બીજે દિવસે સર્વ યાદવોએ સર્વ પાંડુરાજાઓને કે સત્યવાણીવાલા તમોએ સર્વ શત્રુઓની ચેષ્ટાને સહન કરી. તમે હમણાં પ્રતિજ્ઞા પૂરી કરી છે. તેથી તમારે કાંટારૂપ દુર્યોધન વગેરે સર્વે વેગથી દવા લાયક છે. યુધિરિ કહ્યું કે- લક્ષ્મીના અંશને માટે ક્યો માણસ પોતાના ભાઈઓને હણે? ત્યારે ભીમે યુધિષ્ઠિરને કહ્યું કે તમારા વચનથી અમે વધતા એવા સઘળા શત્રુઓને સહન ક્ય. પરતું હમણાં સહન કરીશું નહિ. તેઓ વૃક્ષની જેમ છેદાશે.
आयुषो राजचित्तस्य - पिशुनस्य धनस्य च। खलस्नेहस्य देहस्य, नास्ति कालो विकुर्वतः।
આયુષ્ય – રાજાનું ચિત્ત – ચાડિયો – ધન – લુચ્ચાને સ્નેહ – અને શરીર વિકાર પામવાનો કોઈ કાલ નથી. (ા) અર્જુને પણ કહ્યું કે દુર્યોધન આપણું રાજ્ય પોતાની મેળે નહિ આપે તો મારાવડે હણવા લાયક છે. નલ અને સહદેવે પણ કહ્યું કે હે યુધિષ્ઠર ! ક્યો મનુષ્ય પોતાનું રાજય હોવા છતાં બીજાની લક્ષ્મીને ભોગવે? સમુદ્રવિજય – કૃષ્ણ અને પાંડવોના આદેશથી વિયનામે દૂત શ્રેષ્ઠ હસ્તિનાપુરમાં ગયો. દુર્યોધનની સભામાં ભીખ આદિરાજાઓ બેઠા હતા ત્યારે રાજાને નમીને વિદૂતે આ પ્રમાણે કહ્યું. હમણાં દ્વારિકા નગરીમાંથી કૃષ્ણવડે હું અહીં મોક્લાયો છું. હે રાજના કૃણે કહેલું મારા મુખેથી તું સાંભળ. પોતાની પ્રતિજ્ઞા પાલન કરીને પાંડવો અહીં આવ્યા છે. અને મારા મુખેથી તમારી પાસે પોતાનું રાજ્ય માંગે છે. દુર્યોધને કહ્યું કે હે દૂતા મૂઢમનવાલા પાંડવો ગયેલું રાજય કૃષ્ણના મુખેથી માંગે છે. તે સારું નથી. વિરાટનગરમાં રહેલા તેઓવડે પોતાના જણાઈ જવાથી તે વખતે મુધ બુદ્ધિવાલા પાંડવોવડે પોતાની પ્રતિજ્ઞા ખંડિત કરાઈ છે.
પછી તે કહયું કે હે સુયોધના પાંડુપુત્રો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને વિરાટ નગરમાં પ્રગટ થયા છે. તેમ તું જાણ, અધિક માસોની ગણતરી કરવાથી પોતાના ધર્મને ઇન્ના પાંડુપુત્રોએ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. દુર્યોધને કહ્યું કે હે દૂતા તે પાંડવોની પાસે જા, યુધ્ધ વિના તેઓને હું એક પણ ગામ આપીશ નહિ. જો તે પાંડુ પુત્રો યુદ્ધ માટે અહીં આવશે તો તેઓને વધ આપવાથી રાજ્યની આશા હું પૂરીશ. તે પછી દૂતે કહ્યું કે હમણાં તે પાંડુપુત્રો અત્યંત દુખે કરીને દમન કરી શકાય એવા છે. તેથી તેઓને તેનું રાજય આપવું જોઈએ. તું તારાપિતાએ આપેલું તારું રાજય ભોગવ. દુઃખ ને દુર્ગતિ આપનારી બીજાના રાજયની આશા ન કર. દુયોધને કહયું કે તે પાંડવો જુગારમાં રાજ્ય હારી ગયા છે. હે દૂતા તેઓ હમણાં કઈ રીતે મારી પાસેથી રાજ્ય મેળવે?
દૂતે પાછા આવીને દુધને કહેલું સઘળું ત્યાં કહ્યું તે પછી કૃષ્ણ ત્યાં જઈને દુર્યોધનને કહ્યું શરૂઆતમાં તેઓનું સઘળું રાજ્ય તેઓને આપવું જોઈએ. તેથી પૃથ્વીતલઉપર આપની કીર્તિ થાય. દુર્યોધને કહ્યું કે પહેલાં તેઓ રાજ્ય