Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુક્તિગમન
૨૯
થયા. વાસુદેવની પાસે સમુદ્ર વિજ્યરાજા – મહાનેમિ – અનૈમિ– સત્યનેમિ– ધનંજય -અરિષ્ટનેમિ- લ્યાણનેમિ -કેસરીવાહન – યસેન – મહાસેન – શિવાનંદ – શિવાદેવીના પુત્ર – તેજન – મહાવિષ્ણુ – મહાંસ – બલવાન ગૌતમ ઈત્યાદિ ઘણા મહાયોધ્ધાઓ અનુક્રમે મલ્યા. અનેક યાદવો – પ્રબલ પરાક્રમવાલા રાજા – પુત્રો – શત્રુ સમુદાયને જીતવા માટે કરી છે ઉતાવળ જેણે એવા – કૃણના સૈન્યમાં મલ્યા.
પ્રગટ ભુજાબલવાલા પ્રદ્યુમ્ન – શાંબ ને સારંગ વગેરે ણના પુત્રો શત્રુને હણવા માટે તૈયાર થયા. બીજા દશાહના પુત્રો – રામના શ્રેષ્ઠપુત્રો મહાઓજસ્વી ઉગ્રસેન આદિરાજાઓ તૈયાર થયા. સારાં દિવસે સારા શુક્નોવડે પુષ્પોવડે
અરિહંતની પૂજા કરીને ઘણાં સૈન્ય સહિત કૃષ્ણ શત્રુને જીતવા માટે ચાલ્યો. પોતાના નગરથી ૫૦ યોજન દૂર શનિપલ્લિ નામના ગામમાં ણ યુદ્ધ માટે રહો. વિષ્ણુના સૈન્યથી ચાર યોજન છોડી જરાસંધનું મોટું સૈન્ય શત્રુઓ સાથે યુધ્ધ કરવા માટે ઇચ્છતું રહ્યું. આ બાજુવિધાવાલા નીતિવાલા – પુણ્યશાલી વિદ્યાધરોએ કૃષ્ણના સૈન્યમાં આવીને કૃણરાજાને નમન કર્યું. પહેલાં દુર્યોધને પાંડવો પાસે ઘણા યાદવોને જાણીને જરાસંધને પ્રણામ કરીને જલદી આ પ્રમાણે વિનંતી રી. કૃષ્ણના સૈન્યમાં નિચ્ચે પાંચ પાંડ્વો બલવાન છે. તે શત્રુઓને જુદું યુદ્ધ કરવા વડે યુદ્ધમાં હું હણીશ. એ પછી શત્રુ એવો કૃષ્ણ એકદમ તમારા વડે ઘાત કરાશે. દુયોધન જરાસંધના આદેશથી યુદ્ધ માટે તૈયાર થયો. આ બાજુ કૃષ્ણની
જા લઈને પાંડવો પણ યુદ્ધ માટે તૈયાર થયા. સમસ્ત શત્રુઓને હણવા માટે ઘણું સૈન્ય ભેગું ક્યું. દુર્યોધન પણ ઘણું સૈન્ય લઈને જલદી કુભૂમિમાં જઈને યુદ્ધ માટે પોતાના હૈયામાં હિતકારી એવા પૃથ્વીતલને ધારણ કર્યું. દુર્યોધન રાજાને ૧૧- અક્ષૌહિણી સેના થઈ. પાંડવોના સૈન્યમાં સાત અક્ષૌહિણી સેના થઈ.
કુટુંબના કજિયાને જોઈને નિર્મલ મનવાલા પાંડુરાજા સમય સ્વીકારીને દેવલોકમાં ગયા. તે વખતે અર્જુનના રથમાં કૃષ્ણ સારથિ થયા. ઉત્તમ સૈન્યવાલા પાંડવો પણ કુરુક્ષેત્રમાં આવ્યા. અને તે વખતે સૈન્યને વિષે યુદ્ધનાં વાજિંત્રો વાગતે
# સુભટો રણભૂમિમાં યુદ્ધ કરવા માટે પ્રવર્યા તે વખતે દંડ- દંડવડે– ખગ ખગવડે અને પ્રગટ બાણ બાણવડે તે શૂરાઓ યુદ્ધ કરતે છતે તે જોવા માટે દેવો પણ આવ્યા. અભિમન્યુ મેઘની જેમ બાણોની શ્રેણી વર્ષાવતે તે દુર્યોધનનું સૈન્ય ભાગી ગયું, ને વેર વિખેરપણાને પામ્યું. તે વખતે કૃપાચાર્યે લાખો પ્રમાણમાં બાણોની શ્રેણીને છેડતાં પાંડવોનું સૈન્ય ચારે તરફી અત્યંત વ્યાકુલ કરાયું. પોતાના સૈન્યને વ્યાલ જોઈને અર્જુનનો પુત્ર (અભિમન્યુ)ઊભો થઈને બાણોને છેડતાં કૃપાચાર્યને જીર્ણ વસ્ત્રોની જેમ જર્જરિત ર્યા. તે વખતે દુર્યોધનનો પુત્ર અને અર્જુનનો પુત્ર – ઊભા થઈને તેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા કે જેથી યુદ્ધને જોવા માટે દેવો પણ આવ્યા. યુદ્ધને માટે ભીમ ઊભો થયે છતે યુધિરિ ઊભા થયા. તેમણે બાણની શ્રેણી મુદ્દાથી શત્રુના સૈન્યને વલોવી નાંખ્યું. ભીખે પણ શત્રુઓ પ્રત્યે તીણ બાણોની શ્રેણી ને છેલ્લાં એક્કમયુદ્ધના આંગણામાંથી યુધિષ્ઠિરને પાછા ફેરવ્યા. ભીમ રથના ચિત્કાર વડે યુદ્ધમાં જગતને ક્ષોભ પમાડતો અત્યંત પરાક્રમી એવો તે શત્રુઓને હણવા માટે શત્રુની સેનાની અંદર ગયો. હવે દુષ્ટ આત્મા દુર્યોધને ભીમને હણવા માટે ઉતાવળ કરી યમ સરખો તે શત્રુઓને હણતો ભીમની પાસે ગયો. તે વખતે ભીમ અને દુર્યોધનનું તેવા પ્રકારે યુદ્ધ થયું કે જેથી તે જોવા માટે વિધાધરો ને દેવો પણ આવ્યા.
તે વખતે શલ્યરાજાએ ઉત્તરકુમાર ઉપર તેવી રીતે શક્તિ મૂકી કે જેથી તેણે પોતાના ગમનથી (મૃત્યુથી) એક્કમ યમના ઘરને શોભાવ્યું. યુદ્ધ કરતા અર્જુને તરસથી પીડા પામેલા ભીષ્મને પાણી પિવડાવીને કહ્યું કે હે કુઓમાં ઉત્તમ