________________
જર
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
जीवंति खग्गछिन्ना, पव्वयपडियाविकेवि जीवंति । जीवंति उदहि पडिया, कुच्छिछिन्ना न जीवंति ॥ २ ॥ जीवंति अवड पडिया, भयरवपडिया पुणोवि जीवंति । નીયંતિ વછિન્ના, ઘ્ધિછિન્ના ન નીવંતિ૫શા भूख मे माटी तूं भणउं - सव्वावाइ माई | मारिय कुडिया बहिरा, माणुस आणइ लाइ ॥४॥
હે કૃષ્ણ ! જરા (ઘડપણ) કષ્ટ છે. વૈધવ્યની વેદના (વિધવા પણાની) કષ્ટ છે. પુત્રનું મરણ એ કષ્ટ છે. અને એ બધાં કષ્ટ કરતાં પણ ભૂખ એ વધારે કષ્ટ છે. ૨. હે કૃષ્ણ! ભૂખથી પીડા પામેલાંને પાંચવસ્તુઓ નાશ પામે છે. એમાં સંશય નથી. ૧. તેજ ૨. લજ્જા ૩. બુધ્ધિ ૪. જ્ઞાન ૫. ને કામ. ૧. તલવારથી છેદાયેલા કોઇક જીવે છે. પર્વત ઉપરથી પડેલા કોઇક જીવે છે. સમુદ્રમાં પડેલા પણ કેટલાક જીવે છે. પણ ભૂખ્યા કોઇ જીવતાં નથી. ૩. હે ભૂખ ! તું સમર્થ છે. (જોરાવર છે.) તું સર્વ દુ:ખની માતા છે ઝૂંપડીમાં મારીને માણસને તું બહાર લાવીને ઊભી રહે છે. તે પછી કૃષ્ણે કહ્યું કે પૂર્વે કરેલાં દુષ્કર્મથી દેવો – ઇન્દ્રો – રાજાને તીર્થંકરો પણ છૂટતા નથી.
જંગલમાં હાથીને હણવા માટે શિકારીએ બાણ જોયું, તે વખતે શિકારીને હણવા માટે હાથીએ પોતાના ચિત્તમાં વિચાર્યું. ઝાડ ઉપર રહેલા સર્પવડે તે વખતે શિકારી હણવા માટે ઇચ્છાયો, અહીં આગળ – ફરીથી હાથી વૃક્ષની નીચે આવ્યો. તે વખતે શિકારીએ પોતાના પરાક્રમથી હાથીને મારવા માટે બાણ ફેંકીને જેટલામાં હાથીની પાસે ગયો. તેટલામાં તે (હાથી) પૃથ્વીપર પડયો. પડતા એવા હાથીવડે તે શિકારી યમના ઘેર મોક્લાયો, પડતા એવા શિકારી વડે સર્પ યમના મંદિરમાં મોક્લાયો. તે વખતે એક પંડિત તેઓની ચેષ્ટા જાણીને અનિત્યપણું જણાવવા માટે એક શ્લોક ક્હો.
अन्नं गयस हियए - अन्नं वाहस्स संधियरस्स । अन्नं फणिणो हियए - अन्नं हियए कयंतस्स ॥ १ ॥
હાથીના મનમાં જુદું છે. જોડયું છે બાણ જેણે એવા શિકારીના હૃદયમાં જુદું છે. સર્પના હૃદયમાં જુદું છે. ને યમરાજના હૃદયમાં જુદું છે. પચાસ કરોડ પ્રમાણ પૃથ્વીપીઠમાં અને અનંત આકાશતલના ફાંસલામાં વિધિના યોગે કરીને વિપત્તિરૂપી પક્ષીઓથી અને કર્મના સમૂહમાંથી પ્રાણીઓ છૂટતાં નથી, આથી હિતના ઇચ્છુક એવા પંડિત શોક ન કરવો જોઇએ.
धर्म्म शोक भयाहार નિદ્રા-જામતિ-ધ: I यावन्मात्रा विधीयन्ते, तावन्मात्रा भवन्त्यमी ॥ १ ॥
-
ધર્મ – શોક – ભય – આહાર — નિદ્રા – કામ – કયિો ને – ક્રોધ જેટલા પ્રમાણમાં વધારાય તેટલા પ્રમાણવાલા તેઓ થાય છે. ૧. ગાંધારીદેવીએ (રાણીએ) શોક છોડે તે કૃષ્ણે દુર્યોધન આદિ પ્રાણીઓનો દાહ કર્યો પછી યુધિષ્ઠિરે