________________
પાંચ પાંડવોએ કરેલો થી શત્રુંજયનો ઉધ્ધાર અને રોડ સાથે મુનિગમન
૪ર૩
તારી હમણાં તેઓનાંવસ્ત્ર આદિગ્રહણ કરવામાં ઈચ્છા હોય તો એજ્જ બાણવડે હું સર્વને સૂઈ ગયેલા કરું અને એજ્જ બાણવડે બધાનાં માથાં મૂંડી નાંખ્યું. આ તરફ ગંગાપુત્ર ભીખે શંખનો અવાજ સાંભળીને કહ્યું કે હે દુર્યોધન ! આ સ્ત્રીના વેશને ધારણ કરનારો ફાલ્ગન (અર્જુન) છે. હમણાં સંધિ કરીને એને આજે રાજય આપવું જોઈએ. જો એમ નહિ કરોતો તે સમય આવે શત્રુઓને હણશે. આ સાંભળી ગોલ લઈ દુર્યોધન રાજા જેટલામાંજાય છે. તેટલામાં અર્જુને રથને શત્રુ ઓ તરફ ચલાવ્યો. અર્જુને તેવી રીતે શંખ પૂર્યો કે જેથી તે વખતે ગાયો પોતાની જાતે જ ઊંચાં પૂંછડાં વાલી (ઈ) પોતાના નગર તરફ પાછી ફરી, અર્જુને કહ્યું કે ગાયોને હરણ કરતા અને નાસતા એવા ધૃતરાષ્ટ્રના પુત્ર એવા તારાવડે હમણાં પોતાના નિર્મળ કુળમાં ક્લંક લગાડાયું છે. કહાંછે કે –
सम्यग् शोचेनहीनं, क्षुतविवशतनु मुक्तकेशं हसन्तं, निष्ठिवन्तं रूदन्तं मदनपरवशं, जृम्भमाणं स्खलन्तं। भ्रातं भ्रातं विवस्त्रं परिकलितरूषं, लङिघतोच्छिष्टध्यानं, छिद्रं लब्ध्वा विशन्ति ध्रुवमिह पुरूषं प्रायसो दुष्टदोषाः ॥१॥
સારી રીતે વિચાર ક્ય વગર – ઈક્વડે પરાધીન શરીરવાલા ટાવાળવાળા હસતા – ઘૂંકતા – રોતા કામને પરાધીન – બગાસુંખાતા – અલના પામતા વારંવાર ભ્રમણ કરતા – ખરાબ વસ્ત્રવાળા – રોષથી વ્યાપ્ત – ઉલ્લંઘન કરેલા મલિન ધ્યાનવાલા એવા પુરુષોમાંપ્રાય: કરીને દુષ્ટોષો ખરેખર અહીં છિદ્રપામીને પ્રવેશ કરે છે. ૧. શત્રુનો સમુદાય ભેગો થાય ત્યારે શત્રુઓ વડે કેમ જઈ શકાય? (નાસી જવાય?) તું ક્ષણવાર ઊભો રહે. તું યુદ્ધ કર અને તારું બલ બતાવ, તે પછી અર્જુને છેડેલા સંમોહન અસ્ત્રવડે સઘળા શત્રુઓ ભૂમિપર પડી ગયા, અને નિદ્રાને પામેલા કરાયા (નિદ્રાધીન બનાવ્યા) ભીખવિના જ્યારે બધા શત્રુઓ ચેષ્ટા વગરના થયા ત્યારે અર્જુને ઉત્તરકુમારને કહ્યું કે ઉત્તરકુમારા તું દુર્યોધનનાં નીલ વસ્ત્રોને જો, કર્ણને વિષે પીળાં વસ્ત્રોને અને બીજાઓનાં જુદી જુદી જાતના રંગવાળાં વસ્ત્રોને જો, તારી બહેનને માટે નિચ્ચે દુકુલ વગેરે રશમી વસ્ત્રો) જોઈએ છે. તે તું શંકા રહિત ગ્રહણ કર. કારણ કે આ શત્રુઓ સૂઈ ગયાછે. ઉત્તરકુમાર કેટલાંક રેશમી વસ્ત્રો – મસ્તક્ના મણિ - છરી – તલવાર લઈને પોતાના રથમાં ચઢી ગયો. અર્જુને વિનયપૂર્વક ગંગાપુત્ર ભીષ્મને નમીને શત્રુઓની ઉપર નિદ્રાને છોડાવનારું બાણ મૂક્યું કહયું છે કે:
જિતેન્દ્રિયપણું – વિનયનું કારણ છે. ગુણનો પ્રર્ષ (વધારો) વિનયથી પ્રાપ્ત થાય છે. અધિક ગુણવાલા પુરુષ ઉપર માણસ અનુરાગને કરે છે. માણસોના અનુરાગથી ઉત્પન્ન થયેલી સંપત્તિઓ થાય છે. ૧. અર્જુન દુર્યોધનને પોતાનો દેહ બતાવીને ઉત્તરકુમાર સહિત વિરાટ નગરની પાસે ગયો. દક્ષિણ અને ઉત્તર દિશામાંથી આવેલા અને શત્રુઓ પોતાની જાતે લજજા પામેલા, જાણી છે પાંડુરાજાના પુત્રોની સ્થિતિ જેણે એવા પોતાના નગરમાં ગયા.
આ તરફ ભીમના સાનિધ્યથી ક્ષણવારમાં શત્રુઓને જીતીને વિરાટરાજા પોતાની નગરીની અંદર સારા ઉત્સવ પૂર્વક આવ્યો. અર્જુન (ઉત્તરકુમારને) કહાં કે – મારા વડે શત્રુઓ ઉપર જે જે કરાયું છે તે તારે ત્રણ દિવસ સુધી પિતાની આગળ કહેવું નહિ. કહાં છે કે