________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુનિગમન
૨૧
માટે કોઈ પણ શક્તિમાન ન થયો. તે પછી ભાઈ સહિત યુધિષ્ઠિર બખ્તર ધારણ કરી તે જ વખતે ત્રિગર્ત દેશના સ્વામી સુશર્મા રાજાને હણવા માટે અતિવેગથી ઘેડયો. યુધિષ્ઠિરના આદેશથી ભીમ ઘણાં વૃક્ષોને મૂળમાંથી ઉખેડીને ઘણા શત્રુઓને હણતો હણતો શત્રુઓની પાસે ગયો. ત્રિગર્ત રાજાને મત્સ્ય રાજાની અંગુલી આપવાથી મૂકીને ભીમ બોલ્યો કે સત્પરુષો વડે ન્યાય માર્ગ સેવાય છે. કહયું છે કે :
रेवा हा मग्गेण वह, मतउनमूलि पलास। कल्ले जलहर थक्कसि, कवण पराई आस ॥१॥ रे कारिल्ल हयासे! चडिआ निम्बंमि पायवे पउरे। अहवा तुज्झ न दोषो, सरिसा सरिसेहि रजति॥२॥
હે રેવા! તું માર્ગ વડે ચાલ. પલાસવૃક્ષને ઉખેડનહિ. કાલે જલધર – મેઘ થાકી જશે. પારકી આશા શા માટે? હે હતાશ કારેલી તું મોટા લીમડાના ઝાડ ઉપર ચઢી તેમાં તારો ઘેષ નથી. અથવા તો સરખા સરખાની સાથે જ આનંદ પામે આ પ્રમાણે સુશર્મ રાજાને કહીને છેડી લઈને બધી ગાયોને પાછી વાળીને ભીમ મત્સ્ય રાજાને પોતાની છાવણીમાં લઈ ગયો, હર્ષિત થયેલો રાજા તે વખતે તેને આસન આપવાથી સન્માન કરીને ત્યાં રાત્રિમાં જુદા જુદા શ્રેષ્ઠ ઉત્સવ કરતો રહયો. એ પ્રમાણે દક્ષિણ દિશા તરફ ગાયોને ગ્રહણ કી.
આ બાજુ ઉત્તર દિશાના ભાગમાંથી દુર્યોધન રાજાએ ગાયોને વાળી અને ગોવાળિયાઓ ધુંબાર કરવા લાગ્યા. ગોવાળિયાઓના મુખેથી ગાયોનું હરણ સાંભળીને રાજાનો પુત્ર ઉત્તર માતા અને બહેનની આગળ વચન સ્કુરાયમાણ કરતો બોલ્યો. જો આજે મારો કોઈ શ્રેષ્ઠ સારથિ મનુષ્ય હોય તો હું શત્રુઓને હણીને બધી ગાયોને પાછી વાળું તે વચન સાંભળીને દ્રોપદીએ ઉત્તરકુમારને એ કહતું કે તારી બહેનનો ક્લાચાર્ય બૃહન્નટ અહીં છે. તે અર્જુનનો સારથિ હતો. શત્રુને મર્દન કરવામાં તે સમર્થ છે. તે પણ રણસંગ્રામમાં તારો શ્રેષ્ઠ સારથિ થશે. ઉત્તરકુમાર પોતાની બહેનની વાણીથી બળાત્કારે તે વખતે બૃહન્નટ પાસે ઘણા પ્રયત્નથી સારથિનું કામ ધારણ કરાવ્યું. અર્જુન તે વખતે ઊલટા એવા બખ્તરને ધારણ કરતો સ્ત્રી વર્ગને હસાવતો આદરપૂર્વક રથમાં બેઠો. જતાં એવા ઉત્તરકુમારને બહેનોએ કહ્યું કે તું જા શત્રુઓને જીતીને શ્રેષ્ઠ વસ્ત્રો તું અહીં લાવજે.તે વસ્ત્રોવડે સુંદર એવી પૂતળીઓ – ઢીંગલીઓ બાળ ક્રીડામાં તત્પર એવી અમારાવડે અમારા હાસ્યને માટે આદરપૂર્વક કરાશે સ્ત્રીજનો મોટેથી હસતે ઉત્તરકુમાર બૃહન્નટને (ભીમને) સારથિ કરીને શત્રુઓને હણવા માટે વેગથી ચાલ્યો. માર્ગમાં જતાં સ્મશાન વૃક્ષમાં રહેલાં શસ્ત્રોને વેગથી લઈને બૃહન્નટ તે રથમાં બેઠો. આગળ મોટી સેના જોઈને કંપને ઘારણ કરતો ઉત્તરકુમાર રથમાંથી ઊતરીને નાસતો સારથિવડે ધારણ કરાયેલો બોલ્યો આગળ મોટું સૈન્ય દેખાય છે. તેથી યુદ્ધ દુર છે. તું રથને પાછું વાળ હું હમણાં આગળ આવીશ નહિ. બૃહન્ન કહ્યું કે પોતાની બહેનોની આગળ તો બડાઈ હાંકી. તો પછી શત્રુઓને હાયા વિના પાછ કેમ નીકળે છે? કહયું છે કે
લગિરિનો સમૂહ ચલાયમાન થાય. સમુદ્ર મર્યાદાને મૂકે તો પણ નિર્મલ મનવાલાઓની પ્રતિજ્ઞા યુગને અંતે પણ ચલાયમાન થતી નથી.