________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુક્તિગમન
तेजोभि र्भास्कर इव, कलाभिरमृतांशुवत्; कवि: कवित्व करणाद्, बुधो विबुधवत्पुनः॥१॥ गुरुवत् सर्वविद्यावि - न्मङ्गलो मङ्गलाकृते:,
असत्कर्मणिमन्दोऽभूद्, गाङ्गेयः शान्तनूद्भवः ॥२॥ તેજથી સૂર્ય જેવો, ક્લાથી ચંદ્ર જેવો, કવિત્વ કરવાથી કવિ જેવો દેવની જેમ બુધ, ગુરુની જેમ સર્વ વિદ્યાને જાણનારો ને મંગલઆકૃતિથી મંગલ જેવો ને ખરાબ કાર્યોને વિષે મંદ એવો શાન્તનુ રાજાનો પુત્ર ગાંગેય હતો. •
ગંગાએ કહયું કે હે સ્વામી ! તમે શિકારનું વ્યસન છેડી છે, શિકારથી આલોક અને પરલોકમાં દુઃખની પરંપરા થાય છે. નિષધ કરવા છતાં પણ શાન્તનુ રાજાએ જ્યારે શિકારને ન છેડ્યો ત્યારે ગંગાએ કહયું કે વ્યસનથી મનુષ્યોને નરક થાય છે.
द्युतंच मांसं च सुराच वेश्या, पापर्द्धिचौर्ये परदारसेवा। एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति॥ वैरं वौश्वानरं व्याधि - वाद व्यसन लक्षणाः। महानाय जायन्ते, वकाराः पञ्च वर्द्धिताः।
જુગાર – માંસ – મદિરા – વેશ્યા – શિકાર – ચોરી ને પરસ્ત્રી ગમન એ સાત વ્યસનો લોકમાં અતિભયંકર એવા નરકમાં લઈ જાય છે. વૈર – વૈશ્વાનર (અગ્નિ) વ્યાધિ – વાદ અને વ્યસન લક્ષણવાળા વૃધ્ધિ પામેલા પાંચ વકાર મોટા અનર્થ માટે થાય છે. આ પ્રમાણે કહેવાયેલો શાન્તનુ રાજા જયારે વ્યસન છોડતો નથી ત્યારે ગંગા પુત્રને લઈને પિતાના ઘરે ગઈ. વનમાંથી ઘરે આવેલા શાન્તનુ રાજા પુત્ર સહિત પ્રિયાને નહિ જોવાથી મૂર્છા પામ્યો. પ્રાપ્ત થયું છે ચૈતન્ય જેને એવો તે આ પ્રમાણે બોલ્યો કે હે ગંગા! આનંદપૂર્વક કામદેવ વડે તીણ બાણોવડે છેદતાં મારા અંગોને જોઈને તું કેમ ઉપેક્ષા કરે છે? તું ક્ષત્રિયાણી છે. આજે તારા વિના મારા પ્રાણો પ્રયાણ કરશે. આથી પ્રાણોને સ્થિર કરવા માટે હમણાં તું આવ, મંત્રીઓએ કહયું કે અસ્થિર એવા શોરૂપીવાયુવડે હે રાજન! તમે હમણાં કેમ પીડા પામો છે? કારણકે રાજાઓ મેગ્ની જેમ સ્થિર હોય છે. પ્રાણીઓના સંયોગો હંમેશાં થાય અથવા ન થાય. તેના માટે ક્યો બુધ્ધિશાળી, હર્ષ ને શોક્વડે પીડા પામે ?
धर्मशोकभयाहार - निद्राकामकलिक्रुधः। यावन्मात्राविधीयन्ते, तावन्मात्रा भवन्त्यमी।
. ધર્મ – શેક – ભય – આહાર – નિદ્રા – કામ – કજિયો ને ક્રોધ જેટલી માત્રાએ રાય તેટલી માત્રામાં થાય છે. તમે પ્રિયાની આગળ શિકાર છોડવાની જે પ્રતિજ્ઞા કરી હતી. તે તમે હમણાં ત્યજી દીધી છે. તેથી પ્રિયાએ તમને