________________
થી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
એક વખત વાયુપુત્ર (ભીમ) માતાના હાથમાંથી પર્વતના શિખર ઉપરથી પડી ગયો. તે વખતે માતા અત્યંત દુઃખી થઈ, શેતી એવી માતાએ પર્વત ઉપરથી ઊતરતા પથ્થરોના સમૂહને ઘણાં ચૂર્ણ રૂપ થયેલાં જોઈને વિચાર્યું કે મારો પુત્ર મરી ગયો. તે વખતે અખંડ અંગવાલા ભીમને પૃથ્વીતલઉપર રમતા મેળવીને માતા હર્ષિત થઈ. ને વાર વાર આલિંગન કરવા લાગી.
સ્વપ્નમાં ઈન્દ્રને જોઇને કુંતીએ ફરીથી પુત્રને જન્મ આપ્યો. યુધ્ધમાં સ્થિર એવા (પાંડુ) રાજાએ તેનું શપુત્ર નામ આપ્યું. ત્રીજો પુત્ર સારી રીતે ધનુર્વેદની લાઓને જાણતો હતો. આથી તે પુત્રનું ધનુર્ધર એ નામ થયું. મક્રિએ નકુલ અને સહદેવ નામના બે પુત્રોને જન્મ આપ્યો. પાંચ પુત્રો સાથે પાંડ(રાજા) નક્ષત્રોવડે ચંદ્રમાની જેમ શોભતો હતો. ગાંધારીએ અનુક્રમે નવાણું પુત્રને જન્મ આપ્યો. તેથી ધૃતરાષ્ટ્રને તે બધામલીને સો પુત્રો થયા. અત્યંત પરાક્રમી સો પુત્રોની સાથે ધૃતરાષ્ટ્ર આકાશમાં શતભિષક તારાઓવડે ચંદ્ર શોભે તેમ ચારે તરફથી શોભતો હતો.
એક વખત ની નાશિક્ય નગરમાં જિનેશ્વરને નમસ્કાર કરવા માટે ગઈ. ત્યાં તેણે નવું શ્રેષ્ઠ– શ્રી ચંદ્રપ્રભપ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં સારા દિવસે કુંતીએ ઘણાં દ્રવ્યોનો વ્યય કરતાં હર્ષથી શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ સ્થાપના કરી. દુયોધન કપટથી હંમેશાં રમતવડે પાંડુપુત્રોને ગતો તેઓના રાજ્યને ઈશ્નો તેઓ સાથે રમતો હતો. દુર્યોધનના કપટને જાણીને ભયંકર આકૃતિવાલો ભીમ હંમેશાં ધૃતરાષ્ટ્રના પુત્રને રમતમાત્રમાં જ મજબૂતપણે મારતો હતો. સૂતે એવા ભીમને બલપૂર્વક બાંધીને પાણીમાં નાંખ્યો. જાગેલા એવા તેણે રમતમાત્રમાં તે ઘરડાંઓને તોડી નાંખ્યાં. દુર્યોધને ભોજનમાં ઝેર નાંખીને ભીમને આપ્યું. પુણ્યના ઉદયથી તે ભીમને અમૃત થયું. દુર્યોધન ભીમને હણવા માટે એકાંતમાં જે જે આપતો હતો તે તે ઉખર ભૂમિમાં બીજને વાવવાની જેમ ભીમને વિષે નકામું થયું. દુર્યોધન વગેરે અને પુત્રો સહિત પાંડુ પિતાના આદેશથી કૃપાચાર્ય પાસે અનુક્રમે વિધાઓ ગ્રહણ કરતા હતા. તેઓને વિષે કર્ણ અને અર્જુન ધનુર્વિદ્યામાં દક્ષ થયા. દુયોધન અત્યંત લ કપટ ક્લા આદિને જાણનારો થયો. એક વખત અધ્યાયના દિવસે (ન ભણવાના દિવસે) ક્રીડા કરતા એવા કુમારોનો દડો ક્વામાં પડયો તેને બહાર કાઢવા માટે તેઓ જરાપણ શક્તિમાન ન થયા.
આ બાજુ અશ્વત્થામા પુત્ર સાથે ઘણાચાર્ય આવ્યા. કુમારોને વ્યક્ત જોઈને તેઓને કેમલસ્વરે આ પ્રમાણે કહયું, તમારું શું ગયું? અથવા તો ક્વામાં શું પડ્યું? તેઓ બોલ્યા કે હમણાં અમારો દડે કૂવામાં પડયો છે. દ્રોણે જોડયો છે મૂલભાગ જેનો એવાં બાણો વડે પુખને આપવાથી કૂવાના કાંઠે રહેલા તેણે દડાને જલદી હાથમાં ગ્રહણ કર્યો. દ્રોણને ચતુર જાણીને પાંડુરાજાએ ધનુર્વેદની શિક્ષા માટે તેને યુધિષ્ઠિર વગેરે પુત્રો આપ્યા. તેઓને વિષે કર્ણ ધનુર્વેદની ક્લામાં કુરાલ થયો.તેનાથી પણ અર્જુન અધિક ધનુર્વેદને જાણનારો થયો,
ધનુર્વિદ્યા વડે શોભતાં તે સર્વ વિદ્યાર્થીઓમાં દ્રોણ પરાક્રમ ને વિનયમાં અર્જુનનું બહુમાન કરે છે. સર્વમાં શ્રેષ્ઠ અર્જુનને જાણીને દ્રોણ ગુએ કહયું કે હવે પછી મારવડે અર્જુન કરતાં બીજાને અધિક વિધા અપાશે નહિ.
એક દિવસ એક ભિલ્લ– દ્રોણાચાર્યની પાસે આવીને ધનુર્વેદની વિદ્યાને માંગતો હતો. તેને પણ તે વિદ્યા આપી નહિ. વનમાં વૃક્ષના તલિયામાં દ્રોણની માટીમય સ્થાપના કરીને તેની આગળ સાધના કરતો ભિલ્લ ક્ષણવારમાં વિદ્યાનો