________________
૪૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
મરણના ભયથી હણાયેલા – દુ:ખ અને શેકથી પીડા પામેલા જગતમાં ઘણા પ્રકારનાં શરણ રહિત – વ્યાકુલ એવા લોકોને હંમેશાં એક ધર્મ જ રક્ષણ છે, ભાંગી ગયેલું દુર્જનનું હૃદય કુંભારના પાત્રની જેમ ઘડાતું (જોડાતું) નથી. સજજનનું ચિત્ત સોનાના ક્લશની જેમ સો ટુકડા થઈ જાય તો પણ ઘડાય છે. દુર્જનલોક બાવલના વનની જેમ અમૃત વડે સચે તો પણ જાતિસ્વભાવના ગુણવડે કાંટા ભાંગે છે. (કાંટારૂપે વધે છે) હવે તેવા વન – પર્વત કે ગુફામાં જઈએ
જ્યાં કોઈ શત્રુ જરાપણ આપણું રહેવું જાણે નહિ. આ બાજુ અહીંના મનુષ્યો સુંદર એવા પાંચ ભાઈઓ અને બે સ્ત્રીઓને બળી ગયેલાં શરીરવાળાં જોઇને પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા કે પાપી એવા દુર્યોધને ગુપ્તપણે બ્રાહ્મણ પુરોહિતને મોક્લીને લાફા ઘરને સળગાવી. પાંડવોને ભસ્મસાત્ (રાખ) . તે વખતે મનુષ્યોએ લાકડીઓને મુષ્ટિઓવડે તે બ્રાહ્મણને મારીને જલદીથી યમના ઘરે મોલ્યો. હયું છે કે :
ઘી વગરનું અલ્પ ભોજન, પ્રિયની સાથે વિયોગ – અપ્રિયની સાથે સંયોગ આ સર્વ પાપની ચેષ્ટા છે.
આ બાજુ દુર્યોધને બ્રાહ્મણ સહિત પાંડુપુત્રને યમના ઘરે ગયેલા જાણીને હર્ષવડે તેઓનું પ્રતિકાર્ય કર્યું. તે પછી દુર્યોધન નિષ્કટક રાજ્ય પામીને નિર્ભય એવો તે સર્વ ભાઇઓને આદરપૂર્વક માનવા લાગ્યો. કહ્યું છે કે:
न श्री: कुलक्रमायाता, शासनलिखिता न वा। खड्गेनाक्रम्यभुञ्जीत, वीरभोग्या वसुन्धरा ॥१॥ नाभिषेको न संस्कारः, सिंहस्य क्रियते मृगैः। विक्रमार्जितसत्त्वस्य, स्वयमेव मृगेन्द्रता ॥२॥
લક્ષ્મી લક્રમથી આવેલી નથી. ને શાસનમાં લખેલી નથી. ખડગ વડે આક્રમણ કરીને ભોગવવી જોઈએ. પૃથ્વી વીરપુરુષોવડેભોગવવા લાયક છે. મૃગો સિંહનો અભિષેક કરતા નથી. અને સંસ્કાર પણ કરતા નથી, પરાક્રમથી ઉપાર્જિત છે સત્વરેનું એવા તેને પોતાની જાતે જસિંહપણું હોય છે. આ બાજુ ગુફા અને પર્વતની અંદર ચાલતા પાંડુપુત્રો પોતાની સ્થિતિને જાણવાના ભયથી વિસામો લેતા ન હતા. સર્વે જીવો જીવવાને ઇચ્છે છે. મરવાને નહિ. તેથી મુનિઓ ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરે છે. પાંડવો ખરાબ – ઉકરડા અને કાંટા વગેરેથી વ્યાપ્ત પૃથ્વીતલમાં – વનમાં હંમેશાં દુ:ખવડે ચાલતા હતા. તેવા પ્રકારના માર્ગમાં દ્રૌપદી ને કુંતી જયારે ચાલવા માટે સમર્થ નથી. ત્યારે એક્રમ ભીમ ( તેઓના) થાક ઉતારવા માટે બન્નેને (ખભે) ઉપાડતો હતો. માતા અને પત્નીને સ્કંધ ઉપર ઉપાડતો ભીમ રાત્રિને પસાર કરીને સવારે પૃથ્વીના આભૂષણરૂપ ભીમ નામના વનમાં પહોંચ્યો તરસ્યાં, એવાં ભાઈ અને માતા વગેરેને જાણીને તેઓને ત્યાં મૂકીને શ્રેષ્ઠ મનવાલો ભીમ પાણીની મશક લઈને પાણી માટે ચાલ્યો. વનનું ઉલ્લંઘન કરીને ભીમ જલદી સરોવરમાં ગયો. પાણી વડે મશક ભરીને જલદી પાછો વળ્યો.
હે મનુષ્ય ! તું ક્ષણવાર ઊભો રહે. એ પ્રમાણે બોલતી પાછલ આવતી સ્ત્રીને જોઈને ભયરહિત એવો ભીમ ઊભો રહયો.