________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-ડ સાથે મુક્તિગમન
You
થાય છે. ઝેરનો રસ અમૃતની વર્ષા જેવો થાય છે. તુષ્ટ થયેલા તે દેવે ઉત્તમ સત્વથી શોભતા અર્જુનને ય આપનારા ગાંડીવ ધનુષ્યને આપીને અંતર્ધાન (અદેય) થયો. પ્રાપ્ત કરી છે વિદ્યા જેણે એવો અર્જુન ગાંડીવ ધનુષ્યને પોતાના હાથમાં ધારણ કરતો આવીને ભાઈ અને માતા વગેરેને યથાયોગ્ય નમ્યો. @યું છે કે:- વિનય રાજપુત્રો પાસેથી – સુભાષિત પંડિતો પાસેથી, અસત્ય જુગારીઓ પાસેથી અને કપટ સ્ત્રીઓ પાસેથી શીખવું જોઇએ.
એક વખત દ્રૌપદીએ આકાશમાંથી પડેલાં શ્રેષ્ઠ પુષ્યોને જોઇને ભીમની આગળ પૂછયું કે આવા પ્રકારનું ફૂલ લાવો. પુષ્ય માટે જતાં વાયુપુત્ર ભીમે એક સરોવરને જોતાં તેની અંદર શ્રેષ્ઠ પુષ્પોને જોયાં. આ બાજુ ભીમને નહિ જોવાથી દુઃખી થયેલા યુધિષ્ઠિર વગેરે ભાઈઓ જોવા લાગ્યા. પરંતુ તેઓએ ભીમને જોયો નહિ. તે વખતે કુંતીએ ચિત્તમાં હિબિકા નામની પુત્રવધૂને યાદ કરી. તેણે આવીને કહયું કે: - તમે મને શા માટે યાદ કરી ? કુંતીએ કહયું કે તારો પતિ ભીમ ફૂલને માટે અહીંથી ગયો છે. તે આવ્યો નથી. તેને જાણવા માટે મેં હમણાં તને યાદ કરી. તે પછી હિબિકા ધર્મપુત્ર વગેરેને સ્કંધ ઉપર કરીને ભીમની પાસે મૂકીને પોતાના પિતાના ઘરે ગઈ..
ભીમ સરોવરમાં જેટલામાં કમલ માટે પેઠે તેટલામાં તે બધા દેખતે છ દષ્ટિના વિષયમાંથી ચાલી ગયો (અદેય થયો) તેની પાછળ યુધિષ્ઠિર ગયો. તેની પાછળ અર્જુન ગયો, તેની પાછળ સહદેવ ગયો અને તેની પાછળ નકુલ પણ ગયો. સઘળા અદશ્ય થયા ત્યારે દુઃખી થયેલી કુંતી ને દ્રૌપદી શરીરનો ત્યાગ કરી (કાઉસ્સગ્ન કરી) અંતર્બાનમાં તત્પર રહી. કહયું છે કે : -
कारणात् प्रियतामेति - द्वेष्यो भवति कारणात्। स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित् कस्यचित्प्रियः॥ मोहबद्धा जना एते, लभन्ते दुःखसन्ततिम्। मोहमुक्तास्तु जायन्ते, सुखभाजो निरन्तरम्॥
કારણથી પ્રિયપણાને પામે છે. કારણથી દ્વેષ કરવા લાયક છે. આ મનુષ્યલોક સ્વાર્થનો અર્થ છે. કોઈ કોઈનો પ્રિય નથી . મોહથી બંધાયેલા લોકો દુઃખની પરંપરા પામે છે. મોહથી મુકાયેલા નિરંતર સુખી થાય છે. આ બાજુ જતો એવો વિદ્યાધર કુંતીના મસ્તક ઉપર પોતાનું વિમાન સ્થિર થયેલું જાણીને તે વિદ્યાધરે કુંતીના મનને જાણ્યું. કુંતીના ધ્યાન બલથી તે વિદ્યાધરે – સરોવરમાં જઈને તે પુત્રોને લીધા અને જલદી કુંતીની પાસે મૂક્યા. કુંતીએ કાયોત્સર્ગ પારીને પોતાના પુત્રોને આલિંગન કરીને પૂછ્યું કે મારા પુત્રો ! ક્યા સ્થાનમાંથી અહીં લવાયા તે કહો ?
વિદ્યાધરે કહયું કે દુર્યોધન રાજાએ એક દેવની આરાધના કરીને પુષ્પ લેવાના બહાનાથી બનાવટી સરોવર કરાવીને તમારા પુત્રોને યમરાજાના ઘરે લઈ જવાને એક્રમ દુષ્ટ મનવાલા તે પાપીએ ક્રૌચ બંધ કરાયેલો છે.
स्थाप्यते महतां पङ्क्तौ, क्वचिन्नीचोऽपि कार्यतः। स्थैर्याय स्थाप्यतेऽङ्गारः, कर्पूरसमकक्षया॥१॥