Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુક્તિગમન
૪૧૫ ગયે છતે સંસાર સમુદ્રમાં તારનારો – મોક્ષ આપનારો આ પર્વત છે ! આ શત્રુંજય તીર્થ ઉપર સગરચક્રવર્તીને રામ ઘણા સાધુઓ સહિત મુક્તિપુરીમાં ગયા છે. આ પ્રમાણે સાંભળી તે તીર્થની ઘણા દિવસ સુધી સેવા કરી યુધિષ્ઠિર રાજા નિચ્ચે મત્સ્ય દેશ તરફ ચાલ્યો. પાંડવોએ વિચાર કરીને પોતપોતાને વિશે આ પ્રમાણે વેશ ર્યો. યુધિષ્ઠિર કંક નામે બ્રાહ્મણના વેશને ધારણ કરનારા થયા. ભીમ વલ્લનામને ધારણ કરનારો રસોઇયો થયો. અર્જુન ખૂહનન્ટ નામને ધારણ કરનારો નાટકાચાર્ય થયો. નકુલ અશ્વનો અધિપતિ ગંધિક નામે વિશારદ થયો. અને સહદેવ ગોવિદ શ્રુતપાલ (સારથિ) નામે થયો. દ્રૌપદી સૈરધી નામે (કૃષ્ણાદાસી) વેશને ધારણ કરતી થઈ. આ પ્રમાણે વિચારીને સર્વે પોતપોતાના વેશને ધારણ કરનારા થયાં. નગરની પાસે સ્મશાનમાં શમીવૃક્ષના થડમાં મડદા વડે ઢંકાયેલા પોતપોતાનાં હથિયારોના સમૂહને પાંડુપુત્રોએ ક્ય.
પહેલાં વિશારદ બ્રાહ્મણવેશને ધારણ કરનારો યુધિષ્ઠિર રાજાને સારા આશીર્વાદપૂર્વક સુક્ત (સુભાષિત) હેનારા થયો. ભીમ વલ્લનામને ધારણ કરનારો રાજાનો રસોઈયો થયો. નટના રૂપને ધારણ કરનારો અર્જુન નાટક કરનારો થયો. સહદેવ પોતાના નામને ધારણ કરનારો અશ્વપાલ થયો. અને નલ હંમેશાં વૈદક કાર્ય કરનારો થયો. તે વખતે દ્રૌપદી બ્રહ્મવતને ધારણ કરનારી દાસીરૂપે થઈ. તે રાજાના ઘરમાં રાણીની સેવા કરનારી દાસી થઈ. યુધિષ્ઠિરે કંક નામના બ્રાહ્મણના રૂપે પોતપોતાનાં કાર્યોને વિષે સ્થાપન ર્યા અને માતાને ભક્તિથી કોઇના આવાસમાં રાખી. હયું છે કે:--
સભામાં આવેલા તેઓને વિરાટ રાજાએ પોતપોતાનાં કામમાં જોડ્યાં. અને સન્માન કરાયેલાં તેઓ ત્યાં ગુપ્તવૃત્તિથી સુખપૂર્વક રહેવા લાગ્યાં. સવારમાં બધાં ઊભાં થઈને ગુપ્તપણે રહેલી માતાને ગુપ્તવૃત્તિવડે પ્રણામ કરીને જ જમે છે અને પાણી પીએ છે. હયું છે કે:
ते धन्या ये सदा माता,- पित्रोश्चरणचर्चनम्। कुर्वते नमनं ये तु - पोषणं भविनो मुदा॥९॥
જે પ્રાણીઓ હંમેશાં માતા-પિતાનાં ચરણની પૂજા – નમન અને પોષણ હર્ષવડેકરે છે, તે ધન્ય છે. રસોઇયાના વેશને ધારણ કરનારા ભીમે એક વખત રણમાં મલ્લભટોને હણીને રાજાના માનને પામીને યશનો વિસ્તાર ક્યું. રાજાની પત્ની સુદેષણાના એકસોને છ ભાઇઓ હતા. તેઓમાં મુખ્ય કચક હતો. એક વખત સુદેષણાના ઘરમાં સુંદરરૂપને ધારણ કરનારી દ્રૌપદીને જોઈને કામાતુર થયેલા ચિકે અત્યંત યાચના કરી. કહ્યું છે કે :
दिवा पश्यति नो घूकः, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामान्ध, दिवा नक्तं न पश्यति ॥१॥
ઘુવડ દિવસે જોતો નથી. કાગડો રાત્રિએ જતો નથી, કોઈ અપૂર્વ એવો કામાંધ દિવસે અને રાત્રિએ જોતો નથી.
विकलयति कलाकुशलं, हसति शुचि पण्डितं विडम्बयति। अधरयति धीरपुरूषं, क्षणेन मकरध्वजो देवः ॥१॥