________________
૪૧૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર સમૂહથી તે વખતે પંચાંગ પ્રણિપાતથી નમ્યા. રોમાંચને ધારણ કરતા અનુમોદનમાં તત્પર થયેલા પાંડુપુત્રોએ તે મુનિને શુધ્ધઆહાર આપ્યો.
सत्पात्रं महती श्रद्धा, काले देयं यथोचितम्। धर्मसाधनसामग्री, बहुपुण्यैरवाप्यते॥ केसिं च होइ वित्तं, चित्तं अन्नेसिमुभयमन्नेसिं। चित्तं-वित्तं-पत्तं तिन्निवि केसिं च धन्नाणं॥२॥ सैव भूमिस्तदेवाम्भ:, पश्य पात्र विशेषतः। आने मधुरतामेति, कटुत्वं निम्बपादपे॥२॥
ઉત્તમપાત્ર –મોટી શ્રધ્ધા – યોગ્યકાલે યથોચિત આપવું અને ધર્મમાં ધનની સામગ્રી - ઘણાં પુણ્યવડે પ્રાપ્ત કરાય છે. કેટલાક્ની પાસે ધન હોય છે, કેટલાક્ની પાસે મન હોય છે. અને બીજાની પાસે બંને હોય છે. પરંતુ ચિત્ત – વિત્ત અને પાત્ર (આ ત્રણે) કોઈ ધન્ય પુરુષોને જ હોય છે. તેજ ભૂમિને તેજ પાણી છે. તમે જુઓ પાત્રના વિશેષથી આંબાને વિષે તે મધુરપણાને પામે છે. અને લીંબડાને વિષપણા (કડવાશ)ને પામે છે. તે વખતે આકાશમાં દુભિઓ વાગી અને સુપાત્રના દાનથી પાંડવોની આગળ આઠ કરોડ સોનામહોરો પડી, તે વખતે શાસનદેવીએ કહયું કે પાંડુપુત્ર એવા તમારે તેરમું વર્ષ મનોરમ દેશમાં રહેવું. આ પ્રમાણે વનમાં અને પર્વતોમાં ઘણાં કષ્ટોને સહન કરતા પાંડુપુત્રો શ્રી શત્રુંજયગિરિ ઉપર ગુપ્તપણે ગયા, ત્યાં શઆતમાં શ્રી ઋષભદેવ પ્રભુને નમસ્કાર કરી શ્રેષ્ઠપુષ્પોવડે પૂજા કરી પાંડુપુત્રો ધર્મ સાંભલવા માટે ગુરુ પાસે ગયા. ત્યાં ગુરુએ કહયું કે :
જગતમાં ઉત્તમ આ ગિરિ ઉપર અનંતા મુનિઓ સર્વકર્મનો ક્ષય કરી મુક્તિ પામ્યા છે.
આ અનાદિ તીર્થ છે. અહીં તીર્થકરો અને અનંતા મુનિઓ પણ પોતાનાં કર્મના સમૂહને ખપાવીને સિધ્ધ થયા છે. તે અહીં જે પક્ષીઓ અને શુદ્ર – પ્રાણીઓ અને સિંહ વગેરે છે તે ઉત્તમ એવા ત્રણ ભવોવડે સિધ્ધ થશે. આ અભવ્ય એવા પાપી જીવો આ પર્વતને નજરે જોતાં નથી. જે ભવ્ય જીવો છે તેઓ ઘણાં સુખની પ્રાપ્તિ માટે ઘણીવાર જુએ છે (દર્શન કરે છે)
राज्यादि लभ्यते भूरि- वारं तीर्थार्चनादतः। इदं तीर्थं सदासेव्यं, भव्यैः कल्याणशर्मदम्॥ गतेषु तीर्थनाथेषु - गते ज्ञाने च भूतले। तारकोऽयं भवाम्मोधौ, पर्वत: सिद्धिदायकः ॥
આ તીર્થની પૂજા કરવાથી રાજય આદિ સુખ ઘણીવાર મેળવાય છે. મોક્ષના સુખને આપનારું આ તીર્થ ભવ્ય _ જીવોએ હંમેશાં સેવા કરવા યોગ્ય છે. પૃથ્વીતલ ઉપરથી તીર્થકર ગયે છતે (તેમનો વિયોગ થયેળે)જ્ઞાન (ક્વલજ્ઞાન)