________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦-કોડ સાથે મુનિગમન
ચૈત્ર સુદિ આઠમના દિવસે વરદાન આપનારી તેજ દેવી, દુષ્ટ આશયવાળી તમને વિદ્ધ કરવા માટે આવશે કહ્યું છે કે:
न विश्वसेत् कृष्णसर्पस्य, खड्गहस्तस्य वैरिणः। आचाराच्चालितस्यापि, स्त्री चरित्रं न विश्वसेत्॥१॥
કાળા સર્પનો વિશ્વાસ ન કરવો, ખડગ છે હાથમાં જેને એવા શત્રુનો પણ વિશ્વાસ ન કરવો અને જે આચારથી ભ્રષ્ટ થયા હોય તેનો વિશ્વાસ ન કરવો, અને સ્ત્રી ચારિત્રનો વિશ્વાસ ન કરવો. પાંડુપુત્રોવડે વિનયથી નમન કરાયેલા નારદમુનિ હર્ષ પામ્યા અને આકાશમાર્ગે શાસ્વત તીર્થકરોને નમસ્કાર કરવા માટે ગયા, ચૈત્ર માસ આવ્યો ત્યારે કુટુંબ સહિત યુધિષ્ઠિર વારંવાર મંત્રનું ધ્યાન કરતો કાયોત્સર્ગમાં રહયો.
यत्नः कामार्थयशसां, कृतोऽपि विफलो भवेत्। धर्मकर्मसमारम्भः, सङ्कल्पोऽपि न निष्फलः ॥१॥
કામ-અર્થ અને યશનો કરાયેલો યત્ન પણ – નિષ્ફલ થાય. પરંતુ ધર્મકર્મના આરંભનો સંલ્પ પણ નિષ્ફળ થતો નથી. આ પ્રમાણે ધ્યાન કરતાં એવા તેના સાત દિવસ ગયા, આઠમે દિવસે દુર્યોધનવડે વશ કરાયેલી તે દેવીએ આવીને સર્વટુંબ સહિત યુધિષ્ઠિરને પ્રણામ કરીને નૃત્ય કરીને તે વખતે મોટા સ્વરે બોલી. દુયોધનની વાણીવડે તમને હણવા માટે કેટલામાં હું અહીં આવતી હતી તેટલામાં ઈન્દ્રના સેવદેવે મને ક્રૌચબંધનપૂર્વક બાંધી. તે દેવે કુશના આઘાત વડે મને મારા અંગને તેવી રીતે તાડન ક્યું કે જેથી મારા શરીરમાં પ્રાણનો નાશ કરે તેવી વેદના થઈ. દરેક પ્રહરે પ્રહરે નિરંતર નવા નવા માર વડે તેવી રીતે તે દેવવડે અત્યંત તાડન કરાઈ કે જેથી મેં વિચાર્યું કે આ પ્રાણનો નાશ કરનારા એવા દુ:ખમાંથી જો મારાવડે છુટાશે તો મારે યુધિષ્ઠિરની સેવા કરવી. હવે તે દેવે કહયું કે ન્યાયગામી એવા પાંડુપુત્રોને હણવા માટે જઈશ. તે વખતે જલદી તું મારાવડે હણવા યોગ્ય છે. મેં કે:- મારે ધર્મથી શોભતા પાંડુપુત્રોને વિન કરવાનું નથી. તેઓની સેવા જ કરવાની છે. તેથી મેં તમારી પાસે આવીને શ્રેષ્ઠ નાટક ક્યું. તમારે શત્રુનો વિશ્વાસ કરવા લાયક નથી. આ પ્રમાણે કહીને તે દેવી પોતાના સ્થાનમાં ગઈ ત્યારે પાંડુપુત્રો વગેરેએ માતાની સાથે પારણું કર્યું.
તે પછી ચાલી ગયો છે અંતરાય જેનો એવા તે પાંડુપુત્રો વિરોષે કરીને સર્વાનું ધ્યાન કરવામાં અત્યંત તત્પર થયા. કહયું છે કે :
महिषविषण्णो मशकः, शशकः शैले पिपीलिका पढ़े। सच्चरिते गुणिजने, पिशुनः कुपितोऽपि किं कुरूते? ॥१॥
પાડાથી ખેદ પામેલો મચ્છર – પર્વત ઉપર સસલો – કાદવમાં કડી – ને સારા – ચરિત્રવાલા ગુણીજન ઉપર કેપ પામેલો ચાડિયો પુરુષ શું કરે ? એક વખતધ્યાન પૂર્ણ થયું ત્યારે લેઈ સાધુ મહિનાના તપને અંતે દિવસના મધ્યભાગમાં ભિક્ષાને માટે પાંડવોના ઘરે આવ્યા. સાક્ષાત્ શાંતરસ હોય એવા સાધુને જોઈને પાંડુપુત્રો હર્ષના ઉત્કર્ષના