Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
કામદેવ ક્ષણવારમાં ક્લામાં કુશલને (પણ) વિક્લ – (ગો) પવિત્ર પંડિતને હાંસી કરે છે, અને વિડંબના કરે છે. અને ધીર પુરુષને અધીર કરે છે. દ્રૌપદીવડે ધિક્કાર પામેલો સુદેષણાની આગળ આવીને કચકે પોતાના મનનો અભિલાષ ક્યો. સુદેષણાએ કહ્યું કે:- આ સ્ત્રી સતી સ્ત્રી દેખાય છે. તેથી કરીને તેની ઉપર નિચ્ચે હે ભાઈ! રાગ ન કરાય. હયું છે કે:
सत्यां न क्रियते वाञ्छा, रागबुद्धया सुबुद्धिना, सती रूष्टा ददातिस्म, दुर्गतिं देहिनामपि ॥१॥
સારી બુધ્ધિવાલાએ સતી ઉપર રાગ- વાંછા ન કરાય, રોષ પામેલી સતી પ્રાણીઓને પણ દુર્ગતિ આપે છે.
अप्पउ धूलिहि मेलिउ, सयणह दीधउ छार। पगि पगि माथा ढांकणउं - जिणि जोइ परनारि ॥२॥
જે પરસ્ત્રી તરફ દષ્ટિ કરે છે તે આત્માને કર્મરૂપી ધૂળવડે મલિન કરે છે. અને સ્વજનની ઉપર ભાર નાંખે છે. અને પગલે પગલે માથું ઢાંક્યું પડે છે. કીચકે કહયું કે હે બહેન ! તારાવડે હમણાં જે આ પ્રમાણે કહેવાય છે. પરંતુ એના વિના મારું મરણ થશે. તેથી તને દુઃખ થશે. ભાઈના મરણની બીક વડે સુદેષણાએ ભાઈને કહયું કે હમણાં તારા માટે હું વચનના બહાનાથી તેની પાસે માંગણી કરીશ. એક વખત કાંઈક કહીને સુદેષણાએ રાત્રિમાં કામને માટે દ્રૌપદીને ભાઈની પાસે મોક્લી. તેને આવતી જોઈને જલદી ઊભા થઈને કામી એવા કીચકે કહયું કે હે પ્રિયા ! આવ મારા શરીરને વિષે આલિંગન આપ.
તેનું આ કર્ણદુ પાપી વાક્ય સાંભળીને દ્રૌપદી બોલી કે હે મૂઢ ! આ પ્રમાણે તું મારા ઉપર કેમ બોલે છે? હયું છે કે: –
दुर्मन्त्रान् नृपतिर्विनश्यति यति: सङ्गात् सुतो लालनात्, विप्रोऽनध्ययनात् कुलं कुतनयात् शीलं खलोपासनात्। स्त्रीमद्यादनवेक्षणादपिकृषिः, स्नेहः प्रवासाश्रयान्, मैत्री चाप्रणयात् समृद्धिरनयात् - त्यागात् प्रमादाद्धनम्॥१॥
ખોટી વિચારણાથી રાજા નાશ પામે છે. સાધુ-સંગથી નાશ પામે છે. પુત્ર-લાલન પાલન કરવાથી નાશ પામે છે. ને બ્રાહ્મણ નહિ ભણવાથી નાશ પામે છે. કુલ ખરાબ પુત્રથી નાશ પામે છે. શીલ ખલની સેવા કરવાથી નાશ પામે છે. સ્ત્રી મદિરાથી નાશ પામે છે. ખેતી નહિ જોવાથી નાશ પામે છે. સ્નેહ પ્રવાસનો આશ્રય કરવાથી નાશ પામે છે. મૈત્રી અનેહ કરવાથી નાશ પામે છે. સમૃધ્ધિ અનીતિથી અને ધન ત્યાગથી ને પ્રમાદથી નાશ પામે છે.