Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
જો કે ધૃતરાષ્ટ્રના પુત્રોએ અહીં મારા ઉપર અપરાધો કર્યા છે. છતાં પણ તમે તેઓ ઉપર કૃપા કરો. કારણકે તે તમારા નાના ભાઇઓ છે, કહયું છે કે :
सुनो नातिं विकृतिं, परहितनिरतो विनाशकालेऽपि । छेदेऽपि चन्दनतरूः
सुरभियति मुखं कुठारस्य ॥ १ ॥
-
પારકાના હિતમાં રક્ત એવો સજજન વિનાશકાલમાં પણ વિકારને પામતો નથી. ચંદનવૃક્ષ છેદ કરાય તો પણ કુહાડાના મુખને સુગંધિત કરે છે. દુર્યોધનને છોડાવવા માટે યુધિષ્ઠિરને નિષેધ કરીને ( રોકીને ) વિદ્યાધર શત્રુને જીતવા માટે અર્જુન ચાલ્યો. જેમ મેઘ પાણીને છોડે તેમ અર્જુન લોઢાનાં બાણોને છોડતો. ચાલી ગયાં છે અસ્ર જેનાં એવા શત્રુને તેનાં શસ્ત્રો છેદીને કર્યો,ક્ષણવારમાં શત્રુને વશ કરીને યુધિષ્ઠિર રાજા પાસે (દુર્યોધનને)લઇ આવીને અર્જુન સારી ભક્તિથી નમ્યો. પોતાને અર્જુનવડે છોડાવાયેલો જાણીને યુધિષ્ઠિરને જોઇને યુધિષ્ઠિરનાં બે ચરણોને દુર્યોધન નમ્યો. તે વખતે યુધિષ્ઠિર અને અર્જુનનાં બે ચરણોને નમતાં ઘણાં ખેચરોને સૈન્ય સહિત રાજાઓને ભક્તિથી નમતાં જોઇને પોતાના વિષે નિર્બલતા જોઇને દુર્યોધન હૃદયમાં કૃધ્ધ થયો ને મુખ ઉપર પ્રસન્નતાથી યુક્ત થયો. ક્હયું છે કે : -
राई सरिसवमित्ताणि, परछिद्दाणिअ पासई | અપ્પનોવિØમિત્તળ, પાસંતોવિ ન પાસરૂં?શા
૧૧
( દુર્જન) રાઇ ને સરસવ જેટલાં પારકાનાં છિદ્રોને જુએ છે,પોતાનાં બિલાનાંફલ જેવડાં છિદ્રોને જોવા છતાં પણ તે જોતો નથી. હૃદયમાં શત્રુઓને અત્યંત અંદરના શલ્યની જેમ માનતો દુર્યોધન તે પાંડુ પુત્રોને હણવા માટે ઇચ્છે છે. યુધિષ્ઠિર વિચારવા લાગ્યા કે શત્રુ એવા દુર્યોધનઉપર પણ મારાવડે જે ઉપકાર કરાયો તે હું મારું ભાગ્ય જ માનું છું. કહયું છે કે :
दुर्जनजनसंतप्तो यः साधुः साधुरेव सविशेषात् ।
અપિ પાવવસન્તમ:, ઘુણ્ડ: સ્વાચ્છાઓ મધુરઃ ।।શા व्रजति विरसत्वमितर:, सत्यं परिमिलितसुन्दराः सन्तः । યાન્તિ તિતાઃ વનમાવું, સ્નિગ્ધ: પયો વિરોવિરા
દુર્જન જનથી સંતાપ પામેલો જે સાધુ તે વિશેષથી સાધુ જ હોય છે. અગ્નિથી સંતાપ પામેલી ખાંડ તે મધુર સાકર થાય છે. બીજો વિરસપણાને પામે છે અને ખરેખર સત્પુરુષો ભેગા થયેલા ( મલેલા) સુંદર થાય છે. તલ ખલ ભાવને પામે છે. દૂધનો વિકાર સ્નિગ્ધ થાય છે. મન વિના યુધિષ્ઠિરને નમીને જેટલામાં દુર્યોધન ચાલ્યો. તેટલામાં ભીષ્મ અને વિદુરે તેને કહયું. તારા વડે અર્જુનનું તેજ અને પોતાના વિષે નિર્બલતા જોવાઇ છે. આથી જલદી તે પાંડુપુત્રો સાથે તું સંધિ કર. ભીષ્મ અને વિદુરે વ્હેલ ચોખ્ખું– હિતકારી – સત્ય પણ તે જ દુર્યોધનને ઉખરભૂમિમાં વાવવા જેવું થયું.
=