________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–કોડ સાથે મુક્તિગમન
अमृतं शिशिरे वह्नि - रमृतं क्षीरभोजनम् । अमृतं राजसन्मान - ममृतं प्रिय दर्शनम् ॥ १॥
ઠંડીમાં અગ્નિ અમૃત છે. દૂધનું ભોજન અમૃત છે. રાજનું સન્માન અમૃત છે. ને પ્રિયનું દર્શન અમૃત છે.. જીતેન્દ્રિયપણું વિનયનું કારણ છે અને વિનયથી ગુણનો પ્રકર્ષ પ્રાપ્ત કરાય છે. અધિક ગુણવાલા ઉપર માણસ અનુરાગ કરે છે. અને સંપત્તિઓ ગુણના અનુરાગથી ઉત્પન્ન થાય છે. વિનયમાં શિષ્યની પરીક્ષા થાય છે. સંગ્રામમાં સુભટની પરીક્ષા થાય છે. સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે. અને દુષ્કાલમાં દાનની પરીક્ષા થાય છે. ચાલતા યુધિષ્ઠિર ચક્રનગરમાં દેવશર્મા બ્રાહ્મણના ઘરમાં પ્રતિજ્ઞા કરેલા કાલને પસાર કરવા માટે રહયા.
૪૦૩
ત્યાં રહેલી હિડંબાને યુધિષ્ઠિરે કહયું કે અમારે હંમેશાં બાર વર્ષ સુધી દુ:ખ સહન કરવાનું છે. તેથી તું પોતાના ઘરે જા, જેથી તને દુ:ખ ન થાય. હિડંબાએ ક્યું કે તમને હમણાં અહીં મૂકીને હું કેવી રીતે જાઉ ? તું જા એ પ્રમાણે યુધિષ્ઠિરે કહયે તે હિડંબાએ કુંતીને ભીમથી ઉત્પન્ન થયેલો ગર્ભ જણાવીને જતી વખતે આ પ્રમાણે કહ્યું. તમે બધા યોગ્ય સમયે જલદી મને યાદ કરજો. કુંતીએ ક્હયું કે હે સ્વચ્છ ! તું જા. સારાં ભોજનો વડે ગર્ભનું પોષણ કરજે.
वातलैश्च भवेद्गर्भः, कुब्जान्धखञ्जवामनः । पित्तलैस्स्वलति पिङगु: - श्वित्री पाण्डुः कफात्मभिः ॥
વાયડા પદાર્થો વડે ગર્ભ – કૂબડો – આંધળો લંગડો ને ઠીંગણો થાય છે. પિત્તવાલા પદાર્થોથી ગર્ભ ટાલિયો, પીળા શરીરવાળો ( સફેદ શરીરવાળો ) થાય. અને વાલા પદાર્થોથી ગર્ભ કોઢિયો પાંડુ થાય છે તે પછી હિડંબા અનુક્રમે સાસુ અને દ્રૌપદીનાં ચરણોને નમસ્કાર કરી નિર્મલ મનવાલી પિતાના આવાસમાં ( ઘરમાં ) ગઇ.
यथा चित्तं तथा वाचो, यथा वाचस्तथाक्रिया । धन्यास्त येषां विसंवादो न विद्यते ॥
જેવું ચિત્ત હોય તેવી વાણી હોય, જેવી વાણી હોય તેવી યિા હોય, જેઓને તે ત્રણેય વસ્તુમાં વિસંવાદ ન હોય તે ધન્ય છે. એક વખત ત્યાં શિવા નામની દેવશર્માની પત્નીને રોતી જોઇને ભીમે પૂછ્યું કે તું શા માટે રડે છે ? તેણીએ ક્હયું કે પહેલાં આ નગર ઉપર બક નામનો રાક્ષસ હાથમાં આખી નગરી સરખી શિલા ધારણ કરીને નગરીની ઉપર આવ્યો. (પછી) તે બક રાક્ષસે કહયું કે હમણાં આ શિલા વડે આ નગરીને ચૂર્ણ કરું છું. તે વખતે ભય – ત્રાસ પામેલા રાજાએ તેને ઘણું બલિદાન કર્યું. કહ્યું છે કે :–