________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
तावद्वयाच्च भेतव्यं, यावद्भयमनागतम् । સાત તુમય પૃષ્ટવા, પ્રહત્ત્તવ્યમકૃિત: શા
ત્યાં સુધી જ ભયથી ભય પામવો કે જયાં સુધી ભય આવ્યો નથી. આવેલા ભયને જોઈને શંકા રહિત પ્રહાર કરવો. ભીમને જોઇને તેના રૂપવડે મોહપામેલી પરણવા ઇચ્છતી તે સ્ત્રીએ કહ્યું કે આ વનમાં બળવાન એવો હિડંબ નામનો રાક્ષસ છે હું તેની હિડંબા નામની બહેન કુમારિકા છું. મનુષ્ય ગંધથી તને અહીં આવેલો જાણીને (તને) ખાઇ જવા ઇચ્છે છે. ભાઇ વડે મોક્લાવેલી હું તમને જોઈને મોહ પામેલી એવી હું વરવા માટે ઇચ્છું છું. તો હે નરપુંગવ ! તું મને વર.
જન્મ
જો એમ નહિ કરે તો મારો મોટો ભાઇ હિડંબ અહીં આવીને તને હણશે. ભીમે ક્હયું કે મારાં ચાર ભાઇઓ માતા ને પ્રિયા છે. તેઓની અનુજ્ઞાવડે હું પત્નીને પરણીશ અન્યથા નહિ. તે બંને આ પ્રમાણે વાતો કરતાં હતાં ત્યારે હિડંબ ત્યાં આવ્યો. જેટલામાં ભીમને હણવા માટે તે રાક્ષસ ઘેડયો તેટલામાં ભીમ વૃક્ષને મૂલમાંથી ઉખેડીને હણવા માટે તૈયાર થયો. ક્ષણવાર ભૂમિ ઉપર ને ક્ષણવાર આકાશમાં, તે બંને પરસ્પર અસ્ર – વૃક્ષ આવિડે અતિભયંકર યુધ્ધ કરવા લાગ્યા. પરસ્પર ભયંકર રૂપવાલા તે બંને પગના સંઘટટથી સમુદ્ર સહિત પર્વતોને કંપાવતી ભૂમિ કંપવા લાગી, રાક્ષસવડે – દૃઢ પ્રહારવડે ભીમને હણાયેલો જોઇને હિડંબાએ કુંતીની આગળ ભીમની ચેષ્ટા ક્હી. તે પછી કુંતીના આદેશથી તલવાર છે હાથમાં જેના એવો યુધિષ્ઠિર ઘેડયો. શત્રુને હણવા માટે ભીમની પાસે ગયો. યુધિષ્ઠિરને આવતા જોઇને સારી ભક્તિથી ભીમે નમીને શત્રુને મુષ્ટિ વડે તેવી રીતે માર્યો કે જેથી તે યમના મંદિરમાં ગયો યું છેકે :
श्रियमनुभवन्ति धीरा न भीरवः किमपि पश्य शस्त्रहतः । વાળ: સ્વાંતતિર્ - જ્ઞનરેલાકૃિતં ચક્ષુઃ ।। खेडम खूंटा टालि खूटा विणु सिख नही । साहसि हुतउ हलवहइ देवह तणइ कपालि ॥२॥
ધીરપુરુષો લક્ષ્મીને અનુભવે છે. ભીરુ લોકો કાંઇ પણ નહિ. તમે જુઓ ! શસ્ત્રથી હણાયેલો કાન સોનાના અલંકારવાળો હોય છે. અને ચક્ષુ અંજનની રેખાથી યુક્ત હોય છે.ખૂંટને ટાલ્યા વગર ખૂંટાઓ ખેડવાનું શીખતો નથી–
– જે સાહસિક પુરુષો હોય છે, તે ભાવિના (દૈવના) કપાલ પર હલને ચલાવે છે. તે પછી હિડંબિકા ક્ષણવાર ભીમની પીને છોડતી નથી અને કહે છે કે વિવાહ કરીને તું મને વર, ક્હયું છે કે :
रागी बध्नाति कर्माणि वीतरागो विमुच्यते ।
બના! નિનોપદેશોથં-સંક્ષેપાવન્ધમોક્ષયોઃ શા