________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
પછી સર્વે દુયોધનના નાના ભાઇઓ જુદી જુદી પોત પોતાની મનોહર ક્લાઓ તે વખતે ગાંગેયને બતાવતા હતા. તે વખતે પાંડુરાજા વગેરેએ ગુરુને હર્ષવડે નમીને પૂછ્યું કે અર્જુનને શ્રેષ્ઠ રાધાવેધની ક્લા કેમ થઈ? કોણે કહ્યું કે અર્જુન 'વિનીત ને ભાગ્યવાન છે, આથી તેને રાધાવેધની ક્લા થઈ. કહયું છે કે:
વિન: રાનપુષ્ય, પંહિતેચ્છ: કુમાષિતYI અમૃત ચૂતમ્ય, - ત્રીષ્ય: શિક્ષેત વૈતમારા
રાજપુત્રો પાસેથી વિનય – પંડિતો પાસેથી સુભાષિત – જુગારીઓ પાસેથી અસત્ય –ને સ્ત્રીઓ પાસેથી કપટ શીખવું જોઈએ.
જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે. વિનયથી ગુણમાં ખર્ષ (વધારે) પ્રાપ્ત થાય છે. અધિક ગુણવાલા પુરુષ ઉપર મનુષ્ય અનુરાગ કરે છે. અને સંપત્તિઓ લોકના અનુરાગથી ઉત્પન્ન થાય છે. કોણે હરણીઓની આંખોને આંજી? સુંદર પીછાંવાલા મોરોને કોણ બનાવે છે? કમળોને વિષે પાંદડાંઓનો સમૂહ કોણ કરે છે? કુલવાન પુરુષોને વિષે વિનય વેણ રે છે? વિનયને વિષે શિષ્યની પરીક્ષા થાય છે. યુધ્ધમાં સુભટની પરીક્ષા થાય છે. સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે. દુક્કાલમાં દાનની પરીક્ષા થાય છે
તે વખતે કર્ણ પણ પોતાની સુંદર ક્લાઓને બતાવતો તે સભામાં સર્વને હર્ષ ઉત્પન્ન કરાવતો હતો. સર્વે રાજાઓ તેઓની ક્લાઓને જોઈને જુદા જુદા મને ધુણાવતાં હોય તેમ યથોચિત પ્રશંસા કરતા હતા, અર્જુન તે સભામાં રાધાવેધની ક્લાને બતાવતો ગાંગેય વગેરે રાજાઓને ખુશ કરતો હતો. તે વખતે દુયોધનવડે ભૂકુટિની સંજ્ઞાવડે પ્રેરણા કરાયેલો સૂતપુત્ર (કર્ણ અર્જુનની સાથે નિર્દયપણે યુધ્ધ કરવા માટે ઊભો થયો.
શબ્દ વડે આકાશમાં અવાજ કરતો અને અત્યંત હાથમાં આસ્ફોટને કરતો કર્ણને રાજાઓને પોતાની ક્લાદેખાતો હતો. તેવા પ્રકારની શ્રેષ્ઠ ધનુર્વેદની ક્લાને જોઈને તેને દુયોધને ચેદિશનું રાજ્ય આપ્યું સૂતપુત્ર (કર્ણ)ને દુર્યોધન રાજાવડે અપાયેલી ચંપાને જોઈને અર્જુને દુર્યોધનને કહ્યું કે નીચ સૂતપુત્ર ને ચંપાપુરી કેમ આપી? ત્યારથી ઈન્દ્ર સરખા પરાક્રમવાલા અર્જુન ઉપર કર્ણ દ્વેષી થયો. સર્વ પ્રજાઓ સઘળા પાંડુપુત્રો ઉપર પ્રીતિવાલી થઈ. ખરાબ કર્મથી તે ધૃતરાષ્ટ્રના પુત્રોઉપર દ્વેષયુક્ત હતી. તે વખતે પાંડુરાજાએ દેશો વહેંચીને યથાયોગ્ય આપ્યા. ધૃતરાષ્ટ્રના પુત્રોને શ્રેષ્ઠ કુશસ્થલપુર આપ્યું. પાંડુરાજા પાસેથી ઘણાં ગામો પામીને દુર્યોધન મનમાં તૃપ્તિ ન પામ્યો. કારણ કે આશા દુસ્તર છે. (દુઃખથી પાર પમાય તેવી છે. )
अग्नि विप्रो यमो राजा, समुद्रमुदरं गृहम्; सप्तैतानि न पूर्यन्ते, पूर्यमाणान्यनेकशः॥ तृष्णाखानिरगाधेयं, दुष्पूरा केन पूर्यते ? या महदिभरपि क्षिप्तैः, पूरणैरेवखन्यते॥