________________
૩૯૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
दुःख स्त्रीकुक्षिमध्ये प्रथममिहभवे गर्भवासे नराणां, बालत्वे चापि दुःखं मललुलितवपुः स्त्रीपयः पानमिश्रम् । तारूण्ये चापि दुःखं भवति विरहजं वृद्ध भावोऽप्यसारः, संसारे रे मनुष्या ! वदत यदि सुखं स्वल्पमप्यस्ति किञ्चित् ॥ गतसारेऽत्र संसारे, सुखभ्रान्ति शरीरिणाम् । लालापानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः । निर्विवेकतया बाल्यं, कामोन्मादेन यौवनम् वृद्धत्वं विकलत्वेन्, सदा सोपद्रवं नृणाम् ॥/ प्रातर्मूत्रपुरीषाभ्यां मध्यान्हे क्षुत्पिपासया । तृष्णाकामेन बाध्यन्ते, प्राणिनो निशि निद्रया ॥ 'कम्मह वारइं ज्झडपडउ - धम्मह मंदीदेह आपण सरसी चोरडी - तई किम सीखी एह ॥ १ ॥ जे जिण धम्मह बाहरा, जाणे जेवारि । સંસારી સંઘારાશા
ऊगी ऊगी खय गया,
66
આ સંસારમાં મનુષ્યોને પહેલાં ગર્ભાવાસમાં સ્ત્રીની કુક્ષિની અંદર દુ:ખ હોય છે. બાળકપણામાં મલથીવ્યાપ્ત શરીરવાલી સ્ત્રીના દૂધના પાનથી મિશ્રિત દુ:ખ હોય છે. યૌવનમાં વિરહથી ઉત્પન્ન થયેલું દુ:ખ હોય છે. વૃધ્ધપણું પણ અસાર હોય છે. હે મનુષ્યો ! જો સંસારમાં કંઇ જ (પણ) અલ્પ સુખ હોય તો ક્હો ! ॥ સાર વગરના સંસારમાં પ્રાણીઓને જેમ બાલકને અંગૂઠાને વિષે લાલનું પાન કરવામાં જેમ દૂધનો ભ્રમ થાય છે. તેમ સુખની ભ્રાંતિ થાય છે ! વિવેક રહિતપણાવડે બાલકપણું – કામના ઉન્માદવડે યૌવન – અને વિક્લપણા વડે વૃધ્ધપણું મનુષ્યોને હંમેશાં ઉપદ્રવવાળું હોય છે. ! પ્રાણીઓ સવારે પેશાબ ને ઝાડા વડે – મધ્યાહને– ભૂખ ને તરસ વડે રાત્રિમાં તૃષ્ણા – ઇચ્છા ને નિદ્રાવડે પ્રાણીઓ પીડા પામે છે.
“ કર્મને ઝટપટ પૂરાં કરે છે. ધર્મ કરવામાં દેહ મંદ હોય છે. તે આત્માને ચોરવા જેવું ( સરખું ) છે. તે તેણે કેમ શીખવ્યું ? ”
જે જિનધર્મથી બાય છે. તેઓ જે વખતે જાણે છે તે વખતે સંસારી જીવો સંસારમાં ઉત્પન્ન થઇ થઇને ક્ષય પામ્યા હોય છે. ” પાંડુ ને કૃષ્ણ વગેરે રાજાઓએ ધર્મ સાંભળી મુનિને નમીને પૂછ્યું કે આ દ્રૌપદી પાંચ પતિવાલી કેમ થઇ ?