________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
દ્રૌપદીના ઘરમાં એક પતિ હોતે તે જે આવે તેને બાર વર્ષ સુધી તીર્થ સેવન કરવું. તે વખતે અનેક જીવો કૃષ્ણ ધર્મસુત યુધિષ્ઠિર વગેરેએ નારદ ઋષિ પાસે જીવદયામૂલ મોક્ષ સુખને આપનારો ધર્મ ગ્રહણ કર્યો. અહિંસાથી ઉત્પન્ન થયેલો તે ધર્મ હિંસાથી કેમ થાય ? પાણીમાં ઉત્પન્ન થયેલાં કમલો અગ્નિમાં ઉત્પન્ન થતાં નથી.
૩૯૨
सर्वाणि भूतानि सुखेरतानि सर्वाणि दुःखस्यसमुद्विजन्ति । तस्मात् सुखार्थी सुखमेव दत्ते, सुखप्रदाता लभते सुखानि ॥
સર્વ જીવો સુખમાં રાગી હોય છે. સર્વ જીવો દુ:ખથી ઉદ્વેગ પામે છે. તેથી સુખનો અર્થી સુખ જ આપે. તે સુખને આપનારો સુખને મેળવે છે.
એક વખત દ્રૌપદીના ઘરમાં ધર્મસુત યુધિષ્ઠિર રહ્યો હતો ત્યારે ચોરોએ ગૌધન વાળ્યું ત્યારે અને બંબારવ – બુમરાણ થયું ત્યારે – નહિ જાણતો એવો અર્જુન ધનુષ્ય માટે ત્યાં પ્રવેશ કરીને ધનુષ્ય લઇને શત્રુઓને હણીને વનમાંથી ગાયોને પાછી વાળી.પાર્થ – અર્જુન જયારે નગરના ઉદ્યાનમાં રહ્યો, અને નગરની અંદર આવતો નથી. ત્યારે ભાઇઓ સહિત ધર્મસુત – યુધિષ્ઠિરે આવીને આ પ્રમાણે ક્હયું.
હે પાર્થ ! અર્જુન ! તું નગરની અંદર જા. ન્યાયપૂર્વક પૃથ્વીનું પાલન કર. શા માટે તમે ઉધાનમાં ઊભા છો ? હવે તે અર્જુને કહ્યું કે – જે કારણથી સૈન્દ્રી દ્રૌપદીના ઘરમાં ધર્મપુત્ર – યુધિષ્ઠિર રહ્યા હતા ત્યારે મેં ધનુષ્યના માટે પ્રવેશ કર્યો આથી મારે બાર વર્ષ સુધી વનમાં રહેવું જોઇએ. યુધિષ્ઠિરે કહયું કે હે ભાઇ ! તું આમ કેમ કહે છે? હે ધનંજ્ય અર્જુન ! મારા મનમાં તારા ઉપર જરા પણ દ્વેષ નથી. અર્જુને ક્હયું કે મારી પ્રતિજ્ઞાનો ભંગ થયો છે. માટે હે ધર્મસુત યુધિષ્ઠિર ! મારે બાર વર્ષ સુધી વનમાં રહેવું જોઇએ.
चलति कुलाचल चक्रं, मर्यादामधिपतन्ति जलनिधयः । प्रतिपन्नममलमनसां, न चलति ॥
દાચ લગિરિનો સમૂહ ચલાયમાન થાય. ક્દાચ સમુદ્રો મર્યાદા મૂકે. તો પણ નિર્મલ મનવાલાઓની પ્રતિજ્ઞા ચલાયમાન થતી નથી. આળસુ એવા પણ સજજનપુરુષો જે અક્ષરો બોલ્યા હોય તે પથ્થરમાં ટાંકેલા હોય તેમ અન્યથા થતા નથી. એ પ્રમાણે વચનવડે વારેલો એવો અર્જુન તે વખતે ભાઇઓ સાથે ચાલતો પોતાની પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા માટે તીર્થ સેવા માટે ચાલ્યો ફાલ્ગુન) અર્જુન તીર્થમાં દેવોને ભક્તિપૂર્વક નમસ્કાર કરતો વૈતાઢયપર્વતઉપર ઋષભદેવ વગેરે જિનેશ્ર્વરોને નમ્યો..
આ બાજુ કોઇક દીનવાણીવાલો વિધાધર આવ્યો. અર્જુનવડે પુછાયેલા એવા તેણે પોતાનું દુ:ખ તેની આગળ આ પ્રમાણે યું. વૈતાઢ્ય પર્વતનીઉત્તર શ્રેણીમાં મણિચૂડ નામના નગરમાં મણિચૂડ નામનો વિધાધર શ્રેષ્ઠને બલવાન