________________
પાંચ પાંડવોએ કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર અને ૨૦–ક્રોડ સાથે મુક્તિગમન
જાણકાર થયો.
એક વખત ગુરુભક્ત એવો તે આ પ્રમાણે વનમાં ક્લાઓને શીખતો વૃક્ષના શિખરપર મનનેઇચ્છિત એવાં પાંદડાંને વીંધતો હતો. ધનુર્વેદને જાણનારા ભિલ્લને જોઇને અર્જુને ગુરુને કહયું કે હે ગુરુ ! તમે હમણાં ભિલ્લને ધનુર્વિદ્યા કેમ આપી ? દ્રોણે ક્હયું કે મેં કોઇને ધનુર્વિધા નથી આપી. તે પછી અર્જુને ધનુષ્યને ( ધનુર્વિદ્યાને ) જાણનાર એવા ભિલ્લને ગુરુને બતાવ્યો. દ્રોણે તે ભિલ્લને પૂછ્યું કે ક્યા ગુરુ પાસે તું ધનુર્વેદની ક્લા શીખ્યો ? તે પછી ભિલ્લે ક્હયું કે મેં માટીમય તમારી મૂર્તિ કરીને ધનુર્વિધા શીખી છે. તે હમણાં મને આવડી છે. પોતાની પ્રતિજ્ઞાના ભંગની ભીતિવડે દ્રોણે તેની પાસે અંગૂઠાની માંગણી કરી. ભિલ્લુ ગુરુભક્તિથી તે વખતે અંગૂો કાપીને ગુરુને આપ્યો. યું છે કે :
जितेन्द्रियत्वं विनयस्य कारणं, गुणप्रकर्षो विनयादवाप्यते ।
गुणाधिके पुंसि जनोऽनुरज्यते, जनानुरागप्रभवा हि सम्पदः ॥ १ ॥ केनांज्जितानि नयनानि मृगाङ्गनानां,
कोवा करोति रूचिराङ्गरूहान् मयूरान् । कश्चोत्पलेषु दलसञ्चयमातनौति ।। कोवा करोति विनयं कुलजेषु पुंसु,
૩૭
विणए सिस्सपरिक्खा, सुहडपरिक्खा य होइ संगामे, वसणे मित्त परिक्खा, दाणपरिक्खा य दुक्काले ॥
જિતેન્દ્રિયપણું વિનયનું કારણ છે. વિનયથી ગુણમાં પ્રકર્ષ ( વધારો ) પ્રાપ્ત થાય છે અધિક ગુણવાલા પુરુષ ઉપર મનુષ્ય અનુરાગ કરે છે. અને સંપત્તિઓ લોકના અનુરાગથી ઉત્પન્ન થાય છે. કોણે હરણીઓની આંખોને આંજી? સુંદર પીંછાવાલા મોરોને કોણ બનાવે છે ? કમળોને વિષે પાંદડાંઓનો સમૂહ કોણ કરે છે ? કુલવાન પુરુષોને વિષ વિનય કોણ કરે છે ?
વિનયને વિષે શિષ્યની પરીક્ષા થાય છે. યુધ્ધમાં સુભટની પરીક્ષા થાય છે. સંક્ટમાં મિત્રની પરીક્ષા થાય છે. દુષ્કાલમાં દાનની પરીક્ષા થાય છે.
ગુરુભક્તિથી તે અંગૂઠા વિના પણ પૂર્વની માફ્ક બાણોને ફેંક્તો નિર્મલ આશયવાલો ભિલ્લ ધનુર્વેદમાં કુશળ થયો. હવે દ્રોણાચાર્ય અર્જુનને રાધાવેધની ક્લાને શીખવતા. ભીમ અને દુર્યોધનને ગદાયુધ્ધ શીખવતા. સહદેવ ને યુધિષ્ઠિરને અસ્ર ફેંક્વાની ક્લામાં અગ્રેસર કર્યા. નકુલ ગુરુની પાસે સંકુલ વિધાને શીખતા હતા. એક વખત ણ ગુરુની આજ્ઞાવડે ગાંગેયે યુધિષ્ઠિર વગેરે સઘળા પુત્રોને બોલાવીને ક્હયું કે તમે ક્લાને બતાવો. તે રાજપુત્રો ક્લાના અભ્યાસને બતાવતાં પરસ્પર ક્રોધ પામેલા ભીમ અને દુર્યોધન – અત્યંત યુધ્ધ કરવા લાગ્યા. ભુજાના આસ્ફોટ કરવામાં તત્પર ભીમ ઘણા મનુષ્યોને ભય પમાડતો હતો. અને તે વખતે ગદા ઉછાળવાની શ્રેષ્ઠ ક્લાને બતાવતો હતો.તે વખતે અર્જુન ગાંડીવ ધનુષ્યને તાડન કરતા અવાજ વડે સભાના સઘળા લોકોને ચિત્રમાં આલેખેલા ચિત્રની જેમ કરતો હતો. તે