________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
સમુદ્રવિજય – અક્ષોભ્ય – સ્તમિતિ – સાગર – હિમવાન – અચલ – ધરણ – પૂરણ – અભિચંદ્ર – વસુદેવ – તે દશે દશાર્હ નામે છે. તે દશે દશાર્હ ગુણોવડે સમાન છે. તે લક્ષણમાં સમાન છે. અને કુંતી નામે સુંદર પુત્રી ચોસઠ ક્લાઓનો ભંડાર – રૂપલક્ષ્મીથી – જીતી લીધી છે પ્રીતિ અને રતિ દેવાંગનાઓને જેણે એવી તે થઇ છે. તેના રૂપને જોઈને સુંદર પાટિયામાં તે બધું શ્રેષ્ઠરૂપ મેં આ પત્રકમાં લખ્યું છે. ( ચીતર્યું છે. ) રાજાએ તેને ધન આપી પાટિયું લઇ તેને જોતાં કામાતુર એવો તે હંમેશાં તેને વરવા ઇચ્છે છે. એક વખત વનમાં જતા પાંડુરાજાએ લોઢાનાં બાણોવડે વીંધાયેલા ને ખીલાની સાથે બાંધેલા મૂર્છા પામેલા શ્રેષ્ઠ મનુષ્યને જોયો. તેની આગળ પડેલી તલવારને જોઈને તેને મ્યાનમાંથી જ્યારે બહાર કાઢી ત્યારે અક્ષર સહિત બે ઔષધિઓને તેણે હર્ષવડે જોઇ. અક્ષરની શ્રેણી વાંચીને રાજાએ તે મનુષ્યને ઔષધિવડે શલ્યરહિત કર્યો. અને બીજી ઔષધિવડે ઘા રહિત ર્યો. છૂટો થયેલો અને સ્વસ્થ થયેલો તે પુરુષ રાજાવડે પુછાયો, તું કોણ છે ? કોનાવડે બંધાયો હતો ? ત્યારે મનુષ્ય કહયું.
૪
હું અનિલગતિ નામે વિધાધર છું. મારી રમા નામની સ્રી ઘરમાં રહેલી અશનિંવેગ વિધાધરવડે હરણ કરાઇ છે. પત્નીને પાછી લાવવા માટે બળાત્કારે તેની પાછળ ઘેડતો તેનાવડે હું અહીં બંધાયો. હે રાજા ! આવી દશાને હું પામ્યો. હમણાં મારા ભાગ્યથી નિષ્કારણ ઉપકારી એવા અહીં આવેલા તમારાવડે હે રાજા ! આ કષ્ટથી હું બેડાવાયો. તમે મને જીવિત આપનારા છે, તમે બે ઔષધિઓ અને ઇચ્છિત સ્થાને લઇ જનાર મુદ્રિકા ને જલદી લો.
તમારાવડે યાદ કરાયેલો હું નિરંતર તમારું સાન્નિધ્ય કરીશ. આ પ્રમાણે હીને વિધાધર વેગથી પોતાના નગરમાં ગયો. આ બાજુ પાટિયાને ધારણ કરનારાએ કાગલમાં પાંડુ રાજાનું રૂપ આલેખીને સૂર્યપુરમાં અંધવૃષ્ણિ રાજાની આગળ મૂક્યું. રાજા પાંડુરાજાનું તેવું રૂપ જાણીને વિચારવા લાગ્યો કે શું આ કામદેવ છે ? કે અશ્વિનીકુમાર છે ? પિતાના ખોળામાં રહેલી કુંતી કન્યાએ ( આ ) પાંડુરાજાનું રૂપ જાણીને પોતાના મનમાં આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. આ ભવમાં મારો પતિ પાંડુ અથવા અગ્નિ છે. લજજાસહિત એવી તેણી માતાપિતાની આગળ હેવા માટે શક્તિમાન ન થઇ. રાજાએ તે ચિત્રકારને દાન આપીને તે જ વખતે તેને વિસર્જન કરીને પ્રાત:કાલે રાય સંબંધી ચિંતા કરવા લાગ્યો. તે વરને દુ:ખે કરીને મેળવી શકાય એવો જાણીને એક વખત વનમાં ગયેલી કુંતી – ગળામાં પાશને બાંધતી આ પ્રમાણે વારંવાર બોલવા લાગી : -
હે માતાઓ ! હે કુલદેવીઓ ! કોઇપણ ઠેકાણેથી તે પતિને જલદી લાવી હમણાં મેળવી આપો. અન્યથા હું નિશ્ચે મરી ગયેલી છું. જેટલામાં તે કુંતી કન્યા મરવા માટે પાશમાંથી પોતાને ( પડતી ) મૂકે છે. તેટલામાં મુદ્રિકાના પ્રભાવ વડે પાંડુરાજા તે વનમાં આવ્યો.
પાંડુ રાજાએ પોતાનું નામ ગ્રહણ કરતી તેને જાણીને પાશને ( ફાંસો ) બ્રેડીને ક્હયું કે તું આવા પ્રકારના સાહસમાં તત્પર ન થા. હું પાંડુરાજા છું. તારું રુપ જોઇને હે રાજપુત્રી ! તને વરવા માટે મુદ્રિકાવડે અહીં આવ્યો છું. ચિત્તમાં ચિંતવેલા પાંડુપતિને આવેલા જાણીને સખીઓએ તરત જ તે બંનેનો ગાંધર્વ વિવાહ કરાવ્યો. તે જ વખતે તુસ્નાતા એવી તે આલિંગન કરાઇ ને ભોગદાનથી કુંતીએ પાંડુરાજાવડે શુભ ઉદયવાલા ગર્ભને ધારણ કર્યો . કુંતીએ કહ્યું કે આ ભવમાં તમે મારા પતિ છે. હું તેવી રીતે કરું કે મારા પિતા વિવાહના યોગથી તમને આપે. કુંતીનું વચન સાંભળીને