________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
તે વખતે ગુરુ પાસે શિકારથી ઉત્પન્ન થયેલું મોટું પાપફલ સાંભળીને તે પુત્રો સાથે રાજ ધર્મકાર્યો કરે છે, યું છે કે:
राजदण्डभयात्पापं, नाचरत्याधमोजनः । પરત્નોમાનધ્ય, સ્વભાવાવેવ ચોત્તમ: II गतसारेऽत्र संसारे - ,सुखभ्रान्ति: शरीरिणाम्। लालापानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः॥
અધમપુરુષ રાજદંડના ભયથી પાપ આચસ્તો નથી. મધ્યમ પુરુષ પરલોક્ના ભયથી પાપ આચરતો નથી. અને ઉત્તમ પુરુષ સ્વભાવથી જ પાપ આચરતો નથી.
સાર વગરના સંસારમાં પ્રાણીઓને બાળકોની જેમ અંગૂઠામાં લાલના પાનની જેમ દૂધનો વિભમ (ભ્રમ થાય છે. શિકારથી અલા પતિને ગંગાએ પુત્રના મુખેથી સાંભળીને પતિના ઘરમાં આવી અને સત્યવતી સાથે પ્રીતિ કરી. અને પછી ત્રણ પુત્રને બે પત્નીવડે શોભતા શાન્તનુ રાજાએ મોક્ષની પ્રાપ્તિ માટે શત્રુજ્ય આદિ તીર્થોમાં યાત્રા કરી.
શાન્તનુરાજા સ્વર્ગમાં ગયો ત્યારે સત્ય પ્રતિજ્ઞાવાલા – સુધર્મવાલા ભીખે શાન્તનુરાજાના રાજ્યઉપર ચિત્રાંગદનો અભિષેક ર્યો. ગાંગેયના વચનનો અનાદર કરીને ચિત્રાંગદ રાજાએ નીલાંગદ રાજા સાથે યુદ્ધ કર્યું. રણમાં ક્રોધ પામેલા નીલાંગદે ચિત્રાંગદ રાજાને મારી નાંખ્યો, ભીખે નીલાંગદને રણભૂમિમાં યમના ઘેર પહોંચાડયો. ગાંગેયે ગાન્ધર્વકુલમાં ઉત્પન્ન થયેલા નિલાંગને રણભૂમિમાં યમના ઘેર મોલ્યો. ગંગાના પુત્ર ચિત્રાંગદના સ્થાને તેના ભાઈ વિચિત્ર વીર્ય ( ચિત્રવીર્ય) રાજાને સારો ઉત્સવ કરી સ્થાપન ક્ય.
આ બાજુ કારિ રાજાની અંબા નામની પહેલી પુત્રી હતી. બીજી અંબાલા નામે હતી. અને ત્રીજી અંબાલિકા હતી. કારિ રાજાએ તેઓનાં વિવાહ માટે મંડપ કરાવ્યો ત્યારે વિચિત્રવીર્ય ( ચિત્રવીર્ય) રાજાને છેડીને રાજાઓ બોલાવાયા. આ વિચિત્રવીર્ય રાજા હીલમાં ઉત્પન્ન થયેલો છે. કારણ કે તેની માતા નાવિક કુલમાં ઉત્પન્ન થયેલી છે. અનુક્રમે કોઇના મુખેથી આ સાંભળીને ગાંગેય વિચાર્યું કે શું આ રાજાઓ ન્યાઓને પરણશે? ન્યાને માટે અસંખ્ય રાજાઓ મળે છતાં ગાંગેયે તેઓના દેખતાં ત્રણે કન્યાઓનું હરણ ક્યું. ક્રોધ પામેલા તે રાજાઓ વેગથી શસ્ત્રો ઝષ્ણ કરીને ગાંગેય સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. ભીખે અસંખ્ય બાણો શત્રુઓ તરફ છેડતાં ચેષ્ટા વગરનાં લાકડાંની જેમ તેઓ પૃથ્વી પર પડી ગયા. ક્ષણવારમાં સચેતન થઈને ગાંગેયને સબલ જાણીને નમસ્કાર કરીને બોલ્યા કે અમે તમારા ચાકરો છીએ. તે પછી કારિ રાજાએ ગાંગેયને નમસ્કાર કરીને કહ્યું કે મારાવડે જે અપરાધ કરાયો તે સર્વ તમે ક્ષમા શે. હમણાં મારી આ ત્રણ પુત્રીઓને તમે પરણો. ગાંગેયે @યું કે હું બ્રહ્મચારી હોવાથી મારે કન્યાવડે પ્રયોજન નથી, કારિ રાજાએ કહયું કે, આ કન્યા કોને આપવી ? ભીખે કહ્યું કે વિચિત્રવીર્ય રાજાને બોલાવીને આપ. તે પછી રાજાઓએ સારો ઉત્સવ ર્યો ત્યારે કારિ રાજાએ પોતાની ત્રણે પુત્રીઓ વિચિત્રવીર્ય રાજાને આપી.