________________
ઉજ
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
આ બાજુ ત્યાં દેવપૂજા કરવા માટે આવેલી ક્યા જોઈને રાજા વિચારવા લાગ્યો કે શું આ દેવાંગના છે? કે પાતાલ ક્યા છે? જિનેશ્વરની પૂજા કરીને જેટલામાં કન્યા ધીમે ધીમે પાછી વળી તેટલામાં રાજાએ કહયું કે તું કોણ છે? અને ક્યા રાજાની કન્યા છે? તે વખતે કોઈક પુરુષે આવી નમસ્કાર કરી પ્રથમ બોધિને (જ્ઞાનને) આપનારા એવા તેણે કહયું. તમે આ સ્ત્રીનું સુંદર ચરિત્ર સાંભળો
આ સર્વ શાસ્ત્રના અર્થમાં પારંગત – જહુનુ રાજાની ગંગા નામની ન્યા છે. મનુષ્યના મનને મોહ પમાડનાર - યૌવનને પામી છે. પિતાના ખોળામાં તે કન્યા હતી ત્યારે પ્રાત:કાલમાં કોઇક જ્ઞાની એવા ચારણમુનિ આવ્યા તેને આસન પર બેસાડી સ્તુતિ કરી. જહુતુરાજાએ કહયું કે આ ન્યાનો પ્રતિરૂપવડે અને વિદ્યાવડે સરખો ક્યો વર છે તે કહો. મુનિએ કહયું કે
ગંગા નદીને ક્લિારે ઘોડાથી ખેચાયેલો શાન્તનુ રાજા આવશે. તે આ ન્યાનો યોગ્ય વર થશે. એ પ્રમાણે લ્હીને તે મુનિ ગયે તે પિતાના આદેશથી આ સર્વાનું જિનમંદિર કરાવીને બોધિને આપનાર એવા સર્વજ્ઞ અને યતિ વગેરેને જણાવનારું તે મંદિર છે. કહયું છે કે –
वरगंधधूवचोक्खक्खएहिं, कुसुमेहिं पवरदीवेटिं। नेवेज फलजलेहिं अ, जिणपूआ अट्ठहा भणिया॥१॥ नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोर्मञ्जरी, श्रीमद्धर्ममहानरेद्रनगरी व्यापल्लताधूमरी। हर्षोत्कर्षशुभप्रभावलहरी भावद्विषां जित्वरी, पूजाश्रीजिनपुङ्गवस्य विहिता श्रेयस्करी देहिनाम्॥२॥
શ્રેષ્ઠ – ગંધ ધૂપ – ચૂર્ણ નિર્મલ એવા અક્ષત પુષ્ય શ્રેષ્ઠ દીપક ,નૈવેદ્ય ફલ અને જલવડે આઠ પ્રકારે જિન પૂજા કહી છે. (૧) જિનેશ્વરની કરાયેલી પૂજા નેત્રને આનંદ કરનારી છે. સંસાર સમુદ્રને તારનારી છે. લ્યાણરૂપી વૃક્ષની મંજરી છે. ધર્મરૂપી મહારાજાની નગરી છે. સંદરૂપી વેલને નાશ કરવામાં વંટોળિયા સરખી છે. હર્ષના ઉત્કર્ષ અને શુભપ્રભાવરૂપી તરંગવાલી છે. ભાવરાત્રુઓને જીતનારી છે. અને પ્રાણીઓનું લ્યાણ કરનારી છે. જો અહીં આજે રાજા સાથે પાણિગ્રહણ કરાય તો પિતા અને માતાને ઘણો હર્ષ થાય. હે રાજન ! આજે તમે ઘોડાવડે ખેંચાયેલા અહીં આવ્યા છે. આથી તમે શાન્તનુ રાજા છે. (એથી) આનું પાણિગ્રહણ કરશે. આ પ્રમાણે સાંભળીને શાન્તનુ રાજાએ કહયું કે હું તે રાજા છું જો તમને ગમતું હોય તો તમારું હેલું જલદી થાવ. તેનું મન પોતાનામાં આસક્ત જાણીને જતુરાજાની પુત્રી ગંગાએ હયું કે હું તે વરને પસંદ કરું કે જે મારું કહેલું કરનારો હોય. હું જે ધર્મવિષયવાળું કાર્ય કરું હે રાજા ! જો તમે તે કરો તો હમણાં તમારું ઈષ્ટ થાય. તેના પછી મોહપામેલા શાન્તનુ રાજાએ કહયું કે તું જે જે કહીશ તે તે હું નિશ્ચ કરીશ.