________________
શ્રી શત્રુંજયની યાત્રામાં દાનરુપી ફ્લને વિષે કુલજ કુમારની ક્યા
તે પછી સખી સહિત રાજપુત્રીએ આવીને જિનેશ્વરની પુષ્પોવડે પ્રથમ પૂજા કરીને પછી સુંદર સ્તવનોવડે સ્તુતિ • કરી. આ બાજુ જાગેલા એવા રાજપુત્રે જતી એવી રાજપુત્રીને જોઇને કોઇક મનુષ્યને પૂછ્યું કે આ શ્રેષ્ઠ કન્યા કોણ છે ? તેણે ક્હયું આ રત્નપુર નગરમાં વિજ્યરાજાની શ્રેષ્ઠ પત્નીએ ધનખર્ચીને આ જિનમંદિર કરાવ્યું છે. તે બન્ને ને ભુવનસુંદરી નામની કુમારી પુત્રી છે, તેણે અભિગ્રહ લીધો છે કે : – જે મારો પતિ ભૂચર હોય ને ખેંચર થાય તો આ ભવમાં એનો હાથ મારા હાથ ઉપર થાય, તો પાણિગ્રહણ થાય. નહિંતર તો અગ્નિ. આ અભિગ્રહ સાંભળીને રાજા હૃદયમાં વિચારવા લાગ્યો કે તેવા પ્રકારના ખેચર વિના પુત્રી કેવી રીતે પરણાવાય ? તે પછી પોતાના સ્થાનમાં આવીને કુમાર તે ધોડાને તૈયાર કરીને રાત્રિમાં રાજપુત્રીના ઘરે ગયો. જે ભૂચર ખેંચર થાય તે મારો ધણી થાય, હું તેનો સ્વીકાર કરું. એ સાંભળીને રાજપુત્ર વિચારવા લાગ્યો કે આનું સાહસ મોટું છે. તે પછી રાજપુત્ર ખૂણામાં ગુપ્તપણે તાંબૂલ નાંખીને દિવસે દિવસે તેનું બોલવું સાંભળતો ત્યાં જવા લાગ્યો. રાજપુત્રી પડેલું તાંબૂલ જોઇને આ પ્રમાણે વિચારવા લાગી કે તાંબૂલ છોડવાથી અહીં કોઇ પુરુષ ગુપ્તપણે આવે છે. એક વખત ગુપ્તપણે જતો એવો તે કન્યાવડે વસ્રને છેડે ધારણ કરાયો. ને ક્હયું કે તું કોણ છે ? અહીં ક્યાંથી આવ્યો છે ? તારું નામ શું છે ? તું કોનો પુત્ર છે ? તેણે પોતાનું આવવાનું વૃત્તાંત હીને આકાશગામી એવા અશ્વવડે ભૂચર એવો પણ આકાશમાં ફરનારો થયો ( એમ ) હે કન્યા ! તું અવધારણ કરે .
આ પ્રમાણે સાંભળીને પૂરી થઇ છે ઇચ્છા જેની એવી તે કન્યા તે રાજકુમારને તેજ વખતે ગંધર્વવિવાહવડે પરણી કહયું કે : -
वरं वरयते कन्या, माता वित्तं पिताश्रुतम् । बान्धबाः कुलमिच्छन्ति, मिष्टान्नमितरे जनाः ॥
૩૫
કન્યા વરને પસંદ કરે છે. માતા ધનને પસંદ કરે છે. પિતા શ્રુત – ભણતરને પસંદ કરે છે. બાંધવો લને પસંદ કરે છે અને બીજાઓ મિષ્ટાન્નને ઇચ્છે છે. તેણીની સાથે ગુપ્ત પણે ક્રીડા કરીને તે રાજપુત્ર હંમેશાં જ્યારે પોતાના સ્થાનમાં જાય છે. ત્યારે તે બન્નેની પ્રીતિ થઇ. પુરુષવડે ભોગવાયેલી પુષ્ટ અંગવાલી તેણીને જોઇને તે વખતે તેની સખીએ જઈને તેણીનું સ્વરૂપ એકાંતમાં તેની માતાની આગળ કહયું. તે પછી કૃષ્ણ મુખવાલી પત્નીને જોઇને રાજાએ
યું કે તારું શું ગયું છે ? શું હરણ કરાયું છે ? હમણાં બીજાવડે ક્યો ઘેષ હેવાયો છે ? કોઇ પુરુષ અથવા કોઇ સ્રીવડે શું તારી આજ્ઞા ખંડન કરાઇ છે ? તે કહે. પછી રાણીએ રાજાની આગળ કયું તમે સ્વામી હોતે છતે કોનાવડે મારી આજ્ઞા ખંડન કરાય ? એ પ્રમાણે હીને મૌન ધારણ કર્યું. જ્યારે તે રાણી બોલતી નથી ત્યારે રાજાએ આ પ્રમાણે કહયું કે :
दुष्टस्य दण्ड: सुजनस्य पूजा, न्यायेन कोशस्य च संप्रवृध्दिः । अपक्षपातो रिपुराष्ट्ररक्षा, पञ्चैव यज्ञाः कथिता नृपाणाम् ।।