________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કુણના નરક ગમનનું સ્વરૂપ
૩૨૯
તે વખતે અંબિકા ભયથી કંપતી સાસુ પાસે કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ નિર્મલમનવાલી તે કૃશાપણાને ધારણ કરવા લાગી. આ બાજુ સોમ બ્રાહ્મણોને પ્રેતકાર્ય માટે ઘરે લાવ્યો. પત્નીનું કાર્ય સાંભળીને તે પ્રિયાને તિરસ્કાર કરવા લાગ્યો. પતિવડે અને સાસુવડે તર્જના કરાયેલી અંબિકા દુ:ખી ચિત્તથી તે વખતે શુભંકર અને વિભંર નામના બે પુત્રોને લઈને મનમાં તે બંને મુનિઓને અને નેમિનિને યાદ કરતી રૈવતપર્વતની દિશામાં વેગથી ચાલવા લાગી.
માર્ગમાં જતી ખેદ પામેલી અંબિકા ભૂખથી પીડાયેલા બે પુત્રોને જોઈ જોઈને દેવની પ્રત્યે આ પ્રમાણે બોલતી રડવા લાગી. હે દેવ ! હમણાં મેં તારે કયો અપરાધ કર્યો? જેથી પુત્ર સહિત તારાવડે આવી અવસ્થા પમાડાઈ. મેં -બે સાધુઓને મોક્ષને આપનારો શુદ્ધ આહાર આપ્યો છે, કંઈ પાપ ક્યું નથી, પરંતુ ખરેખર ધર્મ કર્યો છે. આ પ્રમાણે મેં સાધુને દાન આપવાવડે પુણ્ય ક્યું છે. તે જો તારા ચિત્તમાં સરખું ન લાગતું હોય તો તું પણ હમણાં તે કર. તે આ પ્રમાણે બોલતી હતી ત્યારે શ્રેષ્ઠ પાણીથી ભરેલું સરોવર ને ફળોથી દીપ્યમાન આંબાનું વૃક્ષ તેની નજરના વિષયમાં આવ્યું. (જોવામાં આવ્યું) એક પુત્રને કેડપર ધારણ કરીને બીજા પુત્રને હાથવડે કરીને તેડીને) ધણીથી ભય પામેલી અંબિકા નજીકના વેનમાં ચાલી અને પુત્રોને પાણી પાઈને આમવૃક્ષ ઉપરથી બે આલ્બ લઈને અંબિકાએ બને પુત્રોને આપી. પુણ્યના પ્રભાવથી જંગલ આમલતાના ઉદયવાળું થયું. અંબિકા હૃદયમાં શ્રી નેમિનાથ જિનેશ્વરનું ધ્યાન કરતી ચાલી,
આ બાજુ આજે વહુવડે સાધુને દાન આપવાથી મારું અન્ન એઠું કરાયું. આ પ્રમાણે વિચારીને (સાસુ) રોષવડે ભરેલી ઘરની અંદર ગઈ, અન્નથી ભરેલાં પાત્રો બહાર નાંખી દેવા માટે (મા) ઘરમાં ગઈ ત્યારે તેટલામાં તેણીએ તે પાત્રો સુવર્ણમય જોયાં. માતાએ વિચાર્યું કે જૈન સાધુઓને દાન આપવાના પ્રભાવથી મારા ઘરમાં આ મનોહર સોનાનાં પાત્રો આવ્યાં. મારા વડે મોક્ષસુખને આપનાર (એવો) જેન ધર્મ ફોગટ બિકકાર કરાયો. અને જગતને વંદનીય અને જગતને ધ્યાન કરવા લાયક એવા સાધુઓ ફોગટનિંદા કરાયા. આ કારણથી નકકી મારો દુર્ગતિમાં પાત થશે. અને સંસારમાં ઘણા ભવો હું ભમીશ.
આ બાજુ (તેને) ધણી પોતાના ઘરમાંથી પુત્રસહિત જતી પ્રિયાને એકદમ પાછી લાવવા માટે ભ્રાંત ચિત્તવાળો નગરીની બહાર ગયો. પગલે પગલે સોમભટ બ્રાહ્મણ – પ્રિયાનાં ચરણોને (પગલાંને) જોતો ચાલ્યો. અને સોમભટ્સની સ્ત્રી વનમાં સર્વ ઠેકાણે ભમવા લાગી, પત્ની ! પત્ની ! એ પ્રમાણે શબ્દ કરતો સોમભટપતિ ઉતાવળે આવતો અંબિકાવડે જોવાયો ને તે કંપ પામી. અંબિકાએ વિચાર્યું કે આ પતિ મારાઉપર રોષ પામ્યો છે. હાથપગ આદિવડે પ્રહાર કરીને મને જલદી મારી નાંખશે. આ વનમાં હમણાં મારું કોઇ રક્ષણ કરનાર દેખાતું નથી. જો મને પૃથ્વી જગ્યા આપે તો હું તેમાં પેસી જાઉ.
મારાવડે જે બે મુનિઓને દાન અપાયું છે. તે મારું શરણ થાઓ. આ પ્રમાણે તે વિચાર કરતી હતી ત્યારે એક કૂવો આવ્યો, ફરીથી અહીં મને પંચપરમેષ્ઠી – જિનેશ્વરે કહેલો ધર્મ અને નેમિનાથ પ્રભુનાં બે ચરણોનું શરણ હો. આ પ્રમાણે સ્મરણ કરતી ને પગલે પગલે બન્ને પુત્રોને સ્મરણ કરાવતી અંબિકાએ ઉતાવળ કરી પુત્રસહિત તે કૂવામાં પૃપાપાત કર્યો.