________________
૩૩૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
નકકી દુઃખી હોય છે.
આ સંભળીને પ્રાપ્ત થયો છે વૈરાગ્ય જેને એવો ગજસુકુમાલ શ્રી નેમિનાથ પ્રભુની પાસે દીક્ષા લઈને તીવ્રતપ કરે છે. કાયોત્સર્ગમાં રહેલા સ્થિર એવા ગજસુકુમાલને જોઈને રોષપામેલો તેનો સસરો વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યો.
હે જમાઈ ! તું વતને છોડી દે. નહિતર જલદી તને મારી નાંખીશ. તે વખતે ગજસુકુમાલમુનિ દઢપણે ધ્યાનમાં લીન થયા. તે વખતે તે બ્રાહ્મણે તેના મસ્તક ઉપર અગ્નિથી ભરેલી સગડી મૂકીને વારંવાર તેમાં લાકડાંઓનો સમૂહ નાંખવા લાગ્યો. શુક્લધ્યાન કરતાં ગજસુકુમાલના સર્વકર્મોનો ક્ષય થવાથી અવ્યય એવું વલજ્ઞાન પ્રાપ્ત થયું. તે વખતે તેની તરતજ મુક્તિ થઈ.
તે વખતે કૃણે પૂછ્યું કે હે સ્વામિ ! ગજસુકુમાલનું મરણ કોના હાથે થયું ? તે પછી નેમિનાથ પ્રભુએ કૃષ્ણની આગળ કહ્યું કે તું આજે નગરમાં જતો હશે ત્યારે જેનું હૃધ્ય ફાટી જઇને જે મૃત્યુ પામશે હે રાજા ! તેજ તારાભાઈને મારનારો છે. નગરીમાં આવતાં કૃષ્ણ તે વખતે સોમભટટ બ્રાહ્મણને ભયથી વેગવડે અકસ્માત્ મરણ પામેલો જોયો. તે પછી કૃષ્ણ કહયું કે ખરેખર આ બ્રાહ્મણ ભાગ્યહીન છે. ફોગટ આનાવડે મુનિ પ્રાણ ત્યાગ કરાવાયા. કૃષ્ણ નેમિનાથ પાસે અભિગ્રહ લીધો કે પ્રભુની પાસે જે પુત્ર અને પુત્રી દીક્ષા લેશે તેને હે સ્વામી ! મારે ક્યારે પણ નિષેધ કરવો નહિ. તે પછી કૃષ્ણના ઘણાં પુત્ર – પુત્રી વગેરેએ દીક્ષા લીધી.
કૃષ્ણ એક્વખત કહયું કે આ સુંદર દ્વારિકા નગરી કેટલો કાલ રહેશે ? અને મારું મરણ કોનાથી થશે ? તે વખતે દ્વારિકાનું ભાવિ સ્વરૂપ દઢપણે જાણીને શ્રી નેમિનાથ પ્રભુએ વિષ્ણુની આગળ આ પ્રમાણે કહયું, હે કૃષ્ણ દ્વૈપાયનઋષિથી અને મદિરાથી નગરીનો નાશ થશે. જરાકુમાર નામના ભાઇથી તારું મૃત્યુ થશે. તે કૃષ્ણ નગરીની બહાર ક્ષણવારમાં મદિરાને ત્યજાવી, (નંખાવી) કૃષ્ણદ્વૈપાયન બાહયઉદ્યાનમાં તપમાં તત્પર ઊભો છે
પોતાનાથી ભાઇનું મરણ જાણીને જરાકુમાર દૂર ચાલી ગયો, કૃણના – પ્રદ્યુમ્ન શાંબ - ભીસ્ક વગેરે કુમારો ક્રિીડા કરવામાટે બાયઉદ્યાનમાં ગયા, ને પથરપર રહેલી સુરાએ (દારુને) જોઈને પરસ્પર હાંસી કરતાં ગળા સુધી પીધી, અને તે કૃષ્ણદ્વૈપાયનને જોઈને તે કૃષ્ણનાપુત્રો વિચારવા લાગ્યા કે
આ ઋષિથી નગરીનો નાશ થશે આથી આ પાપ મનવાલો છે. --------- તે પાપી છે. નગરીનો નાશ કરનાર છે. એ પ્રમાણે બોલતાં તે વખતે તે કૃષ્ણના પુત્રોએ લાકડીઓ અને મૂઠીઓવડે તેને ઘણો માર્યો. તેઓવડે હણાતાં ઋષિએ આ પ્રમાણે નિયાણું કર્યું કે હું આગળ દ્વારિકાના વિનાશ માટે થાઉં (ભવિષ્યમાં ) ઋષિને મૃતપ્રાયઃ કરીને તેઓ નગરની અંદર ગયા. પોતાના પુત્રની ચેષ્ટા ( જાણીને) સાંભળીને કૃષ્ણ ઋષિ પાસે ગયો. તેના પગમાં પડીને તે વખતે કૃષ્ણ કહયું કે હે ઋષિ ! મારા પુત્રોના દુર્વિનીતપણાને માફ કરો, પુરુષો અજ્ઞાનીઓવડે પીડા પામ્યા હતાં પણ શત્રુઉપર કોપ કરતા નથી. શું અંધકારથી પીડાપામેલો ચંદ્ર કયારેપણ બાળે છે?દ્વૈપાયન ઋષિએ કહયું કે હે રાજા ! મારવડે તારી ઉપર આજે ક્ષમા કરાય છે. હે રાજા ! કરેલું નિયાણું ઘણું કરીને ફોગટ થતું નથી. તે ઋષિને પ્રણામ કરીને કૃષ્ણ નગરીમાં જઈને તે (વાત) ભૂલી જઈને લોકનું પાલન કરવા લાગ્યો. ને પોતાના મનમાં ચિંતવેલા ભોગોને