________________
૩૪૮
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
લંપટ એવો જે મૂર્ણ ભક્ષ્ય – અભક્ષ્ય જાણતો નથી. તે પાપ બુદ્ધિવાલો અભક્ષ્ય ખાઈને દુર્ગતિમાં જાય છે. તલમાત્ર સરખા કંદમાં અનંતા જીવો રહેલા હોય છે. મિશ્રાદ્રષ્ટિઓવડે તેનું ભોજન કરવાથી સર્વ જીવો ખવાયા છે. શીતલ રિએ આત્મસાક્ષીએ શિષ્યને ખમાવીને કરેલા પાપની પરંપરાના છેદ માટે સારી રીતે પ્રતિક્રમણ કર્યું. ક્યારેક ગુરુ પણ ધર્મમાર્ગમાં શિથિલ થઈ ગયા હોય તો ઉત્તમ શિષ્યો અત્યંત નિપુણ મધુર વચનોવડે તેને માર્ગમાં ફરીથી પણ સ્થાપન કરે છે. જે રીતે શીતલને પંથગનું દ્રષ્ટાંત છે. છએ વિગઈનો ત્યાગ કરી પોતાનાં કાર્યોની નિંદામાં તત્પર પરિવાર સહિત ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર ચાલ્યા,
ધરાપાલ રાજાથી પાલન કરાયેલા ધારાપુર નગરમાં શૈલક ગુરુ ગયા ત્યારે તે રાજા તેમને વંદન કરવા માટે આવ્યો. શીતલાચાર્ય તે વખતે કહયું કે જે જીવદયામય ધર્મને કરે છે. તે વેગથી નિચે મોક્ષનગરમાં જાય છે. જે ચારિત્ર લઈને શ્રી શત્રુંજ્યગિરિ ઉપર જઈને વારંવાર તીવ્ર તપ કરે છે, તે પરમપદમાં જાય છે. આ પ્રમાણે દેશના સાંભળી પોતાના પુત્રને પોતાના રાજ્યઉપર તરત જ બેસાડી ધરાપાલ રાજાએ શીતલાચાર્ય પાસે દીક્ષા લીધી. તે રાજાની સાથે તેના સેવક એવા હજાર રાજાઓએ ત્યાં મોક્ષસુખને આપનાર સંયમને ગ્રહણ ર્યો. આ પ્રમાણે જિનધર્મી એવા ઘણા રાજાઓ અને લોકોને પ્રતિબોધ કરીને મોક્ષલક્ષ્મીને આપનાર શ્રી શત્રુંજયગિરિ ઉપર ગયા, ત્યાં ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરતાં અનેક સાધુઓ સહિત શીતલાચાર્યે તે વખતે અનશન લીધું. તે વખતે શૈલકસૂરિના શિષ્ય શુભંકર નામના મુનિ ઘણા સાધુ સહિત શ્રી સિધ્ધગિરિ ઉપર જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે આવ્યા. ત્યાં તે આચાર્ય ભગવંતે ઉપદેશ કર્યો ત્યારે એક લાખ ભવ્યજીવોએ સંસાર સમુદ્રને તારનારી દીક્ષા લીધી. ધર્મ ધ્યાનમાં તત્પર અસંખ્ય સાધુઓ સહિત શીતલ સૂરિ ઘાતિકર્મની પરંપરાનો ક્ષય થવાથી ક્વલજ્ઞાન પામ્યા. ત્યાં શુક્રાચાર્ય વગેરેથી સહિત શૈલકસૂરિસર્વકર્મનો ક્ષય થવાથી મુક્તિનગરીમાં ગયા. શુભંકર ગુરુના શિષ્ય શતાનંદ નામે ઉત્તમ ગુરુ પૃથ્વીપીઉપર વિહાર કરતાં ભૃગૃકચ્છ નગરમાં (ભરુચમાં) ગયા. ત્યાં ગુરુની પાસે શ્રેષ્ઠ આરાયવાલો તલ નામે રાજા જ્યારે ધર્મ સાંભળવા માટે આવ્યો ત્યારે ગુરુએ આ પ્રમાણે હયું.
औषधं परमं ज्ञेयं, धर्मोवृत्तं तपो जपः । दानं पूजादिकं सर्व- रोगक्लेशविनाशकम्॥ नश्यन्ति येन धर्मेण, जन्ममृत्युजरादिकाः । किं न नश्यन्ति तेनैव, रोग क्लेशभयादयः॥१॥ इन्द्रियाणां जयेशूरः, कर्मबन्धेच कातरः। तत्त्वार्थाहितचेतस्कः, स्वशरीरेऽपि निस्पृहः॥
સર્વરોગ અને ક્લેશનો વિનાશ કરનારું પરમ ઔષધ ધર્મ – વ્રત – તપ – જપ – દાન – પૂજા વગેરે છે. જે ધર્મથી જન્મ – જરા અને મરણ વગેરે નાશ પામે છે તે ધર્મવડે રોગ – ક્લેશ અને ભય વગેરે કેમ નાશ ન પામે? તત્વના અર્થમાં સ્થાપન કર્યું છે ચિત્ત જેણે એવો જીવ ઈન્દ્રિયોને જીતવા માટે શૂર હોય છે. કર્મનો બંધ કરવામાં કાયર હોય છે. અને પોતાના શરીરને વિષે પણ સ્પૃહા વગરનો હોય છે. આ પ્રમાણે ધર્મ સાંભલીને તલ રાજાએ સોમનામના પુત્રને પોતાની પાટપર સ્થાપન કરીને ચાત્રિ ગ્રહણ કર્યું. તે તલમુનિ શ્રી શત્રુંજય ઉપર જઈને અનુક્રમે ધ્યાન કરતાં