________________
શ્રી શત્રુંજય સંબંધી પ્રિહર રામ બ્રાહ્મણની ક્યા
શિષ્ય અને પિતાના આદેશમાં સંશય કરનારો પુત્ર – પોતાના વ્રતનું ખંડન કરે છે. હે નારી ! તું મને પરણી છે. તારી સાથે મેં ખાધું છે. આથી પોતાના હિતને ઇચ્છનારી તારે પતિને મારવો ન જોઇએ.
અહીં કથા ક્હી : – પહેલાં શિકાર કરવા જંગલમાં ગયેલો કનક નામે રાજા દૃષ્ટિ માર્ગમાં આવેલા પશુઓને હણે છે. હરણિયાં વગેરે ઘણાં તિર્યંચો રાજાવડે હણાયાં ત્યારે હરણિયાના સમૂહે રાજાની આગળ આવીને કહ્યું કે દુર્બલ · અનાથ – બાલ – વૃધ્ધ અને તપસ્વી તેમજ અન્યાયથી પરાભવ પામેલા તે દરેકનો ગુરુ રાજા છે. વનમાં વાયુ – પાણી અને ઘાસને ખાનારા એવા નિરપરાધી પશુઓને હણનાર – માંસનો અર્થી કૂતરા કરતાં કઇ રીતે ચઢિયાતો
-
છે ?
૩૫૭
આ પ્રમાણે તું હંમેશાં મૃગોને મારશે તો અનુક્રમે સર્વે મૃગો ખલાસ થશે. અને તે પછી તારું ભોજન પણ નાશ પામશે. અને પછી તારા હાથમાં તો જીવહિંસાવડે કરાયેલું પાપ જ આવશે, અને તેનાથી દુ:ખને આપનાર દુષ્ટ દુર્ગતિ થશે. ક્હયું છે કે : – પુરુષો બંધુઓ નિમિત્તે અને શરીર નિમિત્તે પાપ કરે છે. પરંતુ તેનું સર્વ વેદન ભોગવવાનું નારક આદિ ગતિમાં તે એક્લો જ ભોગવે છે. યત્નવડે પાપોને આચરે છે. પ્રસંગે પણ ધર્મ આચરતો નથી. મનુષ્ય લોકમાં એક આશ્ચર્ય છે કે તેઓ દૂધને છોડીને ઝેર પીએ છે. દરેક દિવસે એક મૃગ ભોજન માટે હંમેશાં તમારે ગ્રહણ કરવો. તમને એક મૃગ અમારાવડે હંમેશાં પ્રાપ્ત કરાવાશે. ( મોક્લાવાશે )
રાજાએ કબૂલ કર્યું ત્યારે બધાં મૃગલાંઓ સ્વસ્થ ચિત્તવાલા થયાં. અને અનુક્રમે એક મૃગને વધસ્થાને મોક્લે છે. કહયું છે કે લને માટે એનો ત્યાગ કરવો જોઇએ. ગામને માટે ક્લનો ત્યાગ કરવો જોઇએ, દેશને માટે ગામનો ત્યાગ કરવો જોઇએ, અને આત્માને માટે પૃથ્વીનો ત્યાગ કરવો જોઇએ રાજાને હંમેશાં એક મૃગ આપતે તે જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે જતાં એવા લંગડા ભૃગે ભૃગીને ક્હયું. ઘણા કાલ સુધી આપણે બન્ને હે પ્રિયા ! એક ઠેકાણે ખાધું, તે તું ક્ષમા કર. હું રાજાના ભોજન માટે જઇશ. કયું છે કે જેને જેની સાથે પહેલાં જન્મને વિષે સાચું પ્રેમ બંધન થયું છે તે પુરુષનું ચિત્ત તેના મુખરુપી ઘરના જોવાવડે ને હાસ્યવડે ઉલ્લાસ પામે છે.
તે પછી મૃગીએ ક્હયું કે વધભૂમિમાં હું તારી સાથે મરવા માટે આવીશ. નિશ્ચે મારું જીવિત તારી સાથે છે. તું અહીં ઊભી રહે, હું જઇશ. એમ હણીને હરણે હે છતે હરિણી બોલી હે સ્વામી ! તમે એક કથા સાંભળો . એક વખત વનમાં અલ્પજલવાલા સરોવરમાં ભૃગીસાથે તરસવડે સુકાઇ ગયું હતું ગળું જેનું એવા હરણે આવીને હણીને હયું તૃષાવડે તારા પ્રાણ જાય છે. આથી તું પાણી પી. મૃગીએ કહયું કે તમારા પ્રાણો જશે માટે હે પ્રિય ! તું પહેલા પાણી પી. આ સરોવરમાં પાણી થોડું છે. તૃષા ઘણી છે. આથી હું પાણી પીતી નથી. હે સ્વામી ! હમણાં તમે જ પીઓ એ પ્રમાણે સ્નેહથી બંધાયેલાં તે બન્ને મૃગને મૃગી જ્યારે પાણી પીધા વિના મરણ પામ્યાં. ત્યારે પાર્વતી ને શંકર આવ્યાં. મૃગ અને મૃગીને મરેલાં જોઇને પાર્વતીએ ઇશ્વરને ક્હયું કે હે પતિ ! ઘાત વિના આ બન્ને કેમ મૃત્યુ પામ્યાં ? તે કહો.
वने न देखिओ पारधि अंगे न देखिआ बाण. हुं तई पुछउं इश्वर ! किणिगुणिगिया पराण ॥
-