________________
૩૨
શ્રી શત્રુજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
તારા હાથમાં પાંચ રત્નો થયાં. તે પછી પત્ની સહિત રત્નોથી ભરેલી ગુણી થઈ. એક વખત તે માર્ગમાં મનુષ્યને હણવા માટે ચિંતવ્યું હતું. તેથી હે રામ બ્રાહ્મણ ! તું પ્રિયા વડે મારવા ઈચ્છાયો.
પૂર્વ ભવમાં તારા વડે માર્ગમાં હણવા માટે જે મનુષ્ય ચિંતવન કરાયો હતો તે મરીને આ ભવમાં તારી પત્ની થઈ, તે તું અવધારણ કર. જે કારણથી તારાવડે પૂર્વભવમાં પત્નીનો જીવ હણવા માટે ચિતવાયો હતો. આ કારણથી આ પત્નીવડે તું હિંસા કરવા માટે ઈચ્છાયો. આ પ્રમાણે સાંભળીને રામે કહ્યું કે પૂર્વભવે મેં જે પાપ ક્યું તે કાગડાની જેમ કઈ રીતે નાસી જાય? ત્યારે ગુરુએ આ પ્રમાણે કર્યું અનંતભવમાં થયેલાં ગાઢ એવાં પણ પાપ શ્રી સિધ્ધગિરિ ઉપર યાત્રાવડે જાય છે ને મોક્ષલક્ષ્મી આવે છે. ક્યું છે કે : -
नवि तं सुवण्णभूमी - भूसणदाणेण अन्नतित्थेसु। जं पावइ पुण्णफलं - पूयान्हवणेण सित्तुंजे॥१॥
તેવી કોઇ સુવર્ણ ભૂમિ નથી કે અન્યતીર્થોમાં ભૂષણ (દાનમાં) આપવાવડે જે પુણ્યફલ પ્રાપ્ત કરે તે (કલ) શત્રુજ્યને વિષે પૂજા અને સ્નાત્રવડે થાય છેધ્યાનથી એક હજાર પલ્યોપમ અભિગ્રહથી એકલાખ પલ્યોપમને માર્ગમાં જતાં એક સાગરોપમનાં એઠાં કરાયેલો દુષ્કર્મો નાશ પામે છે. આ પ્રમાણે ગુન્ના મુખેથી સાંભળીને પત્ની આદિ સહિત રામે મુક્તિસુખને આપનાર જિનેશ્વરે કહેલો ધર્મ ગ્રહણ . માતા પિતા અને પ્રિયા સહિત મોટા સંઘ સાથે શ્રી શત્રુંજયગિરિઉપર પૂજા નાત્ર કરવા પૂર્વક યાત્રા કરી. શ્રી શત્રુંજયગિરિઉપર વિશાલ જિનમંદિર બનાવી ને તેણે ભાવથી મુક્તિરૂપી સ્ત્રીને યોગ્ય – પુણ્ય ઉપાર્જન ક્યું. તે પછી અનુક્રમે વ્રત લઈ હંમેશાં યત્નથી પાલન કરી રામ – મિત્ર વગેરે અને પત્ની સહિત મુક્તિનગરીમાં ગયો.
આ પ્રમાણે અસંખ્ય ઉદ્ધાર-પ્રતિમા ને યાત્રાદિ વગેરેના
વિષયમાં લિપહર રામ ઘાહાણની કથા સંપૂર્ણ
*
*
*****
*
***
***
******